શરુ થઇ ગઇ અંગ દઝાડતી ગરમી: 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડીગ્રીએ પહોંચ્યો, જાણી લો હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં કેટલે પહોંચશે ગરમીનો પારો

ઉનાળો શરુ થાય એટલે 2 વાતની જ ચર્ચા ચારે બાજુ થવા લાગે છે. એક છે કેરી અને બીજી ગરમી. ઉનાળામાં કાળઝાળ ગરમી શરુ થતાંની સાથે જ હાયતોબા લોકો પોકારવા લાગે છે. તેવામાં માર્ચ મહિનાની શરુઆતમાં જ રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 35 ડીગ્રી નજીક પહોંચી જતાં લોકોની ચિંતા વધી છે. તેવામાં પણ આ ચિંતામાં વધારો હવામાન વિભાગે કર્યો છે જે અનુસાર આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધી શકે છે.

image source

રાજ્યમાં ગરમી માટે સૌથી વધુ જે શહેરની ચર્ચા થાય છે તેવા અમદાવાદ ખાતે ગરમી 35 ડીગ્રીથી પણ વધી ચુકી છે. જો કે અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના 10થી વધુ શહેરોમાં તાપમાન 35 ડીગ્રીથી વધી ચુક્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાન હજુ પણ વધી શકે છે એટલે કે ગરમી હજુ વધી શકે છે.

image source

આજના આંકડા અનુસાર રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડીગ્રીથી વધુ નોંધાયો હતો. આગામી દિવસોમાં અહીં ગરમી વધી શકે છે. રાજ્યમાં માર્ચ મહિનો એટલે કે ઉનાળાની શરુઆતમાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમી પડવા લાગી છે. તેવામાં મે સુધીમાં લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.

image source

આજે જે 14 શહેરોમાં ગરમી 35 ડીગ્રીથી વધુ નોંધાઈ છે તેમાં અમરેલીમાં 37.8 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 37.8 ડીગ્રી, રાજકોટમાં 37.6 ડીગ્રી, ડીસામાં 36.4 ડીગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 36.7 ડીગ્રી, વડોદરામાં 36.6 ડીગ્રી, મહુવામાં 35.6 ડીગ્રી, સુરતમાં 35.5 ડીગ્રી, ભાવનગરમાં 35.2 ડીગ્રી, કેશોદમાં 35.2 ડીગ્રી, ભુજમાં 35 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં અમદાવાદની વાત કરીએ તો અહીં તાપમાન 37.5 ડીગ્રીને પાર પહોંચ્યું હતું જ્યારે ગાંધીનગરમાં 36.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

image source

રાજ્યમાં માર્ચ મહિનાથી મે મહિના સુધીમાં તાપમાન સૌથી વધુ નોંધાય છે. તેવામાં હાલના સમયમાં સવારે ગુલાબી ઠંડી અનુભવાય છે જ્યારે બપોર બાદ ધીરે ધીરે ગરમી વધે છે. આમ રાજ્યભરના મોટા ભાગના શહેરોમાં બે ઋતુનો અનુભવ થાય છે. હવે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આ વર્ષે ઉનાળામાં લોકોએ કાળઝાળ ગરમી માટે પણ તૈયાર રહેવું પડશે.

image source

અમદાવાદ માટે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અહીં આગામી પાંચ દિવસ ગરમીમાં રાહત રહેશે પરંતુ ત્યારબાદ સૂર્ય અંગ દઝાડતી ગરમીથી લોકોને સતાવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 13 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડીગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારબાદ અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 નોંધાઈ શકે છે. જ્યારે આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે અને તાપમાન 40 ડીગ્રીએ પણ પહોંચી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!