અ’વાદની મહિલાને એક ગુજરાતી થાળી પડી 49 હજારમાં, જાણો ગઠિયો કેવી રીતે આટલા બધા રુપિયા ચાઉં કરી ગયો તે..

૫૦ હજારની થાળી

image source

આજના ડીજીટલ યુગમાં ઓનલાઈન ફ્રોડનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. એટલા બધા બનાવો બની રહ્યા છે કે ઘણી શું કરવું ખબર જ ના પડે. આજે અમે આપને એવા જ એક ઓનલાઈન ફ્રોડના બનાવની જાણકારી આપીશું. આ બનાવ કઈક એવો બન્યો છે જેમાં એક વૃદ્ધે ૧૦ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવા જતા ૪૯ હજાર રૂપિયા ગુમાવાનો વારો આવ્યો.

image source

આ ઘટના અમદાવાદના બોડક દેવ વિસ્તારમાં ઘટી છે. મળેલ માહિતી મુજબ બોડક દેવ વિસ્તારમાં ચિન્મય ક્રિસ્ટલમાં રહેતા સુરેશ કુમાર વિદ્યાર્થી (ઉ.વ.૬૯) પોતાના પરિવાર સાથે રહે છે. સુરેશ કુમાર વિદ્યાર્થી હવે નિવૃત થઈ ગયા છે. તા.૨૯ ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે સુરેશ કુમાર અને તેમના પત્ની સાથે હતા ત્યારે બન્ને બહારથી ભોજન મંગાવવાનું વિચાર કરી રહ્યા હતા તે સમયે સુરેશ કુમાર વિદ્યાર્થીએ ફેસબુક પર એક ઓનલાઈન ગોપી ડાઈનીંગ હોલની એડ જોઈ.

image source

આ એડમાં એક ગુજરાતી થાળી સાથે બે ગુજરાતી થાળી મફત આપવાની સ્કીમ બતાવી રહ્યા હતા. આ એડમાં એક નંબર પર કોલ કરવાનું જણાવ્યું હતું. આ નંબર પર કોલ કરતા સામે વાળી વ્યક્તિએ એક ‘LENREN SMS’ નામની એક એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું અને ત્યાર બાદ આ એપ્લીકેશનમાં ૧૦ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્જેકશન કરવાનું કહેવામાં આવ્યું.

આ ઓનલાઈન ટ્રાંજેકશન કરશો એટલે ગુજરાતી થાળીનો ઓર્ડર થઈ જશે. આ ટ્રાંજેકશન કરતા ૯૯૯૯ રૂપિયાના ત્રણ ટ્રાંજેકશન થઈ ગયા હતા. આ બનાવની જાણ બેંકમાં કરવા જતા રસ્તામાં જ બીજા ૧૯ હજાર ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા. તેમજ આઈસીઆઈસીઆઈ બેન્કને તાત્કાલિક જાણ કરવા છતાં પણ બીજા ટ્રાંજેકશન થયા હતા.

image source

આ બનાવની જાણ જયારે અમદાવાદ સાયબર ક્રાઈમને કરવા જતા ત્યારે સાયબર ક્રાઈમે તેઓની અરજી લીધી હતી પણ ફરિયાદ નોંધવામાં આવી હતી નહી. આખરે રવિવારના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ