અંબાણીના લગ્ન તો જોયા પણ શું તમે આ સમય દરમિયાન આ લગ્નની નોંધ લીધી?

હમણાં તો જે લગ્નની સીઝન ચાલી રહી હતી તેમાં ઘણા બધા ફેમસ લોકોના પણ લગ્ન થયા હવે એવું તો હતું નહિ કે ફક્ત ફેમસ લોકોના જ લગ્ન થયા હતા. બીજા ઘણા બધા સામાન્ય લોકોના પણ લગ્ન થયા હતા. પણ જે રીતે મીડિયા અને સોશિયલ મીડિયામાં જે રીતે ઈશા અંબાણીના લગ્નને બતાવવામાં આવી રહ્યા હતા તેની સામે બધા બોલીવુડ અને બીજા ફેમસ લગ્નને ઝાંખા પાડી દીધા હતા. હશે ઈશાના લગ્નની તો બધી માહિતી અને ફોટો તમને મળી ગયા હશે પણ આજે અમે તમને જણાવવાના છે એક એવા લગ્ન વિષે જેના વિષે જાણીને તમને ખરેખર ગર્વ થશે કે હજી આપણા સમાજમાં આવા લોકો વસે છે જે ફક્ત પોતાનું જ નહિ પણ બીજાનું પણ વિચારે છે.
સોશિયલ મીડિયા પર હમણાં એક બીજા કપલના લગ્નની પણ બહુ ચર્ચા ચાલી રહી હતી. એ કપલ ઈશા અંબાણી જેટલું અમીર તો નહોતું, પણ તેઓએ તેમના લગ્નમાં જે કાર્ય કર્યું એ તમને વિચારમાં પાડી દેશે. તેમના વખાણ તમે પણ કરશો. આવો બંને લગ્નની તુલના કરીએ એક તરફ છે ઈશા અંબાણીના લગ્ન અને એક તરફ છે આ સામાન્ય કપલ. શું ફરક છે એ તમે જાતે જ જોઈ શકશો.
શરુ કરીએ ઈશા અંબાણીના લગ્નની માહિતીથી.
૧. લગ્ન પહેલાની પાર્ટીમાં આવવાવાળા મહેમાનો માટે ઉદય વિલાસ હોટલ સિવાય ઉદયપૂરમાં આવેલ બીજી પણ ફાઈવસ્ટાર હોટલ બુક કરવામાં આવી હતી. અને ત્યાં આવનાર દરેક મહેમાન પર અનોખી રીતે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. ત્યાં આવનાર મહેમાનમાં ફેમેલી અને ફ્રેન્ડસ પણ હતા અને તેમની માટે ૪૦ ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની એક કલાકની કિમત ૧ લાખ ૪૦ હજાર હતી. આના સિવાય એરપોર્ટથી મહેમાનોને લેવા મુકવા માટે BMW અને Jaguar જેવી ગાડીઓ ઉપયોગમાં લેવામાં આવી હતી.
ઈશાના લગ્ન માટે નેપકીન પણ એ મનીષ મલ્હોત્રા પાસે ડીઝાઇન કરાવવામાં આવ્યા હતા. ઈશાની વેડિંગ પાર્ટીમાં એક રાત રોકવા માટેની કિમત ૫૮ હજાર રૂપિયા હતી.

આ લગ્નને એક બીગ બજેટ લગ્ન કહેવામાં આવે છે આ લગ્નમાં બધું જ હતું પણ હવે તમને જણાવીએ બીજા એક લગ્નની માહિતી જે બીગ બજેટ તો નથી પણ બહુ જ અનોખી છે.
આ લગ્ન થયા હતા તામિલનાડુ લગ્ન બહુ સામાન્ય હતા. આ કપલનું નામ છે વીણા અને વિગ્નેશ. હા આ બંને કપલે નક્કી કર્યું હતું કે તેઓ પોતાના લગ્નમાં કોઈપણ વધારાનો ખર્ચ કરશે નહિ એટલું જ નહિ તેઓ ખાવાનું અને ફૂલો પણ બગાડશે નહિ. આવો વિગતે જણાવીએ કે શું થયું હતું તેમના લગ્નમાં.
તેમના લગ્નમાં ખાવાના ઉપયોગમાં પ્લાસ્ટિકની થાળીઓનો કે કોઈપણ પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ થયો નહોતો, લગ્નમાં મહેમાનોને જમવાનું કેળના પાન પર આપવામાં આવ્યું હતું અને પાણી પીવા માટે પણ તેઓને સ્ટીલના ગ્લાસ આપવામાં આવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ આ કન્યા કે જેનું નામ વીણા છે તેમણે પોતાના લગ્નના દિવસ માટે કોઈપણ નવા કપડા કે દાગીનાની ખરીદી કરી નહોતી. તેમણે પોતાની દાદીએ જે કપડા પોતાના લગ્નમાં પહેર્યા હતા એ કપડા અને દાગીના પહેર્યા હતા.

ત્યાં આવનાર દરેક મહેમાન માટે ખુરશીઓ મુકવામાં આવી નહોતી તેમણે દરેકની માટે ગાદલા મુકાવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ ડેકોરેશનમાં જે પણ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ઉપયોગ તેઓએ ખાતર બનાવવા માટે કર્યો હતો. એટલું જ નહિ તેમણે કોઈપણ મહેમાન પાસેથી કોઈપણ ભેટ સ્વીકારી નહોતી. તેમણે દરેક મહેમાનને રીટર્નગીફ્ટ આપી હતી અને તેમાં બધાને પેપર સીડ્સ આપવામાં આવ્યા હતા.
તેમણે લગ્નમાં વધેલા ભોજનને વેસ્ટમાં નહોતું જવા દીધું જરૂરિયાત ધરાવતા લોકોને તેઓએ વધેલું ભોજન કરાવ્યું હતું.
એવું બિલકુલ નથી કે આ કપલ બહુ ગરીબ હતું કે પછી તેઓ સારી રીતે લગ્ન કરી શકે તેમ નહોતા, તેમણે બસ ફક્ત એક નિર્ણય લીધો હતો કે તેઓ વધારાનો કોઈપણ ખર્ચ કરશે નહિ. તેઓ પોતાનું લગ્ન એ સર્વ સામાન્ય રીતે કરવા માંગતા હતા. આ સાદગી પૂર્ણ લગ્નથી આપણે પણ ઘણુબધું શીખવાની જરૂરત છે. જો તમે પણ આવા કોઈ લગ્નમાં ગયા છો કે પછી આવા કોઈ વ્યક્તિને ઓળખો છો તો તેમની વિગતો કોમેન્ટમાં અમારી સાથે શેર કરી શકો છો.