ઓ બાપ રે! મહારાષ્ટ્રમાં આ એક બેદરકારીને કારણે ધડાધડ વધી ગયા કોરોનાના કેસ, જાણો અને ચેતો તમે પણ, નહિં તો..

મહારાષ્ટ્ર રાજ્યમાં આવી બેદરકારીના લીધે વધી ગયા કોરોના વાયરસના કેસ, આપ કારણ જાણી જશો તો ચોંકી જશો. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં એકવાર ફરીથી વધી ગયા છે.

  • -સતત ૩ દિવસ સુધી ૧૦ હજાર કરતા વધારે કેસ સામે આવ્યા.
  • -કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૨,૦૮,૫૮૬ સુધી પહોચી ગયા છે.
  • -કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય ટીમ મોકલવામાં આવી.
image source

સતત ૩ દિવસથી ૧૦ હજાર કરતા વધારે કેસ સામે આવ્યા.

મહારાષ્ટ્ર રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્યમાં સતત ૩ દિવસ દરમિયાન જ ૧૦ હજાર કરતા વધારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જેના લીધે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૨,૦૮,૫૮૬ સુધી આંકડો પહોચી ગયો છે. મહારાષ્ટ્ર રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિદર્ભ, પુણે અને મુંબઈ શહેરમાં ઘણા ઝડપથી નવા કેસ સામે આવી જવાના લીધે ૧૩ દિવસમાં જ ૧ લાખ કેસ સામે આવ્યા છે.

image source

કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય ટીમ મોકલવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસના લીધે મહામારી વિષે સામાન્ય જનતામાં ઓછી જાગૃતતા અને ડર નહી લાગવા જેવા કારણો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસને જોતા કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય ટીમને મોકલવામાં આવી છે.

image source

રવિવારના દિવસે ૧૧ હજાર જેટલા કેસ સામે આવ્યા.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવેલ આંકડાઓ પ્રમાણે રવિવારના દિવસે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત ૧૧,૧૪૧ દર્દીઓ સામે આવ્યા છે. ત્યાં જ ૩૮ વ્યક્તિઓના મૃત્યુ કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે થઈ ગયા છે અને કુલ મૃત્યુઆંક ૫૨,૪૭૮ સુધી પહોચી ગયો છે. આની પહેલા શુક્રવાર અને શનિવારના દિવસે મહારાષ્ટ્ર રાજ્યમાં ક્રમશ:૧૦,૨૧૬ અને ૧૦, ૧૮૭ કેસ નોંધવામાં આવ્યા છે. જેના પરિણામે ઔરંગાબાદ જીલ્લામાં નાઈટ કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યું છે.

image source

વીકેંડના દિવસોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

સંભાજીનગર એટલે કે, ઔરંગાબાદ જીલ્લામાં કોરોના વાયરસ સંક્રમણને કેસમાં વધારો જોવા મળવાના લીધે વીકેંડના દિવસોમાં પણ સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ તા. ૧૧ માર્ચ, ૨૦૨૧ થી તા. ૪ એપ્રિલ, ૨૦૨૧ સુધી ઔરંગાબાદ જીલ્લામાં રાતના સમયે એટલે કે, રાતના ૯ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન સ્કુલ, કોલેજ, મેરેજ હોલ વગેરે સ્થાનોને બંધ રાખવામાં આવશે.

image source

નિયમોનું પાલન નહી થતું હોવાના લીધે કેસમાં થયો વધારો.

મહારાષ્ટ્ર રાજ્ય એવા ૬ રાજ્યોમાં સામેલ છે જે રાજ્યોમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યાના ૮૫% કેસ સામે આવ્યા છે. દેશના કુલ કેસના ૫૦% કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં સામે આવ્યા હોવાનું માનવામાં આવે છે. પંચાયતની ચૂંટણી, લગ્ન સમારંભ અને સ્કૂલો ખુલી જવાથી ભીડમાં કોરોના વાયરસ સંક્રમણની ગાઈડલાઈનનું પાલન નહી થતું હોવાના લીધે કેસમાં વધારો થયો છે.

image source

રસીકરણમાં ઝડપ લાવવી પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, દેશના જે પણ રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે તે રાજ્યોમાં કોરોના વાયરસના વેક્સિનેશનમાં ઝડપ લાવવી પડશે. એક મીટીંગમાં રાજ્યોને એવું કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી અને વધારેમાં વધારે ૨૮ દિવસ માટે રસીકરણને વેગ આપવા માટે પ્રાઈવેટ હોસ્પિટલની સાથે ગઠબંધન કરવાનું કહ્યું છે.

image source

સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલ ઓછામાં ઓછા ૨૦ વ્યક્તિઓને શોધવામાં આવે. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહી, સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની શોધ કરવામાં આવે અને તેમની તપાસ કરવા દરમિયાન મૂળભૂત નિયમોનું પાલન કરવું. નાની યોજનાઓ બનાવો અને પ્રોટોકોલમાં સખ્તાઈથી પાલન કરવું. હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ દર્દીઓને સુનિશ્ચિત કરો, હોટસ્પોટ ક્ષેત્રોમાં ૧૦૦% વ્યક્તિઓની તપાસ કરો અને કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!