વિરાટ કોહલીએ પ્રથમ વખત દીકરી વામિકાની તસવીર કરી શેર, જે રમતી જોવા મળી અનુષ્કા સાથે, જોઇ લો તસવીરમાં શું આપ્યો ખાસ મેસેજ

વિરાટ કોહલીએ શેર કર્યો દીકરી વામિકા સાથેનો અનુષ્કા શર્માનો ફોટો, મહિલા દિવસ પર લખ્યો આ ખાસ મેસેજ.

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારતના ક્રિકેટર અને કેપટન વિરાટ કોહલીએ પોતાની દીકરી વામિકા અને પત્ની અનુષ્કા શર્માનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં દીકરી વામિકા સાથે રમી રહી હોય એમ લાગી રહ્યું છે. આ ફોટો શેર કરતાની સાથે વિરાટ કોહલીએ એમને આ દિવસની શુભકામનાઓ પાઠવી છે. એની સાથે સાથે વિરાટ કોહલીએ લખ્યું છે કે એ ઈચ્છે છે કે એમની દીકરી પણ અનુષ્કા શર્મા જેવી જ બને.

image source

વિરાટ કોહલીએ આગળ લખ્યું છે કે “બાળકને જન્મ આપતું જોવું એ કઈ સરળ વાત નથી. એ કોઈના માટે અસવિશ્વસનીય અને આશ્ચર્યજનક અનુભવ હોઈ શકે છે. જ્યારે તમે એને જોવો છો તો તમે સ્ત્રીઓની અસલી તાકાત અને દિવ્યતાને સમજો સાજો અને તમે એ સમજી શકો છો કે ભગવાને એમની અંદર જીવન કેમ બનાવ્યું છે. આવુ એટલા માટે કારણ કે એ આપણી સરખામણીમાં વધુ મજબૂત છે.

image source

વિરાટ કોહલી આગળ લખે છે કે “મારા જીવનની સૌથી મજબૂત અને સોફ્ટ દિલવાળી મહિલાને મહિલા દિવસની શુભકામનાઓ. સાથે સાથે એને પણ શુભકામનાઓ જે તેની માતા જેવી બનવાની છે. અને દુનિયાની બધી જ અદભુત મહિલાઓને પણ આ મહિલા દિવસ મુબારક.

image source

તમને જણાવી દઈએ કે 11 જાન્યુઆરી 2021માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના જીવનમાં એમની વ્હાલી દીકરીનું આગમન થયું છે. પિતા બનવાની ખુશ ખબર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપતા વિરાટ કોહલીએ લખ્યું હતું કે “અમને બંનેને એ જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે આજે બપોરે અમારે ત્યાં દીકરી આવી છે. અમે તમારા પ્રેમ અને શુભકામનાઓ બદલ ખરા દિલથી તમારા આભારી છે. અનુષ્કા અને દીકરી, બંને એકદમ ઠીક છે.”

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)


થોડા દિવસ પછી અનુષ્કાએ દીકરી સાથેનો પ્રથમ ફોટો શેર કરીને લખ્યું હતું કે ‘અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી, પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.’

image source

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડીના લોકો હંમેશા વખાણ કરે છે. થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા માટે કહ્યું હતું કે “હું અને અનુષ્કા શર્મા હંમેશા એકબીજાની સાથે રહેવું પસંદ કરીએ છીએ. અમને સાથે રહેવા માટે કોઈ કરણની જરૂર નથી પડતી. મેં એ અનુભવ્યું છે કે અમારી જિંદગીમાં ગમે તેટલા ઉતાર ચડાવ આવી જાય પણ તો ય અમે એકબીજાની સાથે હોઈએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!