ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો દેવી લક્ષ્મી થશે નારાજ

ઘણીવાર આપણે અજાણતા એવા કામ કરી લેતા હોઈએ છીએ જેના કારણએ આપણે જાતે જ ઘરમાં મુસીબત લઈ આવીએ છીએ. ઘરમાં રૂપિયા કમાઈને લાવવા અને તેને બચાવવાનું કામ મુશ્કેલ હોય છે. આ સમયે આપણે જો નાની ભૂલોનું ધ્યાન રાખી લેશું તો આપણા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

image source

ધનની દેવી લક્ષ્મીની કૃપા દરેક વ્યક્તિ ઇચ્છે છે પરંતુ માતાની દ્રષ્ટિ તમારા પર ખાસ રીતે રહે તે માટે તમારે કેટલીક ખાસ ભૂલો ન થાય તેનું ધ્યાન રાખવાનું રહે છે. જો તમે આ નાની વાતોનું ધ્યાન રાખી લેશો તો તમે અનેક મોટી મુશ્કેલીઓમાંથી બચી શકો છો. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે સફેદ રંગની વસ્તુનું દાન કરો તે શુભ ગણઆય છે. આ સિવાય તમે યથાશક્તિ ગરીબોને દાન કરી શકો છો. ગરીબોના દાનથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે.

image source

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો.

image source

જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મકતા છે તો તમે એક શુક્રવારે આ ખાસ ઉપાય કરો તો તમને લાભ મળી શકે છે. આ દિવસે સાંજના સમયે 5 જ્યોતનો ઘીનો દીવો કરો અને સાથે ઘરમાં સકારાત્મકતા આવશે. આમ કરવાથી જીવનમાં વૈભવ આવે છે.

દેવી લક્ષ્મીને દૂધનો પ્રસાદ ઘરે બનાવીને ચઢાવવાથી પણ લાભ થઈ શકે છે.

image source

રૂપિયાને ઘરમાં લાંબા સમય સુધી ટકાવી રાખવા ઈચ્છો છો તો તમે પૂજા સમયે દીવા સિવાય અલગથી કપૂર બાળી શકો છો અને તેમાં સાથે કંકુ પણ મિક્સ કરો. આ જે રાખ બને તેને એક લાલ કાગળમાં ભરી લો. હવે તેને તિજોરીમાં રૂપિયાના સ્થાને અથવા તો પર્સમાં રાખો. તેનાથી ધન ટકી રહેશે અને સમૃદ્ધિ પણ તમારા ઘરમાં વાસ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ