2021ને લઈ જાણીતા વાસ્તુશાસ્ત્રીએ કરી ભવિષ્યવાણી, આ લોકો માટે નવું વર્ષ રહેશે આવું, જાણી લો ફાયદાની વાત

હાલમાં કોરોનાને લઈ હાહાકાર મચી રહ્યો છે અનેવ લોકોના મોત પણ થઈ રહ્યાં છે. ત્યારે આ વર્ષે બધાને ખુબ કંટાળો આવ્યો અને લોકો હવે રાહ જોઈ રહ્યાં છે કે ક્યારે આ 2020નું વર્ષ પુરુ થાય. ત્યારે હવે 2021ને લઈને એક જાણીતા જ્યોતિષ વિશેષજ્ઞ અને વાસ્તુશાસ્ત્રી શ્રી હેમેન્દ્ર ભાઈ (astro.hemen24@gmail.com) એ ભવિષ્ણવાણીએ કરી છે અને એને લઈને હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ કે શું છે આ ભવિષ્યવાણી.

image source

1. 2021ના શરૂઆતના 5 મહિના દેશ અને દુનિયા માટે ખુબ જ સંઘર્ષ વાળા રહેશે, મૃત્યુદર વધશે ,ભૂકંપ, આગ, અક્સમાત, યુદ્ધ જેવી ઘટના વધે, આતંકવાદી પ્રવૃત્તિ વધે, સંત અને આધ્યાત્મિક ક્ષેત્ર જોડે સંકળાયેલા વર્ગ ને વધુ સાચવું પડે.

2. મેટલ સેક્ટરમાં તેજી આગળ વધે, લોખંડ , ક્રૂડના ભાવ વધે, સોના ,ચાંદીમાં વધ ઘટ સાથે તેજી રહે, જમીન મકાન મિલકતમાં ધીમી તેજીની શરૂવાત થાય.

image source

3 .આયાત નિકાસનો વેપાર વધે, તેમાં નવા કાયદા બને.

4. એપ્રિલ પછી ભારતની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બને. દેશ માં અશાંતિ ઘટશ, પરંતુ મોંઘવારી વધી શકે. રોગચાળો નિયંત્રિત થાય.

5. 2021ના અંત સુધીમાં ઘણા સુધારા દેશમાં થશે . જે લાભકારી રહેશે

6. મજુર વર્ગને લાભ થાય . રોજગારીની તક વધે

image source

7. મેષ , વૃષભ ,સિંહ ,ધનુ ,મીન માટે અનુકૂળ સમય .મકર ,કુમ્ભ, મિથુન ,કર્ક, તુલા ,વૃશ્ચિક માટે મધ્યમ સમય રહેવાનો છે.

2020નું વર્ષ કોરોનાના કારણે સંપૂર્ણ રીતે ખરાબ રહ્યું છે ત્યારે લોકોને આવનારા વર્ષ 2021ને લઈને અનેક આશાઓ છે. આ સાથે જ 2 વર્ષ પહેલાં કોરોનાની ભવિષ્યવાણી કરનારા મનોવૈજ્ઞાનિકે 2021ને લઈને પણ હાલમાં ભવિષ્યવાણી કરી છે. તેઓએ કહ્યું કે દુનિયા આવનારા વર્ષે પિગ ફ્લૂનો સામનો કરશે. 35 વર્ષના નિકોલસ ઓજુલાનું કહેવું છે કે કોરોના વાયરસની સાથે દુનિયાએ નવા વર્ષે રાહત મળશે તેવી આશા સેવી છે.પરંતુ જ્યારે લોકો કોરોના મહામારીથી કાબૂ મેળવવાની સ્થિતિમાં હશે ત્યારે તેમનામાં ભય કાયમ રહેશે. આ બીમારીને સમાપ્ત થવામાં 2022નો સમય લાગી શકે છે. આ સમયે એક અન્ય નવી બીમારીનો ભય લોકોને સતાવી શકે છે.

image source

નિકોલસ ઓજુલાએ ભવિષ્યવાણીમાં એક અન્ય મોટા સંકટની વાત કરી છે. તેમનું કહેવું છે કે વૈશ્વિક મહામારી કોરોના સામે લડી રહેલી દુનિયા આવનારા વર્ષે પિગ ફ્લૂનો સામનો કરશે. તેમનું કહેવું છે કે આ બીમારી સૂઅરથી ફેલાય છે. તે અન્ય વાયરસ જેવી બીમારી નથી. પણ તેમ છતાં દુનિયા આ બીમારીથી હેરાન થઈ શકે છે. ભારતમાં એક દિવસમાં ભારતમાં કોરોનાના 37 હજાર 410 નવા કેસ આવ્યા છે અને ગુજરાતમાં સ્થિતિ ઘણી ખરાબ છે. આ કારણે અહીના 4 મોટા રાજ્યોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા 42 હજાર 131 પહોંચી છે. તો એક દિવસમાં ભારતમાં કોરોનાથી 481 દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1 લાખ 34 હજાર 254ના મૃત્યુ થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 37 હજાર 815 છે તો ભારતમાં કોરોનાના કુલ કેસ 91 લાખ 77 હજાર 722 થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ