ખાઓ આ 8 ફુડ, અને બચો કોરોના વાયરસથી..

કોરોના વાઇરસ થી બચાવતા ફૂડ

ચીનના ઘાતક કોરોના વાઇરસથી આખી દુનિયામાં અત્યાર સુધીમાં ૩૨૦૨ લોકોની મૃત્યુ થઈ ચૂકી છે અને ૯૩૧૬૦ લોકો સંક્રમિત છે. આમાંથી સૌથી વધારે ૨૯૮૧ લોકોની મૃતયુ ફક્ત ચીનમાં જ થઈ છે. ત્યાર પછી ઇટલીમાં ૭૯ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ઈરાનમાં ૭૭ લોકોના જીવ કોરોના વાઇરસના કારણે ગયા છે. WHOએ તેને COVID-19 નામ આપ્યું છે અને મોતનો આ વાઇરસ દુનિયાના ૮૯ દેશોમાં ફેલાઈ ગયો છે. આ જીવલેણ વાઇરસએ ભારતમાં પણ પગપેસારો કરી લીધો છે. ભારતમાં ૬ મામલો સામે આવ્યા છે. એમાંથી ૩ મામલાઓ પોઝેટીવ છે અને ત્રણ મામલાઓ ઠીક થઈ ગયા છે.

image source

ડોક્ટર અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વાઇરસનો સામનો કરવા માટે ના ફક્ત બેસિક હાઇજીનનું ખ્યાલ રાખવો જોઈએ ઉપરાંત તેનાથી બચવા માટે ઈમ્યુન સિસ્ટમને પણ મજબુત બનાવવી ખુબ જરૂરી છે.

image source

લાઈફસ્ટાઇલ કોચ લ્યુક કોટનીહ્નોએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી કોરોના વાઇરસ જેવા સંક્રમિત રોગોથી બચી શકાય છે. લ્યુકનું માનવું છે કે કોઇપણ વાઇરસ એવા લોકોને જલ્દી શિકાર બનાવે છે જે લોકોની ઈમ્યુન સીસ્ટમ નબળી હોય છે, કેમકે તેમના શરીરમાં રોગ સામે લડવાની ક્ષમતા હોતી નથી. તેઓ જણાવે છે કે એટલા માટે આપને પોતાની ડાયટમાં એંટીવાઈરલ ફૂડને સામેલ કરવા જોઈએ.

લસણ:

image source

આ એક શક્તિશાળી એંટીવાઈરલ ફૂડ છે. લસણને આપ કાચું, મેશ કરીને કે સૂપમાં નાખીને પણ ખાઈ શકો છો. કાપેલા કાચા લસણને એક ચમચી મધ સાથે ખાઈ શકો છો અને સાથે એક લવિંગનું સેવન પણ કરવું. આ મિશ્રણને ઓછામાં ઓછું બે થી ત્રણ દિવસ સુધી લેવું. આ આપની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવાનો એક શાનદાર ઉપાય છે.

કોકમ ફૂલ:

image source

ફૂલના આકારના આ મસાલામાં શીમિક એસીડ હોય છે, એનો ઉપયોગ ટેમીફ્લુના ઉત્પાદનમાં કરવામાં આવે છે. આનો ઉપયોગ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ માટે કરવામાં આવે છે. આ એક એંટી વાઇરસના રૂપમાં એક સુપરફૂડ છે. આપ કોકમ ફૂલને પાણીમાં ઉકાળીને કે ચાની સાથે ઉકાળીને પી શકો છો.

આદુ:

image source

આદુમાં ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત કરવાના બધા ગુણ હોય છે. આપ તેના વધારે ફાયદા લેવા માટે તેને મેશ કરીને કોકમ ફૂલ અને મધ સાથે ખાઈ શકો છો. આ મિશ્રણને ઓછામાં ઓછું ત્રણ દિવસ સુધી લઈ શકો છો.

નારિયેળનું તેલ :

image source

આપ આપના ભોજનને શુદ્ધ કોલ્ડ પ્રેસ કોકોનટ ઓઈલમાં બનાવી શકો છો કે તેને કાચું પણ ખાઈ શકો છો. એમાં રહેલ લૌરિક એસીડ અને કૈપ્રેટ્રીક એસીડ વાઈરલની વિરુદ્ધ પ્રતિરક્ષા પ્રણાલીને વધારવાનું કામ કરે છે.

રેસવેરટ્રોલ થી ભરપુર ખાદ્ય પદાર્થ:

image source

સિંગ, પીસ્તા, દ્રાક્ષ, બ્લુબેરી, ક્રેનબેરી, સ્ટ્રોબેરી અને અહિયાં સુધી કે કોકો અને ડાર્ક ચોકલેટ જેવા પદાર્થ રેસવેરાટ્રોલનો ભંડાર હોય છે. આ એક એવું તત્વ છે, જે ફંગલ સંક્રમણ, અલ્ટ્રા વાયોલેટ વિકિરણ, તણાવ અને ઘાવ સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.

વિટામીન સીથી ભરપુર ખાદ્ય પદાર્થ:

image source

વિટામીન સીથી ભરપુર ખાદ્ય પદાર્થ જેવા કે આમળાં, લાલમરચું, પીળા મરચા, સંતરા, લીંબુ, બ્લુબેરી ઇમ્યુનિટી સિસ્ટમને મજબુત બનાવવાનું કામ કરે છે. જો આપ વારંવાર બીમાર પડી રહ્યા છો, તો આપે આ વસ્તુઓનું સેવન શરુ કરી દેવું જોઈએ.

અજમા અને તુલસીના પાન:

image source

એંટી વાઈરલ ઔષધિઓ જેવી કે અજમા અને તુલસીના પાન ઇમ્યુનિટી સીસ્ટમને વધારવા માટે ખુબ સારું છે. તેના શ્વસન સંબંધી સ્વાસ્થ્ય માટે ચા કે મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો.

સૂપ:

image source

ઇમ્યુનિટી સિસ્ટમને મજબુત કરવા માટે આપ રોજ સૂપ પણ પી શકો છો. એના માટે આપને શક્કરીયા, લસણ અને લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. આ બધી સામગ્રીઓને એકસાથે ભેળવીને સૂપ બનાવો. આ સૂપ શરદી, ફ્લુ અને વાઈરલની વિરુદ્ધ લડવામાં અને આપની ઈમ્યુન સિસ્ટમને મજબુત કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ