શું તમે આ સાચી રીતે બ્રશ કરો છો? જો ‘ના’ તો આજથી જ કરો આ રીતે ટ્રાય

બ્રશ કરવાની આ રીત વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય ! જાણો તેના ફાયદા

image source

યોગ્ય રીતે દાંત ઘસવાથી માત્ર તમારા દાંત જ નહીં સુધરે પણ તમારું હૃદય પણ સ્વસ્થ બનશે

સામાન્ય રીતે લોકો પોતાના બાહ્ય દેખાવનો પુરતો ખ્યાલ રાખતા હોય છે. કારણ કે તે દેખાવથી જ લોકો તેમને જજ કરતા હોય છે. અને માટે જ તેઓ પોતાન લૂક પર વધારે ધ્યાન આપીને પોતાની આંતરિક સ્વચ્છતા કે પછી દેખાવ પરધ્યાન નથી આપતા હોતા.

image source

આપણે ખાવાના તો ભરપુર શોખીન હોઈએ છે પણ આપણા દાંતની સ્વસ્છતા પર જોઈએ તેટલું ધ્યાન નથી આપતા અને તેમાં બેદરકાર રહીએ છે.

પણ જો તમારા દાંત ચમકદાર અને સફેદ રહેશે તો તમારી સ્માઇલ પર ચાર ચાંદ લાગી જશે. કોઈ પણ વ્યક્તિના સુંદર સ્મિત પાછળ તેમના મોતી જેવા સફેદ ચમકીલા દાતનો બહોળો ફાળો રહેલો હોય છે.

image source

પણ તમને એ જણાવી દઈએ કે જો તમે તમારા દાંતની સ્વચ્છતા પર થોડું પણ વધારે ધ્યાન આપશો તો તેનો ફાયદો તમારા સુંદર દાંતને જ નહીં મળે પણ તમારા હૃદયને પણ મળશે.

વાસ્તવમાં આ તારણ એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. યુરોપની એક ડેન્ટલ રીસર્ચ સંસ્થા દ્વારા જાણવા મળ્યું છે કે દાંત પર બ્રશ કરવાથી અનિયમિત હાર્ટબીટની સમસ્યા અને સાથે સાથે હાર્ટ ફેલ્યોરનું જોખમ પણ ઘટી જાય છે.

ટુંકમાં નિયમિત યોગ્ય રીતે બ્રશ કરવાથી હૃદયના રોગોનું જોખમ ઓછું થાય છે.

image source

શા માટે દાંતની સફાઈ અત્યંત જરૂરી છે

દાંતની સ્વચ્છતા માટે તેમજ તેની સાથે જોડાયેલા વિવિધ રોગોના કારણે તેના પર અવારનવાર સંશોધન થતાં રહેતા હોય છે.

થોડા સમય પહેલાં થયેલા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે દાંતની યોગ્ય રીતે નિયમિત સફાઈ કરવામાં ન આવે તો લોહીમાં નુકસાનકારક બેક્ટેરીયા જતા રહે છે, જેનાથી શરીરમાં બળતરા થાય છે.

image source

અને તેના કારણે જ હાર્ટબીટ અનિયમિત થવા તેમજ હાર્ટ ફેલ થવાનું જોખમ વધી જાય છે.

ત્યાર બાદ આ બન્ને વચ્ચેના કનેક્શનને મજબુત બનાવવા માટે કોરિયન નેશનલ હેલ્ધ ઇન્શ્યોરન્સ સીસ્ટમ દ્વારા લગભગ ડોઢ લાખ કરતાં પણ વધારે લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો જેમાં ચાલીસથી માંડીને 79 વર્ષની ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

દાંતને સ્વચ્છ રાખવા માટે શું ધ્યાનમાં રાખવું

image source

– દાંતની યોગ્ય સફાઈ કરવા માટે સૌ પ્રથમ તો તમારું બ્રશ સ્વચ્છ હોવું આવશ્યક છે.

તમે જ્યારે સવારે બ્રશ કરો ત્યારે તમારા બ્રશને ગરમ પાણીમાં સાફ કરો જેથી કરીને તેના પર જામેલા બેક્ટેરીયા દૂર થઈ જાય અને આમ કરવાથી બ્રશનાં તાંતણા પણ સોફ્ટ થઈ જશે જેથી કરીને તમારા ગમ્સ પણ છોલાશે નહીં.

– આ ઉપરાંત તમારે દર ત્રણ થી ચાર મહિને તમારું બ્રશ પણ બદલી નાખવું જેઈએ. કારણ કે તમે તેને ગમે તેટલું સ્વચ્છ રાખશો અમુક હદથી વધારે તેમાંથી બેક્ટેરિયાને દૂર નહીં કરી શકો.

image source

– બ્રશ પસંદ કરતી વખતે પણ તમારે તમારા દાંતને ધ્યાનમાં રાખવાના છે. બજારમાં અનેક પ્રકારના બ્રશ અવેલેબલ છે જેમાંના દરેક કંઈ તમારા દાંતને અનુરુપ નથી હોતાં.

કેટલાક ખુબ મોટા હોય છે તો કેટલાક નાના હોય છે કેટલામાં ઝીકઝેક હોય છે તો કેટલાક સીધા હોય છે. તમારે તમારા અનુભવ પ્રમાણે બ્રશની પસંદગી કવરાની છે. બ્રશ પસંદ કરતી વખતે ખાસ તો તેના જે તાંતણા છે તે સોફ્ટ હોવા જરૂરી છે.

– ઘણા લોકો દાંત માત્ર ડોઢથી બે જ મિનિટમા સાફ કરી નાખે છે પણ વાસ્તવમાં તમારે દાંત સાફ કરતી વખતે પાંચ મિનિટ જેટલો સમય તો આપવો જ જોઈએ.

image source

ઘણા લોકોને નાહવા કરતાં દાંત સાફ કરવામાં વધારે સમય લાગે છે જેમાં કશું જ ખોટું નથી. માટે દાંતના એક એક ખૂણાને હળવા હાથે બ્રશ ફેરવી સાફ કરો

– બ્રશ પર વધારે ટૂથ બ્રશ લગાવવાથી દાંત વધારે સાફ રહેશે તેવા ભ્રમમાંથી બહાર આવો. તમારે બ્રશ પર માત્ર વટાણાના દાણા જેટલી જ પેસ્ટ લેવી. અને દાંતને સર્ક્યુલર રીતે ઘસવા. આમ કરવાથી દાંતમાં ફસાયેલી ગંદકી દૂર થશે. પણ આ બધું જ તમારે હળવા હાથે કરવું.

image source

– દાંતના દરેક ભાગને સાફ કરતી વખતે દરેક ભાગને 15-20 સેકન્ડનો સમય આપો. તેમજ બ્રશ કરી લીધા બાદ દાંતને કોગળા દ્વારા પણ પાણીથી સાફ કરી લો.

– બીજી એક મહત્ત્વની1 વાત એ છે કે આપણે સવારે ઉઠીને ભૂલ્યા વગર દાંત બ્રશ કરી લઈએ છે પણ વાસ્તવમાં દાંતને સૌથી વધારે બ્રશની જરૂર તો રાત્રે સૂતી વખતે પડે છે.

image source

કારણ કે રાત્રે મોઢામાં તેમજ દાંતમાં આખા દીવસ દરમિયાન જે ખાધું હોય તેનો કચરો ભરાયેલો પડ્યો હોય છે. અને આખી રાતની ઉંઘ દરમિયાન તે કચરાથી મોઢામાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે મોઢાની લાળ દ્વારા પેટમાં જાય છે.

bઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ