જોઇ લો આમિર ખાનની બાળપણની તસવીરો, જેમાં તે લાગે છે એકદમ ગોલુમોલુ

આમીર ખાનની બર્થ ડે

બોલીવુડના ‘મી.પરફેકશનિસ્ટ’ કહેવાતા આમીર ખાનની બર્થ ડે તા.૧૪ માર્ચના રોજ ઉજવવામાં આવી હતી. આમીર ખાનના જન્મદિન નિમિત્તે બોલીવુડ સેલેબ્સએ પોતપોતાની રીતે આમીર ખાનને શુભકામનાઓ પાઠવી હતી.

image source

થોડાક સમયમાં જ આમીર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ થીયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમીર ખાનની કો-સ્ટાર કરીના કપૂરએ એક મજાક ભરેલી પોસ્ટ શેર કરી છે. કરીના કપૂરએ શેર કરેલ પોસ્ટમાં આપ આમીર ખાનને એક ફ્લાઈટ દરમિયાન ઓશીકાને વળગીને સુતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

ઉપરાંત આ ફોટો શેર કરતા કરીના કપૂર કેપ્શનમાં લખે છે કે, ‘મારો ફેવરેટ કો-સ્ટાર તો છે આમીર ખાનનો પિલો.’ કરીના કપૂર અને આમીર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પહેલા પણ ફિલ્મ ‘૩ ઈડિયટ્સ’માં અને ફિલ્મ ‘તલાશ’માં એકસાથે કામ કરતા જોવા મળ્યા છે.

અભિનેતા અજય દેવગણએ મી.પરફેકશનિસ્ટ એવા આમીર ખાનને ટ્વીટર પર શુભકામનાઓ આપી છે. શુભકામનાઓ આપતા અજય દેવગણ લખે છે કે, ‘મારા અને કાજોલના લકી ચાર્મ આમીરને જન્મદિનની શુભકામનાઓ.’ આમીર ખાન અને અજય દેવગણ બન્નેએ ઇન્દ્રકુમારની વર્ષ ૧૯૯૭માં રીલીઝ થયેલ ફિલ્મ ‘ઈશ્ક’માં એકસાથે કામ કર્યું છે.

image source

કોમેડી કિંગ કપિલ શર્માએ મી.પરફેકશનિસ્ટને જન્મદિન શુભકામનાઓ આપતા કપિલ શર્માએ પોતાની અને આમીર ખાનની એક સુંદર બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કરી છે.

આ ફોટો શેર કરતા કપિલ શર્મા લખે છે કે, ‘હેપ્પી બર્થ ડે આમીર ભાઈ. સ્વસ્થ રહો અને હંમેશા આપ પોતાના ટેલેન્ટથી દુનિયાનું મનોરંજન કરતા રહો. તમે અમારું ગૌરવ છો. હંમેશા મારો પ્રેમ અને શુભકામનાઓ.’

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

આયુષ્યમાન ખુરાનાએ આમીર ખાનને જન્મદિનની શુભકામનાઓ આપતા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે.

આયુષ્યમાન ખુરાના દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ ફોટોમાં આયુષ્યમાન આમીર ખાનને પોતાનો પ્રેરણા સ્ત્રોત તરીકે ઉલ્લેખ કર્યો છે. આયુષ્યમાન દ્વારા શેર કરાયેલ આ સ્ટોરીમાં લખ્યું છે કે આ ફોટો ૧ માર્ચના રોજ ચંડીગઢમાં લેવામાં આવી છે.

image source

આમ બોલીવુડના સેલેબ્સે આમીર ખાનના જન્મ દિન નિમિત્તે દરેકે પોતપોતાના અંદાજમાં મી.પરફેકશનિસ્ટને જન્મદિનની શુભકામનાઓનો વરસાદ વરસાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ