જાણો મેલેરિયા મસ્તિષ્કને કેવી રીતે પ્રભાવિત કરે છે, વૈજ્ઞાનિકોએ ઉકેલ્યો 100 વર્ષ જૂનો કોયડો

મેલેરિયા મસ્તિષ્કને કેવી રીતે પ્રભાવિત કરે છે – વૈજ્ઞાનિકોએ ઉકેલ્યો 100 વર્ષ જૂનો કોયડો

વૈજ્ઞાનિકોએ મસ્તિષ્કની તસ્વીરો લેતી ટેક્નિક જેને બ્રેઇન ઇમેજિંગ ટેક્નિક્સ કહે છે તેનો ઉપયોગ કરી લગભગ 100 વર્ષ જુનો એક કોયડો ઉકેલી લીધો હોવાનો દાવો કર્યો છે કે મેલેરિયા કોઈક રીતે મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. ઓડિશાના રાઉરકેલામાં કરવામાં આવેલા આ અભ્યાસમાં ધ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ કોમ્પ્લેક્સ મેલેરિયાના વૈજ્ઞાનિકો પણ શામેલ હતા.

image source

વૈજ્ઞાનિકોને મળી આ સફળતાથી એ ખુલાસો થાય છે કે ઘાતક રોગની વયસ્કો અને બાળકો પર અલગ અલગ અસર કેવી રીતે પડે છે. અનુસંધાનકર્તાઓના જણાવ્યા પ્રમાણે પ્લાસમોડિયમ ફાલ્સીપેરમ પરજીવીથી થનારા મેલેરિયા ગંભીર અ જીવલેણ હોય છે, જે મનુષ્યોને એનોફિલીઝ મચ્છરોના કરડવાથી થાય છે. ક્લીનિકલ ઇંફેક્સિસયસ ડિસિઝીસ જર્નલમાં પ્રકાશિત થેલા અભ્યાસ પ્રમાણે આ રોગથી ગ્રસ્ત લગભગ 20 ટકા લોકોની સાવાર થવા છતાં મૃત્યુ થઈ જાય છે.

image source

તેમણે કહ્યું કે મસ્તિષ્ક પર મેલેરિયાની જે અસર થાય છે તેનો કોયડો છેલ્લા 100 વર્ષથી વૈજ્ઞાનિકો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અધ્યયન ક્લીનિકલ ઇંફેક્સિયસ ડિસિઝીસ જર્નલમાં બુધવારે પ્રકાશિત થયો છે. અભ્યાસમાં અત્યાધુનિક એમઆરઆઈ સ્કેનનો ઉપયોગ કરવામા આવ્યો છે જો કે મેલેરિયા ગ્રસિત વિવિધ આયુષ્ય સમૂહના લોકોના મસ્તિષ્ક પર થતી અસર વચ્ચેના અંતરની સરખામણી કરી શકાય.

image source

લંડન સ્કૂલ ઓફ આઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસીન સાથે સંબંધિત તેમજ અભ્યાસના સહ પ્રમુખ લેખક સેમ વાસમરે જણાવ્યું કે વર્ષો સુધી વૈજ્ઞાનિકો આ પ્રકારના માલેરિયાની પેથોલોજીને સમજવા માટે શવ પરીક્ષણ પર નિર્ભર રહેતા હતા પણ આ રોગથી જીવીત બચેલા લોકો અને તેનાથી મૃત્યુ પામનારાઓ વચ્ચની સરખામણી કરવામાં સહાયક સાબિત નથી થયું. હવે ક્લીનિકલ પરીક્ષણની યોજના છે.

image source

તેમણે જણાવ્યું, ‘જીવીત વ્યક્તિના મસ્તિષ્કનો અભ્યાસ કરવા માટે ન્યૂરોઇમેજિંગ ટેકનીકનો ઉપયોગ કરી અમે વયસ્કોમાં આ રોગથી થનારા મૃત્યુના ખાસ કારણોની તપાસ કરી શક્યા છીએ.’ સેંટર ફોર સ્ટડી ઓફ કોમ્પ્લેક્સ મેલેરિયાના વૈજ્ઞાનિક તેમજ અધ્યયનના સહ પ્રમુખ લેખક સંજીવ મોહંતીએ જણાવ્યું કે અનુસંધાનના પરિણામો બાદ હવે ક્લીનિકલ પરીક્ષણ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું, જે તે સફળ રહ્યું તો તે વિશ્વના સૌથી ઘાતક રોગમાં સમાવિષ્ટ આ રોગથી થનારા લોકોના મૃત્યુની સંખ્યામાં ઘટાડો લાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે દર વર્ષે સરેરાશ મેલેરિયાના કારણે 4 લાખ કરતાં પણ વધારે લોકો મૃત્યુ પામે છે. જેમાં સૌથી વધારે મૃત્યુ આફ્રિકન રીજનમાં નોંધાયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રિજનમાં સમગ્ર વિશ્વના 94 % મેલેરિયાના કેસ તેમજ મૃત્યુ નોંધાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ