કોરોના ગયો નથી, રાખો ધ્યાન: ગુજરાતની આ સ્કૂલમાં આટલી બધી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતા હાહાકાર

કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી હોવાના કારણે બંધ કરી દેવામાં આવેલ માધ્યમિક શાળાઓને હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ગાઈડલાઈન પ્રમાણે શરુ કરવાની મંજુરી આપવામાં આવી છે. તે દરમિયાન કેશોદ શહેરમાં આવેલ કે. એ. વણપરીયા સંકુલ આજ રોજથી ધો. ૧૦ અને ૧૨ ના વર્ગો શરુ કરી દેવામાં આવ્યા હતા.

image source

ધો. ૧૦ અને ૧૨માં અભ્યાસ કરી રહેલ જેટલી વિદ્યાર્થીનીઓ શાળામાં આવી હતી તે તમામ વિદ્યાર્થીનીઓના કોરોના વાયરસ રેપિડ એંટીજન ટેસ્ટ શાળા તરફથી કરાવવામાં આવ્યા હતા. આ કોરોના વાયરસ રેપીડ એંટીજન ટેસ્ટમાં ૧૧ વિદ્યાર્થીનીઓના કોરોના ટેસ્ટ પોઝેટીવ આવ્યા હતા. જેના પરિણામે કેશોદ શહેરનું આરોગ્ય વિભાગના અધિકારીઓ શાળામાં દોડી આવ્યા હતા. કોરોના વાયરસથી સંક્રમિત થયેલ વિદ્યાર્થીનીઓને હોમ આઈસોલેટ કરી દેવા માટે શાળા ટ્રસ્ટ અને તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

૧૧ વિદ્યાર્થીનીઓ માંથી ૮ વિદ્યાર્થીનીઓ કેશોદમાં રહે છે, જયારે ૩ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહે છે.

કેશોદ શહેરમાં આવેલ કે. એ. વણપરીયા પટેલ કન્યા વિદ્યા મંદિરમાં એકસાથે ૧૧ વિદ્યાર્થીનીઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવતા તંત્ર તાત્કાલિક સક્રિય થઈ ગયું છે. આ વિષે કન્યા છાત્રાલયના આગેવાન ડૉ. અશ્વિન અજુડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંસ્થાની શાળામાં આજ રોજથી ધો. ૧૦ અને ધો. ૧૨ના ક્લાસ શરુ કરવામાં આવેલ હતા. પરંતુ શાળા તરફથી કોરોના વાયરસના રેપીડ એંટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા આ ટેસ્ટમાં ૧૧ વિદ્યાર્થીનીઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી છે. આ ૧૧ વિદ્યાર્થીનીઓ માંથી ૮ વિદ્યાર્થીનીઓ કેશોદ શહેરમાં જ રહે છે, જયારે અન્ય ૩ વિદ્યાર્થીનીઓ શાળાની હોસ્ટેલમાં રહેતી હતી. આ બધી વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી થઈ ના હોવાના સાથે જ કોરોના વાયરસના કોઈપણ લક્ષણો પણ જોવા મળ્યા હતા નહી.

સંકુલમાં સેનીટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી.

તંત્ર દ્વારા વધારે સાવધાની ભાગરૂપ સંસ્થાએ તંત્ર સાથે મળીને ૧૧ કોરોના પોઝેટીવ આવેલ વિદ્યાર્થીનીઓના માતા-પિતાને જાણ કરી દેવામાં આવી છે. આ બધી જ વિદ્યાર્થીનીઓને હોમ આઈસોલેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહી, આખા સંકુલને એટલે કે, શાળા સંકુલ સહિત હોસ્ટેલને પણ સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

image source

આ સાથે જ શાળાના સંકુલમાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓને કોરોના વાયરસ સામે સાવચેત રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો કે, હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલ એક પણ વિદ્યાર્થીનીઓને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી જોવા મળી રહી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ