આ જગ્યાનુ નથી કોઇ માલિક, રહસ્યમય સ્ટોરી વાંચીને તમારું મગજ ચડી જશે ચગડોળે

જર જમીન અને જોરું, ત્રણે કજિયાના છોરું. આપણે ત્યાં ગુજરાતીની આ કહેવત બહુ પ્રચલિત છે. આ કહેવતમાં બીજા નંબર પર જેને કજિયા એટલે કે વિવાદનું કારણ ગણવામાં આવ્યું છે તે છે જમીન. આમ તો દુનિયા આખી જમીનથી ભરેલી છે અને અલગ અલગ જમીનની અલગ અલગ દેશ નકશા પર પોતાની માલિકી ધરાવે છે.

image source

પણ આ વિશ્વમાં એક જગ્યા (અસલમાં જમીન) એવી પણ છે જે નધણિયાત પડી છે એટલે કે કોઈપણ દેશમાં તેનો સમાવેશ કરવાના આવી નથી. આ જમીન આફ્રિકા ખંડમાં આવેલી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ કોઈ દેશ આ જમીનને પોતાના દેશમાં સમાવેશ કરવા પણ ઈચ્છા નથી ધરાવતો.

image source

આ જમીન અસલમાં બે દેશોની સરહદ વચ્ચે આવેલી જગ્યા છે અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કોઈ બે દેશની સરહદો બાદ ખાલી પડેલી જગ્યાને “નો મેન્સ લેન્ડ” એરિયા તરીકે ઓળખવામાં આવે છે. મિસ્ર અને સુદાન એ બે દેશો વચ્ચેની સરહદો વચ્ચેની આ જમીન પણ “નો મેન્સ લેન્ડ” એરિયા છે અને સ્થાનિક લોકોમાં તેને “બિર તાવીલ” એવું નામ અપાયું છે.

image source

જે તે સમયે બન્ને દેશો મિસ્ર અને સુડાને પોતાની સરહદો એવી રીતે બનાવી કે આ વિસ્તારનો સમાવેશ કોઈ પણ દેશમાં ન કરાયો. અને તેને પોતાના દેશમાં સમાવવા પણ બન્ને દેશમાંથી કોઈ દેશને રસ નથી. તેની પાછળનું કારણ એવું છે કે આ વિસ્તાર અત્યંત બંજર અને વેરાન છે. અહીં દૂર દૂર સુધી માત્ર આકાશ જ દેખાય છે અને પાણીનું તો નામનિશાન નથી જેના પરિણામે અહીંની જમીન દુષ્કાળગ્રસ્ત અને બિનઉપજાઉ છે અને કોઈ કામમાં આવે તેમ નથી. તેમ છતાં 2060 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી આ જમીને લોકોને પોતાની તરફ આકર્ષિત જરૂર કર્યા છે.

image source

2014 માં અમેરિકાના વર્જિનિયાના એક ખેડૂતે આ બંજર જમીન પર એક ઝંડો લગાવી પોતાને ઉત્તરી સુદાનના રાજ્યનો ગવર્નર ગણાવ્યો હતો. ખેડૂતની ઈચ્છા એવી હતી કે તેની પુત્રી અહીંની રાજકુમારી બને.

image source

ત્યારબાદ 2017 માં ભારતના ઇન્દોરના રહેવાસી એવા સુયશ દીક્ષિત નામના એક ભારતીયે પણ આ જમીનને “કિંગ્ડમ ઓફ દીક્ષિત” ગણાવી પોતાને અહીંનો રાજા અને પોતાના પિતાને અહીંના પ્રધાનમંત્રી તરીકે જાહેર કર્યા હતા. એણે અહીંનો એક રાષ્ટ્રધ્વજ પણ બનાવ્યો અને ગરોળીને અહીંના રાષ્ટ્રીય જીવ તરીકે જાહેર કરી. કારણ કે રણપ્રદેશમાં ગરોળી સિવાય કોઈ જીવ લાંબો સમય જીવિત નથી રહેતું.

જો તમને પણ ભવિષ્યમાં ક્યારેક આ બાજુ જવાની તક મળે તો આ “બિર તાવીલ” ની પણ મુલાકાત લેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ