આલિયા ભટ્ટના ફોનના હોમસ્ક્રીન પરની તસ્વીરમાં આલિયા કોને ભેટી રહી છે ?

આલિયા ભટ્ટના ફોનના હોમસ્ક્રીન પરની તસ્વીરમાં આલિયા કોને ભેટી રહી છે ?

image source

આલિયા અને રનબીર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અને તેમના રોમાન્સની ચર્ચા પણ એક નહીંને બીજા દિવસે ઉડતી રહે છે. તેમના ફેન્સે તો તેમની કેમિસ્ટ્રી હજુ સુધી ઓનસ્ક્રીન તો નથી જોઈ પણ જ્યારે જ્યારે તેઓ જાહેરમાં એકબીજા સાથે જોવા મળે અથવા તો એકબીજાના કૌટુંબિક પ્રસંગોમાં જોવા મળે ત્યારે તેમની કેમિસ્ટ્રી ઉડીને આંખે વળગે તેવી હોય છે.

image source

આલિયાને બુધવારની રાત્રે આકાંક્ષા રાજન કપૂરની ડેબ્યુ ફિલ્મ ગીલ્ટીના સ્ક્રીનીક પર જોવામાં આવી હતી. અને તે દરમિયાન આલિયાએ પોતાના રનબીર પ્રત્યેના પ્રેમની હીન્ટ તેના ફેન્સને આપી જ દીધી છે.

તાજેતરમાં તેણીની પાપારાઝી દ્વારા કેટલીક તસ્વીરો લેવામાં આવી હતી અને તે જ તસ્વિરમાં તેના હોમસ્ક્રીન પર તેના ફેન્સની નજર પડી અને ત્યારથી તેવે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તે આલિયા અને રનબીરની રોમેન્ટિક તસ્વીર છે. આમ આલિયા હંમેશા પોતાના રનબીરને પોતાની સાથે રાખે છે.

image source

સામાન્ય રીતે આપણે આપણા હોમ સ્ક્રીન પર આપણા માતાપિતા, બાળકો, પતિ કે ફેમિલીની તસ્વીર રાખતા હોઈએ છે. પણ આલિયાના હોમ સ્ક્રીન પર તેનો અને રનેબીરની રોમેન્ટિક તસ્વીર જોવા મળી છે આમ ભલે આ બન્નેએ જાહેરમાં પોતાના પ્રેમનો સ્વિકાર ક્યારેય ન કર્યો હોય પણ આલિયાના હોમ સ્ક્રીન પરથી તો ફેન્સે તો તેમના સંબંધને ઓફિશિયલ માની જ લીધો છે.

image source

આલિયાના ફોનની આ તસ્વીર તેણીના ફેનક્લબ પેજ પર શેર કરવામાં આવી છે. જેમાં બન્ને લવબર્ડ્સ એકબીજાને ભેટી રહ્યા છે. જેમાં તેણીએ ભારતીય પરંપરાગત વસ્ત્રો પહેર્યા છે જ્યારે રનબીરે શેરવાની કે સફારી સૂટ પહેર્યો હોય તેવું લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by RANBIR❤ALIAA 🔵 (@ranbir_aliaa) on

છેલ્લા કેટલાક મહિનાઓથી સતત એવી અફવાઓ ફેલાયા કરે છે કે તેઓ આ વર્ષના ડીસેમ્બરમાં મેરેજ કરવા જઈ રહ્યા છે. તે વિષે આલિયાએ એક ઇન્ટર્વ્યુમાં કંઈક આમ કહ્યું હતું, “મને નથી ખબર કે આજકાલ કઈ અફવા ચાલી રહી છે. મને એવું લાગે છે કે દર ત્રણ અઠવાડિયે વેડીંગની નવી તારીખો તેમજ અફવાઓ ફેલાયા કરે છે. મને તેમાં ખૂબ મનોરંજન મળે છે… મને આ બધી અફવાઓમાંથી માત્રને માત્ર મનોરંજન જ મળી રહ્યું છે.”

image source

જો કે તેઓ ખરેખર ક્યારે મેરેજ કરશે અને રનબીરના પૂર્વ સંબંધો જોતાં તેમનો સંબંધ લગ્ન સુધી પહોંચશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે ત્યારે તેમના ફેન્સે આ વર્ષના અંતમાં આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં તેમની કેમિસ્ટ્રી જોઈને જ સંતોષ માનવો પડશે.

બ્રહ્માસ્ત્રના જ સેટ પર આલિયા અને રનબીર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. અને આલિયા ફિલ્મોમાં આવી તે પહેલાં જ રનબીર તેનો પ્રથમ ક્રશ રહ્યો છે. જો કે તેમણે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો સ્વિકાર કર્યો નથી પણ તેઓ એકબીજાના કૌટુંબિક પ્રસંગોમાં અવારનવાર જોવા મળ્યા છે.

image source

થોડા સમય પહેલાં રનબીરના ફોઈના દીકરા અરમાન જૈનના લગ્નમાં પણ તે બન્ને રનબીરની માતા નિતુ કપૂર સાથે જોવા મળ્યા હતા. તો તે પહેલાં રઋષી કપૂરની તબિયત લથડતાં આલિયા એકધારી તેમની સાથે દિલ્લીની હોસ્પિટલમાં હાજર રહી હતી.

image source

હાલ આલિયા રનબીર સાથે જ આયાન મુખર્જી દીગ્દર્શીત ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તમે આ બન્ને ઉપરાંત અમિતાભ બચ્ચન, ડીમ્પલ કાપડિયા, નાગાર્જુન અને મૌની રોયને પણ જોઈ શકશો. ત્યાર બાદ રનબીર પોતાના નેક્સ્ટ પ્રોજેક્ટ શમશેરાના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે જ્યારે બ્રહ્માસ્ત્રનું શુટિંગ પૂર્ણ થયા બાદ તરત જ આલિયા સંજય લીલા ભણસાળીની ગંગુ બાઈ કાંઠિયાવાડીમાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ