દેશી જુગાડની આ તસવીરો જોઇને તમે દિલ ખોલીને હસી પડશો ખડખડાટ, પડોશી પૂછશે શું થયુ યાર!

આ તસ્વીરો જોઈ તમને વિશ્વાસ થઈ જશે કે આળસુ લોકો કોઈપણ કામની સરળ રીત શોધી કાઢે છે.

એવા ઘણા બધા કામ હોય છે જે આપણા માટે અશક્ય હોય છે અથવા તો તેમાં આપણને વધારે સમય લાગે છે. પણ કેટલાક લોકો એવા હોય છે જેમને કામ કરવાની ઘણી બધી રીતો આવડતી હોય છે. અને આવા લોકો કામ કરવાની સરળમાં સરળ રીત શોધી કાઢે છે અને યેન કેન પ્રકારેણ કામ પૂરુ કરે છે. હીન્દીમાં તેને જુગાડ કહેવાય છે.

image source

કેટલીક એવી વસ્તુઓનો આપણે ક્યારેય કલ્પના નથી કરી હોતી તેવો ઉપયોગ જુગાડુ લોકો કરી જાણતા હોય છે. અને આપણું મોઢું આશ્ચર્યથી ખુલ્લુ રહી જાય છે અને ક્યારેક તો આપણને હસવું પણ આવી જાય છે. ભારતમાં પણ આવા ઘણા જુગાડુ લોકો રહે છે, જેઓ પોતાનું કામ કંઈક અનોખી રીતે જ કરતા હોય છે. આજે અમે તમને તેવી જ કેટલીક તસ્વીરો બતાવીશું જેને જોઈ તમે વિચારતા રહી જશો અથવા તો હસતા રહી જશો.

ડાઢી કરવી છે પણ તમારી પાસે અરીસો નથી ? તો કંઈ વાંધો નહીં આ ભાઈ પાસેથી આઇડીયા લઈ લો.

image source

બળદ – ટ્રેક્ટરના જમાના ગયા હવે આવ્યા બાઈકના જમાના ! ખેડૂતો અજમાવી જુઓ આ ઉપાય, તમારા કામનો ભાર ઓછો થઈ જશે.

image source

ડુંગળીના ગગનચુંબી ભાવ તો આજે સામાન્ય લોકોને રડાવી જ રહ્યા છે પણ ડુંગળી પણ ભલભલાને રોવડાવી નાખે છે. જો તમે પણ ડુંગલી સમારતી વખતે આંખમાં આંસુ આવી જતાં હોય તો આ ઉપાય તમને માત્ર અકસ્માતથી જ નહીં પણ ડુંગળીથી પણ રક્ષણ આપશે.

image source

થોડો જુગાડ આ ચણાજોરગરવાળા બાબુ પાસેથી પણ શીખી લો !

image source

જ્યારે એક સાથે હજારો લોકોને પીરસવાનું હોય ત્યારે કંઈક ઉપાય તો શોધવો જ પડે છે !

image source

જ્યારે તમે અવ્વલ દરજાના આળસુ હોવ અને પત્નીએ રીમોટ ક્યાંક છૂપાવી દીધું હોય !

image source

આળસની ચરમસીમા ! આથી વધારે આરામદાયક રીતે તમે વિડિયો ગેમ ન જ રમી શકો !

image source

આજના જમાનાની મસ મોટી સમસ્યા : જો તમને પણ સૂતા સૂતા મોબાઈલ કે પછી લેપટોપ પર મૂવી કે વિડિયોઝ જોવાની આદત હોય પણ તમારા હાથ દુઃખી જતાં હોય કે પછી ખાલી ચડી જતી હોય તો આ ભાઈની જેમ તમે પણ અનોખો ઉપાય અજમાવી શકો છો.

image source

ગૃહીણીઓ માટે આવી ગઈ છે આધુનીક કડછી !

image source

ઉંઘ તો પુરી કરવી જ પડશે પછી ભલે કોઈ પણ સંજોગો હોય કે કોઈપણ સ્થિતિ હોય !

image source

ઓફિસમાં જો તમારી ગ્રીલ્ડ સેન્ડવીચ ઠંડી થઈ ગઈ હોય તો આ જુગાડ તમને ચોક્કસ મદદરૂપ થશે !

image source

વાહ ! આ વ્યક્તિને તો આ વર્ષનો બેસ્ટ વર્કર ઓફ ધી યર અવોર્ડ મળવો જ જોઈએ !

image source

આ ઉપાય માટે તો આજની ભારતીય માતાને ચોક્કસ બીરદાવવી પડશે !

image source

આ વ્યક્તિની કામ પ્રત્યેની લગન જોઈ તમને પણ બીચારાની પ્રતિબદ્ધતા પર માન ઉપજશે.

image source

જ્યારે ટીવી જોતાં તમારી ડોક અકડાઈ જાય ત્યારે તમે આ ઉપાય પણ અજમાવી શકો છો !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ