જાણો રોજ કિસમિસ ખાવાથી કઇ-કઇ બીમારીઓ થઇ જાય છે દૂર

સ્વાસ્થ્યવર્ધક કિસમિસના ફાયદા.

image source

કિસમિસ થી આપણે સૌ પરિચિત છે. નાના મોટા સહુ કિસ ના ખાટા અને મીઠા સ્વાદને કારણે તેને પસંદ કરે છે. કિસમિસ દ્રાક્ષને સુકવીને તૈયાર કરવામાં આવતો ડ્રાયફ્રુટ છે.

તેમાં કેલ્શિયમ ,આયર્ન ,મેંગેનીઝ , ફોસ્ફરસ, પોટેશિયમ ,સોડિયમ ,ઝિંક ,કોપર, પ્રોટીન ,વિટામિન સી ,ઈ ,કે ,બી ,થાયમિન, રીબોફલેવીન, નાયસીન ,ફોલેટ ઉપરાંત ગ્લુકોઝ, ફાઇબર તેમજ અન્ય એન્ટીઓક્સીડેન્ટ્સ તત્વો,સેલેનિયમ અને એમિનો એસિડ જેવા પોષક તત્વો હોય છે. દૂધના લગભગ તમામ પોષક તત્વો કિસમાં હોય છે કિસમિસ દૂધની સરખામણીમાં જલદી પચે છે.

image source

શરીર ને સ્વસ્થ રાખવા જરૂરી તમામ પોષક તત્વો ધરાવે છે.

કિસમિસ ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડે છે .વજન વધારવામાં પણ મદદરૂપ છે.

ફાઈબરની વિપુલ માત્ર ધરાવતું કબજિયાત નો રામબાણ ઈલાજ છે. રાત્રે પાણીમાં પલાળીને સવારે કિસમિસ ચાવવામાં આવે તેમજ તે પાણી પીવામાં આવે તો આંતરડા અને પેટ સાફ રહે છે.

image source

તણાવગ્રસ્ત જીવન તેમજ આહાર અંતર્ગત કુટેવો ને કારણે કબજીયાત અને ગેસની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.આહારમાં વધેલું જંકફૂડનું પ્રમાણ પણ શરીરમાં બિનજરૂરી કેમિકલ અને ટોક્સિક પેદા કરે છે.

તેને કારણે પણ કબજિયાતની સમસ્યા સર્જાય છે. કિસ માં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. ફાઇબર ખોરાકના પાચનમાં મદદરૂપ છે ઉપરાંત આંતરડાની સફાઈ માટે પણ ફાઇબર મહત્વનું ગણાય છે.

image source

નિયમિત પણે ખાવામાં આવે તો કબજિયાત રહેતી નથી. બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓ માટે પણ કિસમિસ ગુણકારી છે. કિસમિસ કુદરતી રેચક ઔષધિ છે.

જે આંતરડામાં ફસાયેલા મળને સોફ્ટ બનાવી આગળની તરફ ધકેલે છે. આતરડા ની ચીકાશ પણ કિસમિસ દૂર કરે છે.

કિસમિસ શરીરને ફ્રી રેડિકલ્સ થી પણ બચાવે છે. કેન્સરના કોષોને પાંગરવા ફ્રી રેડિકલ્સ નો ફાળો રહ્યો છે.કિસમિસ શરીરને ફ્રી રેડિકલ્સ થી બચાવતી હોવાથી તે એક રીતે કેન્સરના કોષો થી પણ શરીરની રક્ષા કરે છે એમ કહી શકાય.

image source

કિસમિસમા રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

જેમની દ્રષ્ટિ હોય તેમણે પણ કિસ નો ઉપયોગ કરવો જોઈએ. કિસમિસ શરીરની નબળાઈ પણ દૂર કરે છે. કિસમિસમાં રહેલું બીટા કેરોટીન અને કેરોટીનોઈડ આંખોની માંસપેશીઓને મજબૂત બનાવે છે.

image source

કિસમિસમાંથી કુદરતી રીતે મળતું ગ્લુકોઝ શરીરમાં ઉર્જા વધારે છે. બાળકોને નિયમિત કિસમિસ ખવડાવવાથી તેમનું મગજ વિશેષ તેજ અને સક્રિય બને છે.

કિસમિસ લોહીમાં હિમોગ્લોબીન પણ વધારે છે. પાંડુરોગ ના દર્દી માટે કિસમિસ રાહતરૂપ વરદાન છે.

કિસમિસમા રહેલા વિટામીન્સ અને મીનરલ્સ વાળ તેમજ ત્વચાના સૌન્દર્યમાં વધારો કરે છે.

image source

તેમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ શરીરના ઝેરી તત્વોને પેશાબ વાટે બહાર ફેંકી કિડની પણ સ્વસ્થ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ