મેથીના દાણા – વજન ઘટાડવાથી લઈને હાડકા પણ મજબુત કરે છે જાણો બીજા કેટલાક ફાયદા…

આપણા ઘરના રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેના ઉપયોગથી સ્વાસ્થ્યની ઘરગથ્થુ ઉપાયથી કાળજી લઈ શકીએ છીએ. રસોડાની એવી અનેક વસ્તુઓ છે જેનાથી આપણા શરીરના બહુ મોટા મોટા રોગ અને બીજી ઘણી નાની મોટી તકલીફો દૂર થઇ શકે છે. આવી જ એક વસ્તુ છે મેથીના દાણા. હા, આપણે જે મેથીના દાણા એ ખાવામાં ઉપયોગ માટે લઈએ છીએ. મેથી સ્વાસ્થ્ય માટે એક અચૂક ઔષધીનું કામ કરે છે. મેથના દાણાને રાત્રે પલાળીને સવારે ખાલી પેટે ચાવીને ખાવાથી અને બાકીનું બચેલું પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યથી જોડાયેલ દરેક સમસ્યા દૂર થઇ જશે. મેથીમાં ઘણા પ્રકારના ગુણ અને પોષકતત્વો હોય છે, જેમાં કેરોટીન, કોપર, ઝીંક, ફોલિકએસીડ અને મેગ્નેશિયમ વગેરે સામેલ છે. આવો તેના ફાયદા પર કરીએ એક નજર.

ગેસની સમસ્યા કરે છે દૂર : મેથીના દાણા શરીરમાંથી ટોક્સીન બહાર કાઢીને કીડનીને હેલ્ધી રાખે છે આના સિવાય આ ગેસ્ટ્રીક તકલીફને પણ દૂર કરી આપે છે, બળતરા અને એસીડીટીની તકલીફમાંથી પણ તમને રાહત મળશે.

બ્લડ પ્રેશર માટે : જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની પરેશાની હોય તેમની માટે પલારેલી મેથી ફાયદાકારક રહેશે. રાત્રે સોયાબિન અને મેથીને પાણીમાં પલાળીને મુકવા અને બીજા દિવસે સવારે અને સાંજે ૫ ગ્રામ લેવાની રહેશે. આનાથી લોહી એ શરીરમાં પરિભ્રમણ બરોબર કરશે અને બ્લડ પ્રેશરમાં પણ રાહત આપશે.

ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક : જો તમને ચહેરા પર ખીલની સમસ્યા છે અને વાળ પણ ખરી રહ્યા છે તો તમારે પલાળેલ મેથીના દાણાની પેસ્ટ બનાવીને તેને વાળમાં લગાવવાની છે આમ કરવાથી તમારા વાળ એ મજબુત બનશે અને તમારા વાળ બહુ જલદી સફેદ પણ નહિ થાય.

શુગર પણ કંટ્રોલમાં રહે છે : મેથીના દાણામાં રહેલ ફાય્બર્સ એ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે અને ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે.

બવાસીર માટે ઉપયોગી : બવાસીર એક ગંભીર સમસ્યા છે આનાથી જે તે વ્યક્તિને બહુ તકલીફ સહન કરવી પડતી હોય છે. રાત્રે પલાળેલ મેથી અને સોયાનું પાણી એ સવારમાં પીવાનું રહેશે આમ કરવાથી તમને બવાસીરમાં બહુ ફાયદો થશે.

વજન ઘટાડવા માટે પણ છે મદદરૂપ : પલાળેલ મેથી બહુ જલદી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે તમારે દરરોજ સવારે મેથી અને તેનું પાણી પીવાનું રહેશે. આનાથી

વજન તો ઘટશે જ પણ સાથે સાથે તમને કોઈપણ બીમારી પણ નહિ થાય. સવારે મેથીના દાણા ખાવાથી દિવસ દરમિયાન બહુ ઓછી ભૂખ લાગે છે એટલે તમે વધારાનું અને ફાલતું ખાવાનું ખાવાથી બચી શકશો.

હાડકાઓની સમસ્યાથી રાહત : મેથીના દાણામાં હાડકાઓની તકલીફમાંથી પણ રાહત આપવાનું કામ કરે છે. રાત્રે મેથીને પલાળવાથી તેના ગુણો વધી જાય છે એટલા માટે તેને હંમેશા પલાળેલા જ ખાવા. સાંધાના દુખાવામાં પણ મેથી બહુ રાહત આપે છે.