આ અનેક વસ્તુઓને સાફ કરી દો સેલોટેપથી, જાણી લો સરળ ટિપ્સ તમે પણ

સેલોટેપનો ઉપયોગ

image source

આપને કદાચ ખબર નહી હોય, પરંતુ આપના પોતાના ઘરમાં રહેલ સેલોટેપની મદદથી પોતાની કેટલીક નાની-મોટી તકલીફોને સરળતાથી દુર કરી શકો છો.

સેલોટેપ એક એવી વસ્તુ છે, જે દરેક વ્યક્તિના ઘરમાં સરળતાથી મળી જાય છે. સામાન્ય રીતે મહિલાઓ આ સેલોટેપની મદદથી ગીફ્ટ રેપ કરે છે કે પછી બાળકોની બુક્સના ફાટી ગયેલ પેજને ચોટાડે છે.

પરંતુ સેલોટેપનો ઉપયોગ ફક્ત એટલા સુધી જ મર્યાદિત નથી. જોવામાં પણ ભલે આ સામાન્ય વસ્તુ જેવી લાગે, પરંતુ ખરેખરમાં આ એક ખુબ જ કામની વસ્તુ છે. આપ આ જ સેલોટેપની મદદથી ઘરમાં દરરોજ થતી કેટલીક પ્રકારની નાની-મોટી તકલીફોને દુર કરી શકે છે એટલું જ નહી, આ વસ્તુઓને ચીપકાવા સિવાય ઘરની સફાઈમાં પણ આપને કામ આવી શકે છે.

image source

જો હજી સુધી આપ પણ સેલોટેપને એક સામાન્ય વસ્તુ માનતા આવ્યા છો તો ખરું માનીએ, આ લેખને વાંચ્યા પછી આપને આ સેલોટેપ ખરેખરમાં ખુબ જ કામની વસ્તુ લાગવા લાગશે. આ સાથે જ આપ તેને એક જ નહી, પરંતુ ઘણા પ્રકારથી ઉપયોગ કરી શકશો. તો ચાલો જાણીએ સેલોટેપના કેટલાક અનોખા ઉપયોગ વિષે..

વાળ હટાવવા માટે.:

image source

જેના ઘરોમાં પાલતું પ્રાણી હોય છે, ત્યાની મહિલાઓના મોટાભાગના કપડાઓ પર તેમના પાલતું પ્રાણીના વાળ ચોટેલા જોવા મળે છે અને આવા ચોટેલા વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. આમ તો પાલતું પ્રાણીઓના વાળને હટાવવા માટે બજારમાં લીંટ રોલર મળે છે.

પરંતુ જો આપની પાસે લીંટ રોલર નથી, તો આપ આપના ઘરમાં રહેલ સેલોટેપનો ઉપયોગ કરીને સરળતાથી પાલતું પ્રાણીના વાળને હટાવી શકો છો. એટલા માટે આપ કપડાની ઉપર સેલોટેપ લગાવીને તેને હળવા હાથથી રબ કરો ત્યાર પછી તે સેલોટેપને ઝડપથી હટાવી દો. એનાથી સેલોટેપની સાથે સાથે કપડા પર લાગેલ પાલતું પ્રાણીના વાળ પણ હટી જશે.

કી-બોર્ડની સફાઈ.:

image source

આપ સેલોટેપની મદદથી આપના ઘરના લેપટોપ અને કમ્પ્યુટરના કઈ-બોર્ડની સફાઈ ખુબ જ સરળતાથી પણ કરી શકો છે. કેટલીક વાર ડેસ્ક પર સ્કેનીંગ કરતા સમયે કેટલાક નાના-નાના પાર્ટીકલ્સ કી-બોર્ડમાં ચાલ્યા જાય છે અને પછી તેને કી-બોર્ડમાંથી કાઢવું ખુબ મુશ્કેલ થઈ જાય છે. આવામાં આપ સેલોટેપની મદદથી કી-બોર્ડની સફાઈ કરી શકો છો.

એના માટે આપે સેલોટેપને વચ્ચેથી અડધી વાળી દો અને લેપટોપ અને કમ્પ્યુટરના કી-બોર્ડની keysની વચ્ચેની જગ્યા પર રાખીને હળવું દબાણ આપો. ત્યાર પછી આપ આ સેલોટેપને બહાર લઈ લેવી. આમ કરવાથી સેલોટેપની સાથે સાથે તે નાના પાર્ટીકલ્સ પણ સેલોટેપની સાથે ચોટીને બહાર નીકળી જાય છે.

લેબલિંગ કરો.:

image source

કિચનમાં જયારે બધા જ ડબ્બાઓને યોગ્ય રીતે ઓર્ગેનાઈઝ અને લેબલિંગ કરીને રાખવામાં આવે છે તો એનાથી કિચનમાં કામ કરવામાં ખુબ જ સરળતા થઈ જાય છે. આપ કિચનમાં ડબ્બાઓની લેબલિંગ સેલોટેપની મદદથી કરી શકો છો. એટલા માટે આપે પહેલા કમ્પ્યુટરમાં સોલ્ટ, સુગર, બ્લેક પેપર જેવા શબ્દોને લખીને તેની એક પેપર પર પ્રિન્ટ આઉટ કાઢી લો.

ત્યાર પછી આપે સેલોટેપના નાના-નાના ટુકડાઓ કરીને પ્રિન્ટ કરેલ શબ્દો પર ચોટાડી દો. હવે તેને હાથની મદદથી હળવું દબાવો. હવે તેને નાના-નાના ટુકડામાં કાપી લો અને ત્યાર પછી એક પાણી ભરેલ બાઉલમાં આ બધી ચિઠ્ઠીઓનો એક મિનીટ માટે પલાળી રાખો.

image source

ત્યાર પછી આપે આ ચિઠ્ઠીઓને રબ કરતા કરતા કાગળને સેલોટેપ પરથી હટાવી લો. કાગળની ઉપર લખેલ નામ સેલોટેપની ઉપર આવી જાય છે. હવે આપની લેબલિંગ તૈયાર થઈ ગઈ છે. હવે આપ આ તૈયાર થયેલ લેબલિંગને કિચનના ડબ્બાઓની ઉપર ચોટાડી શકો છો.

શુ લેસની તકલીફ દુર કરે છે. :

image source

જયારે જૂતા જુના થઈ જાય છે તો શુ લેસના છેલ્લા અણીવાળો ભાગ ખરાબ થઈ જાય છે અને જલ્દીથી જુતામાં નથી જતા. જેના લીધે ઘણી તકલીફ થાય છે. કેટલીક વાર તો અણીવાળો ભાગ ખરાબ થઈ ગયા પછી તેમાંથી ધાગા પણ નીકળવા લાગે છે. આ બધી તકલીફોથી બચવા માટે આપ સેલોટેપને લઈને શુ લેસના છેડા પર લગાવો. આમ કરવાથી શુ લેસના છેડા ફરીથી એકવાર અણીવાળા થઈ જશે, જેનાથી તે જુતામાં સરળતાથી જઈ શકશે. આના સિવાય શુ લેસના ધાગા નીકળવાની શક્યતા પણ ખતમ થઈ જશે.

નેલ આર્ટ કરો.:

image source

જી હા, સેલોટેપની મદદથી આપ ઘણા પ્રકારના નેલ આર્ટ પણ કરી શકો છે. આ ટ્રીકની મદદથી બીગનર્સ માટે ખુબ જ કારગત નીવડે છે. એટલા માટે આપને જે ડીઝાઇન જોઈએ, નાની-નાની સેલોટેપ કાપીને પોતાના નખ પર ચોટાડો. બાકી રહેલ નખ જ્યાં સેલોટેપ નથી ત્યાં નેલ પેંટ લગાવો. જયારે નેલપેંટ સુકાઈ જાય તો આપે આ સેલોટેપને હટાવી દો અને પછી બાકી રહેલ નખ પર પણ નેલપેંટ લગાવીને યુનિક ડીઝાઇન બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ