આ 4 અંગો પરથી તમે જાણી શકો છો તમારી સામેની વ્યક્તિ હોંશિયાર છે કે ઠોઠ

શરીરના 4 અંગો કે જે તમે કેટલા હોંશિયાર છો તે જાહેર કરી શકે

• શરીરના અમુક અંગો બતાવી શકે છે કે તમે કેટલા ચતુર છો

image source

કેટલીકવાર, કોઈ પ્રશ્નનો જવાબ અથવા કોયડો આવડવું એ હંમેશાં કોણ કેટલું બુદ્ધિશાળી છે તેનો જવાબ હોતો નથી. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ચતુરાઈ એ કોણ કેટલું હોંશિયાર અથવા બુદ્ધિશાળી હોઇ શકે એ જાણવા માટેની ચાવી છે, પરંતુ તે સાચું નથી. વિજ્ઞાન અનુસાર કોઇની ચતુરાઇને જાણવાની ચાવી તમારા શરીરમાં રહેલી છે.

હા! કેટલાક શરીરનાં અંગો કહી શકે કે તમે કેટલા હોંશિયાર છો. એ જાણવા માટે આગળ વાંચો.

• જો તમારા પગ લાંબા હોય

image source

તમારી ઊંચાઇ એ મોટો માપદંડ છે કે તમે કેટલા તંદુરસ્ત છો. અવાર-નવાર ,કોઇ વ્યક્તિની ઊંચાઇ સારી હોય તો તે સમાજમાં વધુ સારો દરજ્જો માણી શકે છે. જ્યારે કોઇ એવી સાબિતી નથી કે ઊંચા લોકો નીચા લોકો કરતા ખરેખર વધુ હોંશિયાર હોય, અભ્યાસ કહે છે કે ઊંચાઇનો સીધો સંબંધ વ્યક્તિની જ્ઞાન પ્રક્રિયાત્મક કળા સાથે હોય છે. જે તેના મગજની તંદુરસ્તીને વધુ વેગ આપે છે અને નીચા વ્યક્તિઓની તુલનામાં તેમને રોજીંદા કાર્યોમાં વધુ ચાલાક બનાવે છે.

• ડાબેરી હોવું

image source

જમણાં હાથની આ આશ્ચર્યજનક દુનિયામાં ડાબેરી હોવુ એ એક દુર્લભ ગુણવત્તા માનવામાં આવે છે. પણ એ જાણીને તમે આશ્ચર્યચકિત થશો કે ડાબેરી વ્યક્તિઓ ત્રણ ગણી બુદ્ધિશાળી, હોંશિયાર, અથવા આશ્ચર્યજનક જન્મજાત પ્રતિભાશાળી હોય છે. હકીકતમાં, અભ્યાસોએ પુષ્ટી કરી છે કે ડાબેરી લોકો તેમના મગજના બંને ભાગોનો ઉપયોગ કરે છે તેમજ તેઓ ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી, તીક્ષ્ણ અને પરિવર્તનક્ષમ હોય છે. તેઓ યાદશક્તિને જાળવી રાખવા માટે વધુ પરિપક્વ હોવાથી , ઝડપી શીખનારા બને છે.

• નાનું પેટ હોવું

image source

ચાલો તેનો સામનો કરીએ! કોઇ ખરેખર એવુ ઇચ્છતુ નથી કે કમરની આજુબાજુ થોડી ચરબી હોય, પરંતુ અભ્યાસ કરતા જણાયુ છે કે આકારમાં રહેવા અને બુદ્ધિશાળી હોવું તેની વચ્ચે વધારાની કડી છે. આ રીતે વિચારો. જો તમારી કમરનો ભાગ વધતો હોય ,તો મગજ કદમાં નાનું થતું જાય છે. પેટની ચરબી આંતરડાની ચરબીની બનેલી હોવાથી હોર્મોન્સ મુક્ત કરી શકે છે, જે બળતરા વધારે છે તેમજ મગજના કોષોને નુકસાન પહોંચાડે છે.

સંશોધનકારોએ, વર્ષોથી, સહભાગીઓમાં મેદસ્વિતાની શોધ બીએમઆઇ (બોડી માસ ઈન્ડેક્સ) તથા કમરથી-નિતંબના ગુણોત્તરથી માપતા જણાયુ હતું કે જેનો બંને ગુણોત્તર ઊંચો હોય તેની બુદ્ધિના અંકનું પ્રમાણ નીચામાં નીચું હતુ.

• મોટું માથું હોવું

image source

જેટલું મોટું મગજ, એટલા તમે વધુ ચાલાક. આપણે બધાએ આ કોયડો જીવનના કોઈક તબક્કે સાંભળ્યો છે. પણ, શું તમને ખબર છે? જે લોકોને બીજા કરતાં મોટુ માથું હોય તેઓ હરિફાઇઓ અને ગણિતશાસ્ત્રની પરિક્ષામાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે? ઇતિહાસે પણ બતાવ્યું છે કે જેમના મોટા મગજ હોય તેઓ બુદ્ધિ સાથે જોડાયેલા કાર્યોમાં સારું પ્રદર્શન કરે છે અને તમને વધુ અસરકારક રીતે કામ કરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ