વુહાનની લેબથી ફેલાયો છે કોરોના વાયરસ? જો તમે આ VIDEO ના જોયો હોય તો જોઇ લેજો આજે જ, જેમાં જાણવા મળી એવી વાત કે…

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમ વુહાન પહોંચી છે. આ મુલાકાત દરમિયાન તેઓ કોરોના વાયરસનો ફેવાલો કેવી રીતે થયો તેની તપાસ કરશે. આ સમય દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થયો છે. વુહાન લેબના વૈજ્ઞાનિકોએ માની લીધું છે કે રહસ્યમય ગુફાઓમાં ચામાડિયાના નમૂના લેતી વખતે તેમને કેટલાક ચામાડિયાએ બટકુ ભરી લીધુ હતું. માનવામાં આવે છે કે આ ચીની ગુફાઓ કોરોના વાયરસથી સંક્રમિત ચામાડિયાનું ઘર છે.

image source

ચામાડિયાના કરડવાની વાતનો સ્વીકાર્યો કર્યો

લગભગ બે વર્ષ પહેલાં ચીનની સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર બતાવવામાં આવેલા એક વીડિયોમાં ચીનના વૈજ્ઞાનિકોએ ચામાડિયાના કરડવાની વાતનો સ્વીકાર્યો કર્યો. આ વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ ચામાડિયાના નમૂના લેતી વખતે બેદરકારી દાખવતા હતા, જેના કારમે તેઓ ચામાડિયાના શિકાર બન્યા હતા. હાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પર સલામતીના ધોરણોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ મૂકાયો છે. તાઇવાન ન્યૂઝના અહેવાલ મુજબ, હવે 29 ડિસેમ્બર 2017 ના સીસીટીવીના વીડિયોમાં ચાઇનીઝ લેબની બેદરકારીના પૂરાવા મળ્યા છે. આ વિડિયો ચીનના વૈજ્ઞાનિક શી ઝેંગલી અને તેની ટીમ દ્વારા સાર્સના મૂળને શોધવાની કોશિશને બતાવવા માટે બનાવવામાં આવ્યો હતો,

image source

વૈજ્ઞાનિકોએ ગુફામાં બેદરકારી દાખવી

બાયોસફ્ટી લેવલ 4 ની લેબ તરીકે ઓળખાતા વુહાન લેબના વૈજ્ઞાનિકોએ ગુફાની અંદર ચામાડિયાને પકડવામાં બેદરકારી દાખવતા હતા. પરિણામ એ આવ્યું કે એક ચીની સંશોધનકર્તાને ચામાડિયાએ કરડી લીધુ. સંશોધનકર્તાએ પોતે એક વીડિયોમાં આની કબૂલાત કરે છે અને તેનો હાથ બતાવે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમના સભ્યો શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરીને ચામાડિયાના અત્યંત ચેપી મળને એકત્રિત કરી રહ્યા છે. તે દરમિયાન કોઈએ પણ પી.પી.ઇ કીટ નથી પહેરી. વેબસાઇટના મતે વૈજ્ઞાનિક ચુઈ જીએ ચામાચીડિયાના કાપવાના પોતાના અનુભવ બતાવે છે. તેમાં કહ્યું કે ચામાચીડિયાના દાત તેના દસ્તાનોમાં ફસાઇ ગયા છે. તેને સોય વાગી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. અન્ય એક ભાગમાં ચામાચીડિયાને કાપ્યા પછી તે ભાગને બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સાંભળવા મળે છે કે ચામાચીડિયા ઘણા વાયરસના વાહક હોઇ શકે છે.

image source

વીડીયોમાં જીવતા ચામાચિટીયાને બતાવવામાં આવ્યા

વિડિયોમાં જોવા મળતા વ્યક્તિએ કહ્યું કે વૈજ્ઞાનિકોએ ગ્લોવ્ઝ પહેર્યા હોવા છતા તેમને ચામાચીડિયાઓ કરડવાનો ભય છે. આ સમયે એક સંશોધનકારે માન્યું કે તેને ચામાચિડીયુ કરડ્યુ છે. તેણે બતાવ્યું કે તેમના ચામાચીડીયાના કરડવાથી સોજો આવી ગયો હતો. આ વીડિયોમાં વ્યક્તિએ પોતે જ કહ્યું છે કે ચામાચિડાયાના કરડવાથી ઘણા પ્રકારના જીવલેણ વાયરસનો ચેપ લાગી શકે છે.

image source

પહેલા હડકવા રસી આપવામાં આવી હતી

તેમણે કહ્યું કે, ટીમના દરેક સભ્યને ગુફાઓ પર આવતા પહેલા હડકવા રસી આપવામાં આવી હતી. આ વીડિયો પહેલા ચાઇના સાયન્સ એક્સપ્લોરેશન સેન્ટર દ્વારા પોસ્ટ કરાયો હતો પરંતુ બાદમાં ચીન દ્વારા સેન્સર કરાયો હતો. આ વીડિયોમાં ચીનની બેટ વુમન એમ કહેતા સાંભળવામાં આવે છે કે ‘આ કાર્ય જેટલું જોખમી નથી જેટલું દરેક વિચારે છે. તેમણે કહ્યું કે એ સાચું છે કે ચામાચીડિયા ઘણાં વાયરસને લઈને ચાલે છે પરંતુ તેનાથી મનુષ્યને સીધો ચેપ લાગવાનું જોખમ ખૂબ ઓછું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત