આ ટાઇપના લોકોને જીવનમાં મળે છે સફળતા, નથી મળતી નિષ્ફળતા, તમે છો કે નહિં જાણવા કરો ક્લિક

ખુશ અને સફળ હોય છે આત્મમુગ્ધ લોકો, રિસર્ચનું તારણ

image source

સોશિયલ મીડિયા પર લોકોની પોસ્ટ જોઈ ઘણીવાર વિચાર આવતો હોય છે કે લોકો કેવી રીતે પોતાના જ ફોટો પર લવ રિએક્શન આપી શકે?

કેવી રીતે લોકો આઈ લવ માઈસેલ્ફ લખી પોસ્ટ કરી શકતા હોય?

image source

આ વાત વિચિત્ર લાગે છે પરંતુ હકિકત એવી છે કે અનેક લોકો આવું કરે છે અને મુદ્દાની વાત એ છે કે તેઓ પોતાના જીવનમાં ખુબ ખુશ હોય છે.

મનોવૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોનું માનવું હોય છે કે આત્મમુગ્ઘ એટલે પોતાની જાતને પ્રેમ કરનાર લોકો અન્યની સરખામણીમાં વધારે ખુશ રહે છે.

આત્મમુગ્ધ એટલે કે પોતાના પર મોહિત રહેનાર કે પોતાને પ્રેમ કરનાર વ્યક્તિ.

image source

આવા લોકો પોતાની જાતને અન્ય કરતાં વધારે સારી અને મહાન સમજવાના ભ્રમમાં રહેતા હોય છે.

આવા લોકો પોતાની જાતને જરૂર કરતાં વધારે મહત્વ આપતા હોય છે. તે પોતાને અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાનું પસંદ કરે છે.

ઉત્તરી આયરલેન્ડની કીન્સ યૂનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિકોએ આવા લોકો પર એક શોધ કરી હતી.

image source

જેના તારણમાં જાણવા મળ્યું કે આત્મમુગ્ધ લોકો સરળતાથી ડિપ્રેશન અને તાણના શિકાર થતા નથી. અધ્યયનમાં એવું પણ સામે આવ્યું કે આવા લોકોનું વર્તન અન્યને ઘણીવાર નડે છે પરંતુ તે લોકો બીજાની ચિંતા કરતા નથી.

આ રિસર્ચ કરનાર મનોવૈજ્ઞાનિક ડોક્ટર કોસ્ટાસ પૈપોજોર્જનું કહેવું છે કે આવા સ્વભાવ હોવાના કેટલાક લાભ પણ છે.

image source

શોધકર્તાઓ એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આધુનિક સમાજમાં દરેક ક્ષેત્ર પછી તે રાજકારણ હોય કે સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ દરેક જગ્યાએ આત્મમુગ્ધતા વધી રહી છે.

આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે લોકો તેને સામાજિક રીતે ખરાબ ગણે છે.

મનોવૈજ્ઞાનિક આત્મમુગ્ધ લોકોને એવા લોકો તરીકે પરિભાષિત કરે છે જે દંભી વર્તન રાખે છે. તે અન્ય કરતાં પોતાની જાતને સારી માને છે અને તેમનામાં વધારે આત્મવિશ્વાસ હોય છે. તે અન્યની તકલીફને સમજતા નથી અને શરમ તેમજ પસ્તાવો પણ તેમને થતો નથી.

image source

મનોવૈજ્ઞાનિક એ સમજવાનો પ્રયત્ન પણ કરે છે કે આટલી નકારાત્મક આદતો હોવા છતાં આવા લોકો ફાયદામાં શા માટે રહે છે.

મનોવૈજ્ઞાનિક આત્મમુગ્ધતાને માણસનું સ્યાહ પહેલું માને છે તે સાઈકોપેથી અને સેડિઝ્મ જેવું છે.

image source

સાઈકોપેથી એક પ્રકારનો ડિસઓર્ડર છે જ્યારે સેડિઝમમાં વ્યક્તિ અન્યની તકલીફ જોઈ ખુશ થાય છે. આત્મમુગ્ધતા પણ આવી જ એક અવસ્થા છે.

તાજેતરમાં થયેલી અન્ય એક રિસર્ચ અનુસાર આત્મમુગ્ધ લોકો તેમના કાર્યક્ષેત્ર અને અંગત જીવનમાં અપેક્ષાકૃત વધારે સફળ થાય છે.

image source

આત્મમુગ્ધ લોકો નિરાશા જેવી સ્થિતિમાંથી ઝડપથી બહાર આવી જાય છે. ડોક્ટરનું માનવું છે કે તેઓ અન્ય લોકોના વિચાર અને વ્યવહારને પોતાની વિરુદ્ધ માને છે.

તેથી ક્યારેક તેઓ અસુરક્ષાની લાગણીથી પીડાય છે. આ તમામ નકારાત્મક અસરો છતાં આત્મમુગ્ધ લોકોને વ્યક્તિગત રીતે અનેક લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ