બોલીવુડના એવા બેક ડાન્સર્સ જે આજે છે બોલીવુડના સુપર ડુપર સ્ટાર્સ, ફોટો જોઈને વિશ્વાસ નહિ થાય…

સિનેમાંના રંગીન પરદે જોતાં બધું બહુ જ રુપાળુ લાગતુ હોય છે. પણ તે પાછળ પરદા પર હાજર અને પરદા પાછળ કામ કરતાં એક એક વ્યક્તિની અપાર મહેનત રહેલી હોય છે. અને આટલી મહેનત કરવા છતાં ઘણીવાર સેંકડો કરોડની ફિલ્મ પણ નિષ્ફળ જતી હોય છે. તાજું જ ઉદાહરણ જો તમારે જોવું હોય તો તે ફિલ્મ છે કરણ જોહરની ‘કલંક’. આ ફિલ્મ 150 કરોડમાં બની હતી જેને બોક્ષઓફિસ પર ઘોર નિષ્ફળતા હાથ લાગી હતી. અને ક્રીટીકનો પણ સામનો કરવો પડ્યો હતો.

image source

અને આવી જ નિષ્ફળતાઓના પહાડ ચીરીને એક સામાન્ય અભિનેતા કે અભિનેત્રી સુપરસ્ટાર બનતા હોય છે. સુપરસ્ટાર સુધીની સફર દરમિયાન તેમણે કંઈ કેટલાએ નાના-નાના કામ કરવા પડતા હોય છે. આજે અમે તમારી સમક્ષ એવા જ સુપરસ્ટાર્સની હકીકતલઈને આવ્યા છીએ જેઓ આજે ભલે કરોડોની કમાણી કરતાં સુપરસ્ટાર હોય પણ એક વખતે મુખ્ય અભિનેતા અભિનેત્રીની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા હતા. વાસ્તવમાં તેમણે તેમની કેરિયરની શરૂઆત જ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી.

શાહિદ કપૂર

image source

શાહિદ કપૂર પીઢ અભિનેતા પંકજ કપૂરનો દીકરો છે. એક ફિલ્મ બેકગ્રાઉન્ડમાંથી આવ્યો હોવા છતાં પણ આજે તે જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે તેણે પણ એક સામાન્ય આઉટ સાઇડરની જેમ જ મહેનત કરવી પડી હતી. શાહિદે ક્યારેય પોતાના પિતાના નામને વટાવવાનો પ્રયાસ નથી કર્યો. તેણે હંમેશા પોતાની જાતને પોતાના નક્કર અભિનય અને ડાન્સ પર્ફોમન્સ દ્વારા સાબિત કરી છે. તાજેતરમાં જતેની ફિલ્મ કબીર સિંગ સુપર ડુપર હીટ ગઈ છે જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

image source

શાહિદે પોતાની કેરિયરની શરૂઆત શ્યામક ડાવરની ડાન્સ એકેડેમીથી કરી હતી. તે ફિલ્મોમાં આવતા પહેલાં કેટલીક નાની મોટી એડવર્ટાઇઝમેન્ટ્સ અને મ્યુઝિક વિડિયોઝમાં આવતો હતો. જો તમને યાદ હોય તો ઐશ્વર્યા, અક્ષય ખન્ના અને અનિલ કપૂર અભિનિત ફિલ્મ તાલ કે જેને સુભાષ ઘાઈએ ડીરેક્ટ કરી હતી તેના એક ગીત ‘કંહી આગ લગે લગ જાયે’ કે જે શ્યામક ડાવરે કોરિયોગ્રાફ કર્યું હતું તેમાં તેણે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું આ ઉપરાંત ફિલ્મ દીલ તો પાગલ હૈના બે ગીત મુજ કો હુઈના ખબર અને દીલ તો પાગલ હૈમાં પણ તેણે બેકગ્રાઉડ ડાન્સર તરીકે કામ કર્યું હતું.

સુષાંત સિંહ રાજપુત

image source

સુષાંત સિંહ રાજપુત આપણે બધા જ જાણીએ છીએ કે એક સામાન્ય મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવેલો છે. તેને ઘણા લોકો એકતા કપૂરની સિરિઝ પવિત્ર રિશ્તામાં આવતા મુખ્ય પાત્ર માનવ તરીકે ઓળખતા હતા. તે પોતાના સંઘર્ષના દિવસોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જ કામ કરતો હતો. તે ફિલ્મ ધૂમ ટુના ટાઈટલ ટ્રેક ધૂમ અગેઇનમાં રીતીકની પાછળ ઉભેલામાંના બેકગ્રાઉન્ડ ડાન્સરોમાંનો એક હતો. તે વખતે જો કોઈની નજર ઋતીકથી હટીને તેના પર ગઈ હોય કે જે એક સાવજ અશક્ય વાત છે તેમ છતાં જો કોઈની નજર તેના પર ગઈ હોય તો ક્યારેય કોઈ થયું હશે કે તે ભાવિ સુપર સ્ટાર બનવાનો હશે.

કાજલ અગ્રવાલ

image source

સાઉથની સુપર હીટ હીરોઈન પણ ઘણા લાંબા સમયથી ફિલ્મો સાથે જોડાયેલી છે. તેણીએ પણ પોતાની કેરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. તે નાના મોટા શોઝ તેમજ ફિલ્મોમાં ડાન્સર તરીકે જોવા મળી છે. પણ જો તમે ઐશ્વર્યા અને વિવેક ઓબેરોય અભિનિત ફિલ્મ ક્યું ! હો ગયા ના… જોઈ હોય તો તેનું એક ગીત ‘ઉલજને’માં તેણી બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી હતી.

દીપીકા પદુકોણ

દીપીકા આજની ટોચની અભિનેત્રી છે. તેણીની છેલ્લી બધી જ ફિલ્મો હીટ ગઈ છે. આજે તેણી એક એક ફિલ્મોના કોરોડો રૂપિયા લે છે પણ તેણીએ પણ પોતાની કેરિયરની શરૂઆત મુખ્ય અભિનેત્રીની પાછળ રહીને કરી હતી.

image source

તેણીએ કાજેલની કઝિન સિસ્ટર શરબાની મુખર્જીના એક મ્યુઝિક વિડિયોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. તેણી હિમેશ રેશમિયાના ‘તેરા સુરુર’ ગીતમાં પણ ડાન્સર બની ચુકી છે. આ ઉપરાંત તેણી ફરદીન ખાન જેવા બોલીવૂડ સ્ટાર પાછળ રેમ્પ વૉક કરી ચૂકી છે. શરબાનીની કેરિયર તો કંઈ ખાસ આગળ ન વધી શકી પણ તેની આ બેકગ્રાઉન્ડ ડાન્સર એટલે કે આજની દીપીકા તો સફળતાના ઉંચામાં ઉંચા શીખર સર કરી રહી છે.

રેમો ડીસોઝા

image source

જામનગરનો આ રેમોડ ડીસોઝા આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ખુબ જ સમ્માનિત ડાન્સ ડીરેક્ટર છે. અને સાથે સાથે તે ફિલ્મો પણ ડીરેક્ટ કરે છે. અને હાલ તે પોતાના ડાન્સ રિયાલીટી શોધ પણ કરતો જોવા મળે છે. પણ તમને ખ્યાલ નહીં હોય કે રેમોએ આ મુકામ પર પહોંચવા માટે ઘણી તકલીફો ઉઠાવવી પડી છે. તેનું ડાન્સ પ્રત્યેનું ગાંડપણ તેની બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકેની કેરિયરે જ તેને બક્ષ્યું છે. જો તમારે જુનો રેમો જોવો હોય તો ફિલ્મ પરદેશનું ગીત ‘મેરી મેહબુબામાં’ તે શાહરુખ ખાનની પાછળ ડાન્સ કરતો જોવા મળે છે.

ફારાહ ખાન

image source

ફારાહ ખાનને આજે આપણે એક ઉત્તમ કોરિયોગ્રાફર અને ફિલ્મ ડીરેક્ટર તરીકે જાણીએ છીએ. પણ તેણીએ પોતાની કેરિયરને આટલી ટોચ પર પહોંચાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો છે. તેણી ફિલ્મોમાં 80ના દાયકાથી સક્રીય છે. તેણીએ ગોવિંદા અભિનિત ફિલ્મ ‘સદા સુહાગન’ના ‘હમ હૈ નોજવાન’ સોંગમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત પણ તેણીએ ઘણી બધી ફિલ્મોમાં બેકગ્રાઉડ ડાન્સર તરીકે કામ કર્યું છે.

દિયા મિરઝા

image source

દિયા મિરઝા કે જેણી 2000ની સાલમાં મિસ એશિયા પેસિફિક રહી ચુકી છે. અને આજે પણ તે તેટલી જ આકર્ષક અને સુંદર લાગી રહી છે તેણીએ પોતાની કેરિયરની શરૂઆત દક્ષિણ ભારતની ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી.

સરોજ ખાન

સરોજ ખાન 80 અને 90ના દાયકાની સુપર હીટ કોરિયો ગ્રાફર હતી. તેણીએ એંશી, નેવું, અને એક્વીસમીસદીના પહેલા દાયકાની લગભગ બધી જ હીરોઈનોને નચાવી છે. તેણીના નામે અગણિત ફિલ્મ ફેયર અવોર્ડ બોલે છે. સરોજ ખાને પોતાના ઇન્ટર્વ્યુમાં ઘણીવાર જણાવ્યું છે કે તેણી એક ખુબ જ ગરીબ કુટુંબમાંથી આવતી હતી.

image source

જો તમને મધુબાલા અને અશોક કુમાર અભિનિત ફિલ્મ હાવડા બ્રીજનું પેલું એવર ગ્રીન સોંગ ‘’આઈએ મહેરબાં…’ બહુ ગમતું હોય તો તેમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે સરોજ ખાન પણ છે.

અરસદ વારસી

image source

અરસદ વારસી કે જેણે મુનન્ના ભાઈ સિરિઝમાં અને ત્યાર બાદ જોલી એલએલબીમાં તમને હસાવી હસાવીને પેટ દુખાડી દીધું હતું તેણે પોતાની કેરિયેરની શરૂઆત ડાન્સ કોરિયોગ્રાફર તરીકે જ કરી હતી. તમારા માના ઘણા બધાને ખ્યાલ નહીં હોય કે તેણે જીતેન્દ્ર અને કીમી કાટકર અભિનિત ફિલ્મ આગ સે ખેલેંગેના ગીત ‘હેલ્પ મી..’માં બેકગ્રાઉડ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું.

સાજીદ ખાન

image source

ફારાહ ખાનના ભાઈ સાજીદ ખાનનો ભૂતકાળ પણ અરસદવારસીની જેમ જીતેન્દ્રની ફિલ્મ આગ સે ખેંલેંગેના ગીત ‘હેલ્પ મી’ સાથે જ જોડાયેલો છે. કારણ કે અરસદવારસનીની સાથે સાથે સાજીદ ખાન પણ તેમાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. અને આ હકીકત તેણે જ એક વાર્તાલાપમાં છતી કરી હતી.

ડેઝી શાહ

image source

ડેઝી શાહે અત્યાર સુધીમાં જય હો, રેસ થ્રી, હેટ સ્ટોરી 3, રામરતન અને બ્લડી ઇશ્ક નામની ફ્લમોમાં કામ કર્યું છે. ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોની જેમ તેણીની પાછળ પણ સલમાનખાનનો હાથ છે. ડેઝી શાહ ફિલ્મોમાં આવી તે પહેલાં વર્ષોથી તેણી કોરિયોગ્રાફર તેમજ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી.

image source

જો તમે ફિલ્મ તેરે નામ જોઈ હોય તો તેમાં સલમાનની સાથે ગીત ‘લગન લગી…’ માં તેણી સલમાનના તાલે તાલ મિલાવતી જોવા મળશે. તેણીને જ્યારે સલમાન સાથેની પહેલી ફિલ્મ જય હો મળી તેની પાછળ પણ તે જ કારણ છે કે સલમાનની નજર છેલ્લા લાંબા સમય થી તેણી પર હતી અને તેણે જ તેણીની કેરિયરનો ગ્રાફ ઉંચો કરવા માટે તેણીનું નામ ‘જય હો’ ફિલ્મની હિરોઈન માટે સજેસ કર્યું હતું.

તો જીવનમાં ક્યારેય કશું નાનુ-મોટું નથી હોતું તમને તમારી લાયકાત પ્રમાણે મળતું જાય છે અને તમારે તમારી લાયકાતને તમારી સરહદોને વધારીને વધારતા જવાની હોય છે. જો જીવનમાં હાર નહીં માનીને આગળને આગળ વધવામાં આવે તો ચોક્કસ તમે સફળતાના શિખર પર પહોંચી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ