માટલામાં રાખો ચાંદીના સિક્કા, અને પછી પીવો પાણી, સ્વાસ્થ્યને થશે એટલા લાભ કે ના પૂછો વાત

માટલામાં રાખો ચાંદીના સિક્કા પછી જુઓ તેના જ્યોતિષ તેમજ સ્વાસ્થ્ય લાભો

image source

જુના જમાનામાં લોકો પોતાના ઘરમાં ચાંદીના વાસણો રાખતા હતા અન તેનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. આજે હવે લોકો શો કેસ માટે પણ ચાંદીના વાસણો રાખતા નથી કારણ કે હવે તે કોઈને પોસાય તેમ નથી. પણ તમને જણાવી દઈએ કે પુરાણ કાળથી જ ભારતમાં ચાંદીના વાસણમાં પાણી પીવાની પરંપરા રહેલી છે.

કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્યને અઢળક લાભો થાય છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ થયેલો છે. આજે ઘણા બધા આરો પ્લાન્ટ વાળા પણ પોતાના આરોમાં ચાંદીનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરી રહ્યા છે. કારણ કે ચાંદીથી માનવ શરીરને ઘણા લાભો થાય છે.

image source

ચાંદીના લાભની વૈજ્ઞાનિક સ્પષ્ટતા

ચાંદીને પાણીમાં નાખવાથી ચાંદીમાંથી ધાતૂ છુટ્ટી પડે છે, અને આવું પાણી એક કોષી જીવોનો નાશ કરે છે આમ કરીને આ પાણી બેક્ટેરિયા રહીત, ચેપ રહીત, તેમજ ફુગ રહીત થઈ જાય છે. પાણીની શુદ્ધતા પણ ચાંદીની શુદ્ધતા પર આધાર રાખે છે એટલે કે જેટલું ચાંદી શુદ્ધ હશે તેટલું જ વધારે પાણી શુદ્ધ થશે.

તમે પણ શરૂ કરો પ્રયોગ

image source

આપણે ભલે ચાંદી બહુ ખરીદતા ન હોઈએ પણ દિવાળીમાં લક્ષ્મી પૂજા માટે કે પછી ઓફીસમાંથી મળેલા ભેટના ચાંદીનો એકાદે સિક્કો તો તમારા ઘરમાં હશે જ. તો તે સિક્કાને તમારે ધન વધારવા માટે મંદીર કે ઘરની તીજોરીમાં રાખવાની જગ્યાએ તમારા ઘરમાં તમે જ્યાં પીવાનું પાણી રાખતા હોવ તેમાં રાખવું જોઈએ એટલે કે ઘરના માટલામાં રાખવો જોઈએ. આમ કરવાથી તમે પાણીજન્ય રોગોથી તમારા કુટુંબને દૂર રાખી શકશો.

image source

ઉપર જણાવ્યું તેમ શુદ્ધ ચાંદી લેવી વધારે લાભપ્રદ રહે છે. તેના માટે તમે 99.99% શુદ્ધતા વાળી ચાંદી વાપરી શકો છો. માટે તમે સિક્કાની જગ્યાએ શુદ્ધ લગડીનો ઉપયોગ કરી શકો છો.આ ઉપરાંત તમે ચાંદીના વાસણમાં પણ પાણી પીને તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવી શકો છો. તો ચાલો જાણીએ ચાંદીવાળુ પાણી અને ચાંદીના વાસણમાં પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને શું લાભ થાય છે.

image source

– ચાંદીના વાસણમાં પાણી પીવાથી મેટાબોલીઝમ બુસ્ટ થાય છે અને તેના કારણે પાચન ક્રિયા ઝડપી બને છે વજન ઘટવામાં મદદ મળે છે.

– ચાંદીના વાસણમાંનું પાણી અથવા માટલામાં રાખવામાં આવેલી ચાંદીની લગડી વાળુ પાણી આપોઆપ ફિસ્ટર થઈ જાય છે. પહેલાંના જમાનામાં ફિલ્ટર નહોતા તે સમયે રાજા રજવાડામાં પાણી ચાંદીના વાસણોમાં રાખવામાં આવતું અને આમ આપોઆપ પાણી ફિલ્ટર થઈ જતું હતું.

– જે લોકોને સતત શરદી રહેતી હોય તો તેવા લોકોએ ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઈએ. તેમ કરવાથી શરીરમાંનો પીત્ત દોષ દૂર થાય છે.

image source

– રોગપ્રતિકારક તંત્ર મજબૂત બને છે. ચાંદીના ત્ત્વો શરીરમાં જવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે જે તમને અસંખ્ય બિમારીઓથી બચાવે છે.

– ચાંદીના વાસણમાં બેક્ટેરીયા પણ નથી લાગી શકતાં માટે તેને બેક્ટરીયા મુક્ત કરવા માટે ગરમ પાણીમાં ધોવાની જરૂર નથી પડતી અને તેજ કારણસર તેમાં ખાવાથી બીમારીઓ પણ નથી આવતી.

જ્યોતિષ પણ ચાંદીના ગ્લાસમાં પાણી પીવાની સલાહ આપે છે, જાણો શા માટે

image source

– ચાંદીના ગ્લાસમાં કે પછી માટલામાં સીક્કો નાખીને પાણી પીવાથી તમારો ચંદ્ર અંકુશમા રહે છે અને તેના કારણે તમારો ગુસ્સો પણ કાબુમાં રહે છે અને ડિપ્રેશન પણ નથી આવતું. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ચાંદી તમારા શરીરમાં ડીપ્રેશન ઉત્પન્ન કરતાં હોર્મોન્સને ડામે છે આમ બન્ને રીતે સાબિત થાય છે કે ચાંદી તમારા મનને શાંત રાખે છે. આ ઉપરાંત આયુર્વેદની કેટલીક દવાઓમાં પણ ચાંદીની ભસ્મ નાખવામાં આવે છે. જેનો ઉપયોગ ન્યોરોલોજીકલ વિકારો માટે કરવામાં આવે છે.

image source

– ઘણા લોકો ચાંદીની સાથે સાથે તાંબાનું કોઈ વાસણ તેમજ શંખ પણ મુકતા હોય છે. અને ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે લોકો ખસનો વાળો પણ માટલામાં મુકતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ