લો બોલો આ ગામમાં દરેક પુરુષોને છે બબ્બે પત્ની, જાણો આ વિચિત્ર રિવાજ વિશે તમે પણ

બે પત્નીનો રીવાજ

આપણો ભારત દેશ અલગ અલગ સમાજ, જાતિ, ધર્મ, સમુદાયો ધરાવે છે. એટલા માટે દરેક સમાજ, પ્રદેશની પોતાની અલગ ઓળખ ધરાવે છે. ઉપરાંત રીવાજો પણ અલગ અલગ હોય છે ઘણા રીવાજો તો ખરેખરમાં ખુબ જ વિચિત્ર હોય છે, તેમ છતાં પેઢી દર પેઢી ચાલ્યા આવતા હોવાથી આજે પણ કેટલાક રીવાજો એવા છે જેનું અસ્તિત્વ આજે પણ તે રિવાજોનો અમલ કરવામાં આવે છે. આજે અમે આપને ભારત દેશના એક વિસ્તારની આવી જ એક વિચિત્ર પરંપરા વિષે જણાવીશું.

image source

રાજસ્થાન રાજ્યના બાડમેર જીલ્લામાં આવેલ દેરાસર ગામ અત્યારે ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જેનું કારણ છે ત્યાનો એક રીવાજ. દેરાસર ગામમાં એક એવો રીવાજ છે જે પુરુષો માટે કોઈ સ્વર્ગથી ઓછું નથી. દેરાસર ગામમાં દરેક પુરુષને બે લગ્ન કરવાનો એક અજીબ રીવાજનું પાલન કરવામાં આવે છે. આ રીવાજ નિભાવવા પાછળનું કારણ પણ ખુબ જ વિચિત્ર છે. જે જાણીને આપને પણ નવાઈ લાગશે…

image source

રાજસ્થાન રાજ્યના જેસલમેરમાં દેરાસર ગ્રામ પંચાયતમાં રામદેયો નામનું એક ગામ વસવાટ કરે છે. આ રામદેયો ગામ મુસ્લિમ વસ્તી ધરાવતું ગામ છે. રામદેયો ગામના દરેક ઘરમાં એક પુરુષને બે પત્નીઓ રાખવાનો રીવાજ ચાલી રહ્યો છે. ગામના લોકો આ રીવાજ વિષે જણાવે છે કે, આ રીવાજ અમારા વડવાઓના સમયથી એટલે કે ઘણી બધી પેઢીઓથી ચાલી રહી છે. આથી અમે લોકો પણ આ રીવાજનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ.

આ રીવાજ પાછળનું કારણ પણ એના જેટલું જ વિચિત્ર:

image source

રામદેયો ગામ ૭૦ પરિવારની વસ્તી ધરાવે છે. રામદેયો ગામમાં દરેક પુરુષને બે પત્નીઓ સાથે રહે છે. તેની પાછળનું કારણ અહીના લોકોનું માનવું છે કે પ્રથમ પત્ની ગર્ભધારણ કરવામાં સફળ ના થાય કે પછી બીજીવાર પણ પુત્રીને જન્મ આપે છે તો? આવા કેટલાક કારણોથી તેઓને પાછળથી બીજા લગ્ન કરવાની ફરજ પડે છે. આ ધારણા ઘણા વર્ષોથી ચાલી રહી છે ઉપરાંત હવે આ રીવાજે ગામમાં કાયમી બનાવવામાં આવી ગઈ છે. આ ગામના પુરુષોનું આ રીવાજ વિષે જણાવતા કહે છે કે અમારા વડવાઓનું એવું માનતા હતા કે બીજી પત્ની જ પુત્રને જન્મ આપી શકે છે. એટલે જ આ ગામમાં બીજી પત્નીને પુત્ર પ્રાપ્તિની ગેરંટી તરીકે જોવાય છે.

ઘરમાં ઝગડો ના થાય એ માટે શું કરવામાં આવે છે.?

image source

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘મહિલાઓ વચ્ચે ઝગડો તો થાય જ.’ જયારે આ ગામમાં તો દરેક પુરુષને બે પત્નીઓ છે અને એ પણ એકબીજાની શૌક્ય! એટલે ઝગડા તો થતા જ હશે. આ મુદ્દે ગામના લોકો જણાવે છે કે રામદેયો ગામમાં બન્ને પત્નીઓ વચ્ચે ક્યારેય ઝગડા થતા જ નથી. તેની પાછળનું કારણ જણાવતા કહે છે કે અમે લોકો એક જ રસોડામાં ભોજન બનાવવાથી લઈને સાથે જ બેસીને જમવામાં આવે છે. રામદેયોની મદરેસામાં ભણાવતા એક વ્યક્તિ જણાવે છે કે રામદેયો ગામના દરેક પુરુષ પોતાની બન્ને પત્નીઓને એકસમાન દરજ્જો આપે છે. જેના કારણે કોઈ મુશ્કેલીઓ આવતી નથી. ઉપરાંત પત્નીઓને ખુશ રાખવાની જવાબદારી પુરુષોની હોય છે અને આ વાતનો પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. તેમજ રામદેયો ગામમાં આજ દિન સુધી એવો કોઇપણ મોટો વિવાદ સામે આવ્યો નથી અને મહિલાઓ પણ ખુશ રહે છે.

image source

રાજસ્થાન જેવા બાડમેર અને જેસલમેર જેવા કેટલાક વિસ્તારોમાં આજે પણ બે પત્નીઓનો આ રીવાજ અસ્તિત્વમાં છે, સારી વાત એ છે કે આ બે પત્ની રાખવાનો રીવાજ ખુબ જુજ ગામોમાં જ જોવા મળે છે. રામદેયો જેવા જુજ ગામો જ છે જ્યાં ગામના લોકો અત્યાર સુધી પણ આ રીવાજનું પાલન કરી રહ્યા છે. રામદેયો ગામના રહેવાસી અને મોલવી એવા નીશરુ ખાનના બન્ને ભાઈઓને પણ બે પત્નીઓ સાથે લગ્ન કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ