…અને 11 વર્ષ પહેલા જયા પ્રદાએ વિચાર્યુ હતુ આત્મહત્યા કરવાનું, પણ પછી આ વ્યક્તિના સાથથી બચી ગઇ જીંદગી

જયા પ્રદા

image source

બોલીવુડમાં કેટલાક વર્ષો રાજ કર્યા પછી અભિનેત્રી જયા પ્રદા હવે રાજનીતિમાં વધારે સક્રિય જોવા મળી રહી છે. અભિનેત્રી માંથી પોલીટીશીયન બની ગયેલ જયા પ્રદા થોડાક સમય માટે એક લિટરેચર ફેસ્ટીવલમાં પહોચી હતી. આ ફેસ્ટીવલ દરમિયાન જયા પ્રદાએ પોતાના જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્યો ખોલ્યા. અભિનેત્રી જયા પ્રદા જણાવે છે કે, જીવનના મુશ્કેલ સમયમાં તેમનો સાથ કોણે આપ્યો.

image source

આની સાથે જ જયા પ્રદા એ પણ જણાવે છે કે, એક સમય એવો પણ આવ્યો હતો જયારે તેઓ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. આજે અમે આપને એક અભિનેત્રી માંથી પોલીટીશીયન બનેલ જયા પ્રદા વિષે કેટલીક વાતો જણાવીશું જેને આપ પહેલા ક્યારેય વિચારી પણ નહી હોય.

image source

લિટરેચર ફેસ્ટીવલ દરમિયાન જયા પ્રદાએ જણાવ્યું હતું કે, ‘મારા જીવનમાં કેટલીક વ્યક્તિઓએ મારી મદદ કરી છે અને અમર સિંહજી મારા ગોડફાધર છે. અમર સિંહ ડાયાલીસીસ પર હતા અને તેમની સાથેના મારા ફોટોઝને ખોટી રીતે ફેલાવવામાં આવ્યા. હું રડી રહી હતી અને કહી રહી હતી કે, હવે મારે વધારે નથી જીવવું, હું આત્મહત્યા કરવા ઈચ્છું છું.

હું ખુબ તણાવમાં હતી અને કોઈપણ વ્યક્તિએ મારું સમર્થન કર્યું નહી. ડાયાલીસીસથી આવ્યા પછી ફક્ત અમર સિંહજી મારા સાથે ઉભા રહ્યા અને મારું સમર્થન કર્યું.’ અહિયાં આપને જણાવી દઈએ કે, જયા પ્રદાએ વર્ષ ૨૦૦૯ની ચુંટણી દરમિયાન આઝમ ખાન પર અશ્લીલ ફોટોઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

image source

જયા પ્રદા પોતાની વ્યક્તિગત જીવનના વિષયમાં ખુબ જ ઓછી વાત કરે છે. જયા પ્રદાએ વર્ષ ૧૯૮૬માં ફિલ્મ પ્રોડ્યુસર શ્રીકાંત નાહટા સાથે લગ્ન કર્યા. જયા પ્રદાએ શ્રીકાંત નાહટાની બીજી પત્ની હતા. શ્રીકાંત નાહટાને પહેલી પત્ની ચંદ્રા નાહટાથી ત્રણ બાળકો પણ છે. તે સમયે જયા પ્રદાના લગ્નથી ઘણો મોટો વિવાદ પણ ઉભો કર્યો હતો કેમ કે, શ્રીકાંત નાહટાએ પોતાની પહેલી પત્ની ચંદ્રા નાહટાને તલાક આપ્યા હતા નહી અને તેમ છતાં જયા પ્રદાએ શ્રીકાંત નાહટા સાથે લગ્ન કરી લીધા હતા.

image source

શ્રીકાંત નાહટાની પહેલી પત્ની ચંદ્રા નાહટા અને જયા પ્રદા વચ્ચે સહમતિ થઈ ગઈ અને બન્ને સાથે રહેવા લાગ્યા. જયા પ્રદા સાથે લગ્ન કર્યા પછી પણ શ્રીકાંત નાહટાને પોતાની પહેલી પત્નીએ તેમના એક બાળકને જન્મ આપ્યો. જયા પ્રદા અને શ્રીકાંત નાહટાના કોઈ બાળક નથી, જો કે, એકવાર ઇન્ટરવ્યુમાં જયા પ્રદાએ બાળકની ઈચ્છા જાહેર કરી હતી અને તેઓ ઈચ્છતા હતા કે તેમને પણ બાળક હોય.

image source

આવી પરિસ્થિતિમાં, કરિયરની બુલંદીઓ સુધી પહોચી ગયા પછી જયા પ્રદાએ રાજનીતિ તરફ વધવાનું શરુ કર્યું. જયા પ્રદાએ વર્ષ ૧૯૯૪માં તેલુગુ દેશમ પાર્ટીમાં સામેલ થઈ ગયા. વર્ષ ૨૦૦૦માં જયા પ્રદાએ તેલુગુ દેશમ પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા. એવું માનવામાં આવી રહ્યું છે કે, જયા પ્રદાને પાર્ટીમાં લાવવા પાછળ અમર સિંહની મહત્વની ભૂમિકા હતી.

image source

જયારે અમર સિંહે સમાજવાદી પાર્ટી માંથી અલગ થયા તો જયા પ્રદા પણ અમર સિંહ સાથે જ સમાજવાદી પાર્ટી માંથી અલગ થઈને રાષ્ટ્રીય લોકદળ પાર્ટીમાં સામેલ થયા. ત્યાર પછી વર્ષ ૨૦૧૯માં જયા પ્રદાએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ