જાણો ઘરે બેઠા કેવી રીતે નોંધાવશો ઓનલાઇન FIR!

જાણો ઘરે બેઠા ઓનલાઇન FIR કઈ રીતે નોંધાવી શકાય!

આજકાલ દરેક વસ્તુ ડિજિટલ થઇ રહી છે. ભારતમાં પાછળ ૨-૩ વર્ષોમાં ઘણી બધી વસ્તુઓ ડિજિટલ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે. ભારત સરકારે લગભગ દરેક સુવિધાઓનું ડિજિટલાઈઝેશન કરી રહી છે. આમાંની જ એક સુવિધા છે ઓનલાઇન એફઆઈઆર. ભારત સરકારએ પોલીસ સિસ્ટમમાં પણ ઓનલાઇન સુવિધાઓ આપવાની શરૂઆત કરતા હવે નાગરિકો ઓનલાઇન એફઆઈઆર પણ નોંધાવી શકશે.

image source

FIR નો મતલબ હોય છે First Information રિપોર્ટ. એટલે કે પ્રથમ સૂચના જાણકારી. તેનો મતલબ છે કે જો કોઈ વ્યક્તિ સાથે આપરાધિક ઘટના ઘટે તો તે વ્યક્તિ તેની ફરિયાદ પોલીસ સ્ટેશન માં જઈને નોંધાવી શકે છે.

Online FIR ની સુવિધા!

image source

પોલીસ સ્ટેશનમાં તમારી સાથે ઘટેલી ઘટનાની ફરિયાદ નોધાવવાને એફઆઈઆર કહેવામા આવે છે. ભારત સરકારના pramane એફઆઈઆર દરેક ભારતીય નાગરિક નો અધિકાર છે પરંતુ લોકો પોલીસ સ્ટેશનના આંટા મારવાના ડરથી નાની મોટી ઘટનાઓની ફરિયાદ નોંધાવતા નથી. પરંતુ હવે લોકોને આમ કરવાની જરૂરત નહીં પડે. હવે પોલીસ એ નાની મોટી ઘાટનો માટે ઓનલાઇન એફઆઈઆરની શરૂઆત કરી છે. જેના થકી જો આપની સાથે કોઈ નાની મોટી ઘટના જેમ કે મોબાઈલ ચોરી થવો, લેપટોપ, કાર, બાઈક, પાન કાર્ડ, એટીએમ કાર્ડ જેવી વસ્તુઓની ચોરી થવાની ઘટના પર ઓનલાઇન એફઆઈઆર નોંધાવી શકાશે. અમે આજે આપણે જણાવશું કે ઓનલાઇન એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય.

ઓનલાઈ એફઆઈઆર નોંધાવવાની રીત.

image source

સ્ટેપ ૧ – ઓનલાઇન એફઆઈઆર નોંધાવવા માટે સૌપ્રથમ તમારે તમારા રાજ્યની ઓનલાઇન એફઆઈઆર નોંધાવવાની વેબસાઈટ પર જવાનું રહેશે.

સ્ટેપ ૨ – હવે આપને બે ઓપશન દેખાશે. ન્યુ યુઝરઅને એકઝીસ્ટીંગ યુઝર. જો આપ પહેલી વાર આ વેબસાઈટ પર જય રહ્યા ચો તો ન્યુ યુઝર પર ક્લિક કરો અને જો આપનું પહેલા થી જ આ વેબસાઈટ પર એકાઉન્ટ છે તો એકઝીસ્ટીંગ યુઝર પર ક્લિક કરો.

સ્ટેપ ૩ – ન્યુ યુઝર પર ક્લિક કર્યા બાદ આવનાર વિન્ડોમાં તમારે યુઝર નેમ, મોબાઈલ નમ્બર અને ઈમેલ આઈડી નાખીને રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે.

image source

સ્ટેપ ૪ – ત્યારબાદ તમારા નમ્બર એક ઓટીપી આવશે. તેને ઉપયોગ થી વેરિફિકેશન કરાવવાનું રહેશે.

સ્ટેપ ૫ – આ વેરિફિકેશન બાદ એ વેબસાઈટ પર તમારું એકાઉન્ટ બની જશે અને હવે આપ ક્યારેય પણ પોતાની સાથે ઘટેલી ઘટનાઓની ફરિયાદ ત્યાં નોંધાવી શકશો.

સ્ટેપ ૬ – હવે તમારી સામે સ્ક્રીન પર એક નવું પેગ ખુલશે. જેમાં ત્રણ ઓપશન હશે. જો આપ નવી એફઆઈઆર નોંધાવવા માંગો છો તો આપ “Register Lost Report” પર ક્લિક કરો અને જો આપની જૂની કોઈ એફઆઈઆરની રિપોર્ટ જોવા માંગો છો તો “View Registered Report” પર ક્લિક કરો. જો આપને કોઈ વસ્તુ વિષે જાણકારી જોઈએ છે અથવા તો કોઈ પ્રશ્ન છે તો આપ FAQs ના સેક્શન માં જય શકો છો.

image source

સ્ટેપ ૭ – હવે આપને આપનું પૂરું નામ, પિતાનું નામ, મોબાઈલ નમ્બર જેવી જાણકારીઓ ભરવી પડશે. એમાં ખાસ ધ્યાન રાખવું કે આપ ભૂલથી કોઈ પણ ખોટી જાણકારી ન ભરી દો નહિ તો પોલીસ કાર્યવાહી થઇ શકે છે. તેથી, ધ્યાનથી પોતાની દરેક પર્સનલ ડિટેઈલ્સ ભરો અને Next પર ક્લિક કરો.

સ્ટેપ ૮ – પરનાલ ડિટેઈલ્સ ભર્યા બાદ તેના બાજુમાં જ બીજું પેજ “Place ઓફ Occurrence” હશે. તેમાં તમારે હારવાનું કે ઘટના તમારી જોડે કઈ જગ્યાએ ઘટી, તે વિસ્તાર અને તે સ્થળનું નામ લખો.

સ્ટેપ ૯ – ત્યારબાદ જે વિસ્તારમાં ઘટના ઘટી છે તે વિસ્તારને લાગુ પડતો જિલ્લો અને પોલીસ સ્ટેશને “District” અને “Police Station” ના ખાનામાં ભરો.

સ્ટેપ ૧૦ – હવે તમારા એ ઘટેલી ઘટનાના સમયની માહિતી આપવાની છે. તમારે ઘટના કઈ તારીખે અને કાયા ટાઈમે ઘટી તે જણાવવાનું રહેશે. જો તમને ટાઈમ બરાબર યાદ ન હોય તો તમે અંદાજિત સમય પણ જણાવી શકો છો.

સ્ટેપ ૧૧ – હવે તમારે સમગ્ર ઘટના વિષે વિસ્તારમાં જનાવવનું છે. ત્યાં આપેલા ખાનામાં તમારે તમારી સાથે ઘટેલી ઘટના વિષે સમગ્ર માહિતી આપવાની રહેશે. જેમ કે તમારી સાથે શું શું ઘટિત થયું. ત્યારબાદ “Next” બટન પર ક્લિક કરો.

image source

સ્ટેપ ૧૨ – “Personal Details” અને “Place of Occurrence ભર્યા બાદ તમારે “Lost Article” ના વિશે બતાવવાનું રહેશે. તેમાં તમારી જોડેથી ચોરી થયેલા સામાન વિશેની માહિતી ભરવાની રહેશે.

સ્ટેપ ૧૩ – – ત્યાં તમને વિવિધ સામાન ના ઓપશન મળશે. તમારો જે પણ સામાન ચોરી થયો છે તેનો ઓપશન જોઈ ને તેને સિલેક્ટ કરો. ત્યારબાદ તે સામાન નો કૂઇ નમ્બર જેમ કે મોડલ નમ્બર, ગાડી હોય તો ગાડી નો નમ્બર અથવા પ્રોડક્ટનો કોઈ પણ જરૂરી નમ્બર હોય તો તેની માહિત તેમાં ભરો.

સ્ટેપ ૧૪ – હવે અંતમાં તમે તમારા પ્રોડક્ટ વિશેની પુરી માહિતી વિસ્તારમાં વર્ણવો. જેમ કે જો તમારી કોઈ બાઈક ખોવાઈ ગઈ હોય તો તેમાં જણાવો કે તમારી બાઈક કઈ કંપની ની હતી, કઈ મોડલની હતી, કાયા રંગ ની હતી, કેવા લુક વળી હતી, કેટલા સીસીની હતી. આ બધી જ માહિતીઓને વિસ્તારથી આપો. હવે તમે સબમિટ બટન પર ક્લિક કરી દો.

સ્ટેપ ૧૫ – સબમિટ કર્યા બાદ તમારી પાસેથી કંફર્મેશન માંગવામાં આવશે. કન્ફર્મ કર્યા બાદ તમારી ઓનલાઇન એફઆઈઆર રજીસ્ટર થઇ જશે.

FIR ની કોપી તમારી પાસે સુરક્ષિત રાખો.

image source

ઓનલાઈ એફઆઈઆર રજીસ્ટર કરાવ્યા બાદ તમારી પાસે એક FIR ની કોપી જનરેટ થશે. તમે તેનો સ્ક્રીનશોટ અથવા તો પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો. તેમાં તમારી એફઆઈઆરની એક નમ્બર પણ હશે. તે નમ્બર ને ધ્યાન થી ક્યાંક નોંધી રાખો. ત્યારબાદ આપ સમયાંતરે તે નમ્બરની મદદથી તમારી એફઆઈઆર ની માહિતી મેળવી શકશો.

તમે પોલીસ સ્ટેશન માં જઈને પણ એફઆઈઆર દ્વારા તમારી એફઆઈઆરની સ્થતિ જાણી શકશો. પહેલા ઓફલાઈન એફઆઈઆર માં એવું થતું હતું કે પોલીસ એફઆઈઆર નોંધાવ્યા બાદ પણ નમ્બર નહતી આપતી જેથી પછી લોકો પોલીસને પોતાની એફઆઈઆર વિશે કઈ પૂછી પણ નહતા શકતા. હવે ઓનલાઇન એફઆઈઆર માં એવી તકલીફ નહી થાય. પોલીસને તેમનું કામ કરવું જ પડશે!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ