આ દેશમાં કુદરતે આપી છે કંઇક અનોખી ભેટ, સંપૂર્ણ સ્ટોરી વાંચીને તમે પણ કહેશો કુદરતની કમાલ છે આ તો!

આ આર્ટિકલ લખાય રહ્યો છે ત્યારે વર્ષ 2020 શરુ થઇ ચૂક્યું છે અને જાન્યુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું ચાલી રહ્યું છે. જાન્યુઆરી એટલે શિયાળાનો મહિનો. અહીં અમદાવાદ, ગુજરાત સહીત દેશભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાત્રે તો એમ થાય કે જલ્દી સવાર પડે અને તડકા સામે જઈને બેસી જઈએ જેથી શરીરને કુદરતી રીતે શેકી ઠંડીને થોડા અંશે ઓછી કરી શકીએ.

ઉનાળામાં કાળઝાળ લાગતો તડકો શિયાળામાં મધ જેવો મીઠો લાગે છે. પરંતુ માની લો કે આવા શિયાળામાં ચોવીસ કલાક સુરજ ઉગેલો જ રહેતો હોય તો ? કેવી મજા ?

image source

તમને જાણીએ નવાઈ લાગશે પણ આ દુનિયામાં એક દેશ એવો પણ દેશ છે જ્યાં સુરજ ડૂબવાનું નામ જ નથી લેતો. ચોવીસ કલાકની વાત તો એક બાજુ રહી અહીં મહિનાઓ સુધી પણ સુરજ એમનો એમ ડૂબ્યા વિના તડકો વરસાવતો રહે છે. જેના પગલે આ દેશમાં મહિનાઓ સુધી રાત પણ નથી પડતી. આવી પરિસ્તિથીમાં લોકોને કામ કરવા માટે અને સુવા માટેનો સમય નક્કી કરવામાં પણ અસમંજસની સ્થિતિ ઉભી થાય છે.

image source

આપણે વાર કરી રહ્યા છીએ યુરોપીય દેશ આઇસલેન્ડની. જ્યાં દિવસની લંબાઈ 24 કલાકની નહિ પણ કેટલાય મહિનાઓની હોય છે. આઇસલેન્ડ દેશ નોર્થ અમેરિકા અને યુરોપ વચ્ચે સ્થિત દેશ છે જેને દ્વીપીય દેશ પણ કહેવામાં આવે છે. એક લાખ ત્રણ હજાર વર્ગ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ દેશમાં મે મહિનાથી લઈને જુલાઈ મહિના સુધી ચોવીસે કલાક સુરજ ઉગેલો જ રહે છે.

image source

સાડા ત્રણ લાખની જનસંખ્યા ધરાવતા આ આઇસલેન્ડ દેશની અનેક જાણવા જેવી વાતો છે જેમ કે અહીં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધુ છે. જનસંખ્યા ઓછી હોવાને કારણે અહીં ગુનાખોરીનું પ્રમાણ પણ ઘણું ઓછું રહે છે. આ જ કારણ છે કે અહીંની પોલીસ પોતાની પાસે હથિયારો પણ નથી રાખતી એટલે કે પોલીસ વગર હથીયારે જ લોકોની સુરક્ષા કરે છે.

image source

આપણે ત્યાં નાના બાળકોને તોફાન બંધ કરવા કે વહેલા સુઈ જવા માટે ભૂતના કાલ્પનિક કિસ્સા અને વાર્તાઓ કહેતા હોઈએ છીએ પણ અહીં આઇસલેન્ડ દેશમાં બાળકોને ડરામણા કિસ્સા કે વાર્તાઓ કહેવા પર પ્રતિબંધ છે.

વર્ષ 2017 માં આ આઇસલેન્ડ દેશને વિશ્વના સૌથી ખુશ દેશો એટલે કે વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ત્રીજો નંબર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ દેશ કુદરતી ફરવાલાયક સ્થળોથી પણ ભરપૂર છે. અહીં સેંકડોની સંખ્યામાં ઝરણાઓ, પહાડો અને નદીઓ આવેલા છે જેને માણવા વર્ષભર સહેલાણીઓની ભીડ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ