આ ગુફામાં પ્રવેશ માટે આપવા પડે છે લાખ્ખો રૂપિયા, જાણો ક્યાં આવેલી છે આટલી મોંઘી ગુફા

નાનપણમાં આપણે દાદા દાદી પાસેથી એવી વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ જેમાં ગુફાઓનો ઉલ્લેખ હોય.

image sourceએ સિવાય પુસ્તકો અને અખબારોમાં પણ ગુફાઓ વિષે વાંચ્યું જાણ્યું હશે. પણ ગુફાને રૂબરૂ નિહાળવાની તક બહુ ઓછા લોકોને મળતી હોય છે.

તમને યાદ હશે વાર્તાઓમાં ગુફાને એક ભયાનક અને ડર લાગે તેવા સ્થાન તરીકે ચિત્રાંકન કરવામાં આવતી હતી. અને ખરેખર હોય છે પણ એવું.

image source

કારણ કે ગુફા એ માનવ રહેણાંક નથી ત્યાં અથવા તો જંગલી જાનવરો, પશુઓ, પક્ષીઓ પોતાના રહેઠાણ બનાવતા હોય છે અથવા તે ભેંકાર જગ્યા બનીને રહી જાય છે.

વાર્તાઓમાં જેવી ગુફાઓની વાત આવે છે તેવી જ એક ગુફા વિયેતનામ દેશમાં આવેલી છે. આ ગુફાને વિશ્વની સૌથી મોટી ગુફાઓ પૈકી એકમાં ગણવામાં આવે છે.

image source

નદીના વહેણમાં બનેલી આ ગુફા ઘણા સમયથી સુમસામ છે. સ્થાનિક લોકોમાં આ ગુફાને લઈને એવી વાયકા પ્રચલિત છે કે ગુફામાંથી ચિત્ર-વિચિત્ર અવાજો આવતા રહે છે.

આશ્ચર્યજનક ગુફા

image source

નવ કિલોમીટરની લંબાઈ, 200 મીટરની પહોળાઈ અને 150 મીટર ઊંચાઈ ધરાવતી વિયેતનામની આ ગુફાને હેન્ગ સોન ડુન્ગ નામથી ઓળખવામાં આવે છે. લાખો વર્ષો જૂની આ ગુફાની અંદર ચારેબાજુ ઘાસ-ફુસ, નદી, છોડવાઓ અને ઘનઘોર અંધારું છે જાણે આ નાનકડું ભયાનક જંગલ ન હોય.

આ પ્રાચીન ગુફાને વર્ષ 2013 માં સૌપ્રથમ લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રતિ વર્ષ માત્ર 250 – 300 લોકોને જ અહીં જવા માટે પરવાનગી આપવામાં આવે છે.

1991 માં શોધાઈ હતી ગુફા

image source

કહેવાય છે કે વર્ષ 1991 માં ‘હો ખાનહ’ નામના એક સ્થાનિક માણસે આ ગુફાની શોધ કરી હતી. પરંતુ તે સમયે નદીના પાણીના વહેણના ભયંકર અવાજો અને ઘનઘોર અંધારું હોવાના કારણે કોઈ ગુફાની અંદર પ્રવેશવાની હિંમત નહોતું કરી શક્યું.

ત્યારબાદ વર્ષ 2009 માં બ્રિટિશ રિસર્ચ એસોસિએશને દુનિયાને આ ગુફા વિષે માહિતી આપી અને ગુફાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી. સમય જતા વર્ષ 2010 માં વિશેષજ્ઞોએ 200 મીટર ઊંચી દીવાલ જેને સ્થાનિક લોકો ‘વિયેતનામની દીવાલ’ થી ઓળખે છે તેને પાર કરી ગુફાની અંદર જવાનો રસ્તો શોધ્યો હતો.

image source

ગુફામાં પ્રવેશ કરવા માટે લેવી પડે છે ટ્રેનિંગ

વર્ષભરમાં અહીં આવતા પર્યટોકોને ઓગસ્ટ મહિના પહેલા જ પ્રવેશ માટે પરવાનગી આપવમાં આવે છે કારણ કે ઓગસ્ટ મહિનામાં ગુફામાંની નદીના પાણીનું સ્તર વધી જાય છે. એ તો ઠીક પણ ગુફામાં પ્રવેશ માટેની ટિકિટનું બજેટ પણ બે લાખ રૂપિયા જેટલું છે.

image source

એ સિવાય ગુફામાં પ્રવેશ પહેલા પર્યટકોએ ઓછામાં ઓછું 10 કિલોમીટર ચાલવા અને કલિમ્બિંગ એટલે કે લપસણા ખડકો પર ચઢવા માટેની ટ્રેનિંગ લેવી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ