મહેસાણા સિવિલ હોસ્પિ.માં મુકાયું હવામાંથી ઓક્સિજન બનાવતું મશીન, જાણો તેની ખાસિયતો અને અધધધ..કિંમત વિશે

આજકાલની આ ફાસ્ટ લાઇફમાં અનેક પ્રકારની નવી શોધ થતી રહેતી હોય છે. જો કે આ નવી શોધથી દુનિયાના અનેક કામ સહેલા બનતા જાય છે અને સાથે-સાથે અનેક નવી પ્રગતિ પણ થતી જોવા મળે છે. આમ જો આવી જ એક મોટી પ્રગતિની વાત કરીએ તો રાજ્યમાં સૌ પ્રથમવાર પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટ મશીન મુકવામાં આવ્યું છે.

image source

આ મશીન હવામાંથી શુદ્ધ ઓક્સિજનનું ઉત્પાદન કરશે. જેથી મહેસાણા સિવિલ હોસ્પિટલને ઓક્સિજનનાં બોટલમાંથી છુટકારો મળશે અને આ મશીન મહેસાણા શહેર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતનાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તમને જણાવી દઇએ કે, જો આ મશીન ઉપયોગી નીવડે તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં લગાવવામાં આવશે. જ્યારે માત્ર મહેસાણા સિવિલને આ મશીન લાગ્યા બાદ 25 હજારથી વધુનો ફાયદો દર માસે થશે.

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનરે આ મશીનને ખુલ્લું મુક્યું છે. આ ઓક્સિજન મશીન ચોવીસ કલાક સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી શુદ્ધ ઓક્સિજન બનાવશે અને તે શુદ્ધ ઓક્સિજન પાઈપલાઈન મારફતે જે તે વોર્ડમાં જરૂરિયાત સમયે પહોંચતુ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં સૌ પ્રથમ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટને કારણે દર્દીઓને ઓક્સિજન બોટલમાંથી છૂટકારો મળશે. તો તબીબી સ્ટાફનું ભારણ પણ ઓછું થશે.

image source

એક મશીન પાછળ 25 લાખનો ખર્ચ

આરોગ્ય વિભાગની સેવાઓ ગુણવત્તાયુક્ત બને તે માટે હાલ માં રાજ્ય સરકાર મથામણ કરી રહી છે. લોકોને આરોગ્યની સેવાઓ ત્વરીત ગતિએ મળે, સારી મળે તેવા પ્રયાસો હાલમાં કરવામાં આવે છે. ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં માત્ર ઓક્સિજન બનાવતી આ મશીનની ખાસિયત એ છે કે તેમાં હવામાંથી શુદ્ધ ઓક્સિજન 98% જેટલો મેળવી શકાય છે.

image source

એક અંદાજ મુજબ 25 લાખનો ખર્ચ રાજ્ય સરકારને આ મશીન પાછળ થયો છે. જ્યારે આ સુવિધાથી બોટલના ટ્રાવેલિંગ સહીત ઓક્સિજન બોટલ મગાવવી હવે નહિ પડે. દર માસે માત્ર એક હોસ્પિપટલમાં 25 હાજરથી પણ વધુની બચત માત્ર કરી શકશે અને અન્ય સ્ટાફ સહીત ટ્રાન્સપોર્ટની રકમ પણ બચાવી શકશે.

image source

જાણો આ મશીનની ખાસિયત શું છે..

આ મશીનની ખાસિયત એ છે કે તેનાથી હવામાંથી 98 ટકા જેટલો શુદ્ધ ઓક્સિજન મેળવી શકાય છે. જોકે આ મશીન માટે રાજ્ય સરકારને 25 લાખનો ખર્ચનો અંદાજ છે. તો તેના ફાયદારૂપે ઓક્સિજન બોટલોના ટ્રાવેલિંગ સહિત વિવિધ ઝંઝટમાંથી રાહત મળશે અને હજારો રૂપિયાનો ખર્ચ પણ બચશે.

image source

આમ, જો આ મશીનમાં સફળતા મળે તો આવનાર સમયમાં આ ઓક્સિજન મશીનને સમગ્ર ગુજરાતની સિવિલમાં લગાવવામાં આવશે અને એક અંદાજ મુજબ દર માસે 25 હજારના ઓક્સિજનની બોટલોના ખર્ચ સિવિલને હવે નહીં ચૂકવવો પડે અને 1 મિનિટમાં 42 લિટર ઓક્સિજન આ મશીન વડે બનાવી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ