આ ત્રણ સ્ત્રીની વાતો છે જોરદાર, જે આજે પણ છે તેમની સુંદરતાને કારણે ફેમસ

ભારતનો ઇતિહાસ ઘણા બધા યુદ્ધોથી ભરેલો છે. આ યુદ્ધો પાછળ ઘણા કારણો જવાબદાર રહ્યા છે જે ક્યારેક યોગ્ય અયોગ્ય પણ રહ્યા છે. તેમજ ઘણા યુદ્ધો તો એવા થયા છે કે જેનો ભોગ સામાન્ય પ્રજા બની છે. આજે એવાં જ ત્રણ યુદ્ધની વાત કરવાના છીએ. જેનું કારણ સ્ત્રીઓની સુંદરતા બની છે.

આપને થશે કે એવી તો કેવી સુંદરતા કે જેના કારણે મોટા યુદ્ધો થયા? સાચે જ એ રાણીઓની સુંદરતા સામે આજની અભિનેત્રી હોય કે પ્રસિદ્ધ મોડલનું આ રાણીઓની સામે એકદમ ફીકી પડી જાય. આ સ્ત્રીઓની સુંદરતાના આજે પણ ઘણા દિવાનાઓ મળી આવે છે.

image source

ભારતના ઇતિહાસમાં સ્ત્રીઓની સુંદરતાના કારણે જે યુદ્ધો થયા છે તેમાં ઘણા વીરો શહીદ થઈ ગયા તો ક્યાંક તો આખું નગર કે કિલ્લોનો જ ભોગ લેવાઈ ગયો.

આ ત્રણ સ્ત્રીઓમાં સૌથી પહેલા આવતી રાણી એ છે ચિતોડગઢની રાણી પદ્મિની. રાણી પદ્મિની ઇતિહાસની સૌથી સુંદર રાણી હતી. કહેવાય છે કે ચિતોડગઢની રાણી પદ્મિનીને પામવા ખીલજીએ સતત આઠ મહિના સુધી ચિતોડળગઢની સીમા પર ડેરો જમાવ્યો હતો. તેમછતાં જ્યારે કઈ હાથ ના લાગ્યું તો છેલ્લે ખીલજીએ એકવાર રાણી પદ્મિનીને જોવાની માંગ કરી ત્યારે સંકટ ટાળવા માટે રાણી પદ્મિનીને એકવાર થોડીક ક્ષણ માટે જોવા દેવામાં આવી ત્યાર બાદ ખીલજીને રાણી પદ્મિનીને પામવાની ઈચ્છા થઈ હતી.

image source

ખીલજીના આ ઇરાદની જાણ થતાં જ ચિતોડગઢના રાજા રતનસિંહ અને તેમની સેનાએ ખીલજીનો અને તેની સેનાનો સામનો કરતા પોતાના જીવની આહુતિ આપી દીધી. ચિતોડગઢના દરેક પુરુષોએ એ દિવસે કેશરીયા કરીને યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે જ બીજી બાજુ ચિતોડગઢની રાણી પદ્મિનીએ અન્ય સ્ત્રીઓ સાથે મળીને જૌહરની તૈયારી કરવા લાગ્યા હતા. જયારે ખીલજી યુદ્ધમાં ચિતોડગઢના રાજા અને તેમની સેનાને હરાવીને કિલ્લામાં પ્રવેશ કર્યો તો ખીલજીને ફક્ત જૌહર કુંડમાં સળગતી આગ જ જોવા મળી.

image source

આમ રાણી પદ્મિનીએ પોતાની અને અન્ય રાજપૂત સ્ત્રીઓની આબરૂ બચાવવા માટે જૌહર કુંડની અગ્નિમાં પોતાની જાતે કુદી ગઈ હતી. આજે પણ રાજપૂત સમાજમાં રાણી પદ્મિનીની પૂજા કરવામાં આવે છે. રાણી પદ્મિનીની પર આધારિત ફિલ્મ જેમાં દીપિકા પાદુકોણે રાણી પદ્મિનીના કિરદારમાં જેટલી સુંદર બતાવાઈ હતી તેના કરતાં પણ અનેકગણી સુંદરતા રાણી પદ્મિની ધરાવતા હતા. આમ રાણી પદ્મિનીની સુંદરતાના કારણે આખું ચિતોડગઢ સમાપ્ત થઈ ગયું હતું.

image source

ઇતિહાસમાં બીજા નંબરની સુંદર રાણી એટલે કે જોધા બાઈ. જોધા બાઈ પણ પોતાના સમયની સૌથી સુંદર રાણી રહી ચુકી છે. તે સમયે દિલ્લીની ગાદી પર બાદશાહ અકબરનું રાજ ચાલતું હતું. બાદશાહ અકબર ખૂબ મહત્વકાંક્ષી હતો. તેને આખું હિન્દ જીતવાનું સપનું સાકાર કરવું હતું. તેવામાં બાદશાહ અકબર રાજસ્થાનના એક મેળામાં જાય ત્યાં તેમને આમેરની રાજકુમારી જોધા બાઈને જોવે છે. જોધાબાઈને જોતા જ બાદશાહ મોહીત થઈ જાય છે. ત્યાર બાદ જોધા બાઈને પામવા તેઓ આમેર પર ચઢાઈ કરે છે.

image source

આ વાતની જાણ થાય છે કે બાદશાહ અકબર જોધાબાઈ માટે આમેર પર ચઢાઈ કરી છે તો તેઓ યુદ્ધ કરે છે. પણ પાછળથી તેઓને લાગે છે કે આ રીતે યુદ્ધ કરવાથી આખું આમેર હોમાઈ જશે. આથી આમેર અને આમેરની પ્રજાની સુખાકારી માટે આમેરના રાજાએ પોતાની દીકરી જોધાબાઈને સમજાવે છે અને એક મુસલમાન બાદશાહ સાથે વિવાહ કરવા માટે મનાવે છે. ખરેખરમાં જોધાબાઈએ આમેર રાજ્ય સાથે થયેલા વેરથી પ્રજાના જીવનની રક્ષા અને સુખાકારી માટે જોધાબાઈ એ બાદશાહ અકબર સાથે સમાધાન રૂપે લગ્ન કર્યા હતા. જો આપે જોધા અકબર ફિલ્મમાં ઐશ્વર્યાને જોધાબાઈનું પાત્ર ભજવતા જોઈ હશે તો ખ્યાલ આવી શકે કે જોધાબાઈ ખરેખરમાં ખૂબ જ સ્વરૂપવાન રાણી રહી ચૂક્યા હતા.

ફિરોઝા.:

image source

ફિરોઝા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ફિરોઝા ખીલજીના દીકરી હતા. ફિરીઝાનો ઉલ્લેખ ખૂબ ઓછો જોવા મળે છે અમુક જ પુસ્તકોમાં ફિરોઝાનો ઉલ્લેખ મળી આવે છે. રાણી ફિરોઝા પણ તેમના સમયની રૂપવાન સ્ત્રીઓમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવતા હતા. તેમજ ઇતિહાસમાં ત્રીજા નંબરની ખુબસુરત સ્ત્રીનું સ્થાન પામ્યા છે. જ્યારે અલાઉદ્દીન ખીલજીની શાહી સેના સોમનાથ મંદિર ખંડિત કરીને શિવલિંગને દિલ્લી લઈ જઈ રહ્યા હતા ત્યારે શાહી સેના પર જાલોરના શાસક કન્નડ દેવે સેના પર હુમલો કરીને શિવલિંગ પાછું મેળવ્યું અને અલાઉદ્દીન ખીલજીની સેના હારી ગઈ હતી.

image source

આ વાતની જાણ અલાઉદ્દીન ખીલજીને થઈ તો તેણે યુદ્ધના મુખ્ય યોદ્ધા એવાં વિરામ દેવને દિલ્લી બોલાવ્યા હતા. જ્યારે વિરામ દેવ દિલ્લી પહોંચે છે અને ફિરોઝા વિરામ દેવને પહેલી નજરમાં જ પ્રેમ કરી બેસે છે. ફિરોઝા વિરામ દેવને પ્રેમ કરવા લાગ્યા આ વાતની જાણ અલાઉદ્દીન ખીલજીને થાય છે તો ખીલજી આ વિરામ દેવ સામે ફિરોઝા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પણ વિરામ દેવ વિચારવા માટે સમય માંગી લે છે અને પરત જાલોર આવી જાય છે. જાલોર આવ્યા બાદ વિરામ દેવ ફિરોઝા સાથેના વિવાહ પ્રસ્તાવ માટે ના પાડે છે.

image source

વિરામ દેવની ના જાણીને અલાઉદ્દીન ખીલજી જાલોર પર ચડાઈ કરે છે. જાલોરમાં થયેલ યુદ્ધમાં પહેલા વિરામ દેવના પિતા કન્નડ દેવ મૃત્યુ પામે છે. ત્યારબાદ આ યુદ્ધમાં વિરામ દેવ પણ મૃત્યુ પામે છે. વિરામ દેવના મૃત્યુના સમાચાર જ્યારે ફિરોઝાને મળે છે તો તેઓ યમુના નદીમાં કૂદીને આત્મહત્યા કરી લે છે. આમ, રાણી ફિરોઝાના કારણે જાલોર રાજવી અને તેની સમસ્ત પ્રજાનો ભોગ લેવાય ગયો.

તો, આ હતી ઇતિહાસની ત્રણ ખુબસુરત રાણીઓ જેમની ખૂબસૂરતી પાછળ ભારતના ઇતિહાસમાં નોંધનીય યુદ્ધો થયા હતા. ઉપરાંત આ યુદ્ધોનો ભોગ સૌથી વધુ સામાન્ય પ્રજાનો લેવાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ