IPS રુચિવર્ધન મિશ્રાએ લાઇફમાં કર્યા છે અનેક પડકારોનો સામનો, અને આજે છે ટોપ પર, વાંચો કેવી રીતે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને કરે છે સંતુલન

મહિલા આઈપીએસ રુચિવર્ધન મિશ્રા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનની વચ્ચે સંતુલન બનાવીને ચાલે છે.

image source

આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. પુરુષો સાથે પગલાંથી પગલું મિલાવીને ચાલતી, તે રોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. આ કુશળતાને કારણે જ, મહિલાઓ ઘર અને બહારની બન્ને જવાબદારી કેવી રીતે નિભાવવી તે સારી રીતે જાણે છે. દેશના મહિલા આઈપીએસ રુચિવર્ધન મિશ્રા આવા જ અદ્ભૂત ગુણોની ખાણ છે. તેઓ હિંમત અને સાહસનું ઉદાહરણ બતાવે છે, તેમ જ તેમની છાતીમાં માતાનું હૃદય છે, જે તેમને પુત્રીઓ સામે થતા અન્યાય સામે અવાજ આપવા અને ગુનેગારોને સજા કરવામાં મદદ કરે છે. તો ચાલો આપણે જાણીએ કે આ રુચિવર્ધન મિશ્રા કોણ છે.

image source

મધ્યપ્રદેશના ઈન્દોરની પ્રથમ મહિલા આઈપીએસ રુચિવર્ધન મિશ્રા, દરેક મહિલા માટે પ્રેરણારૂપ છે. એસએસપી રુચિવર્ધન મિશ્રા 88 તાલીમાર્થી અધિકારીઓની બેચમાં ટોચના સ્થાને દેશના 67 માં ક્રમ પર આવ્યા. તે ભોપાલની સૌથી પ્રખ્યાત સાતમી બટાલિયનમાં કમાન્ડન્ટ પણ હતી. તેમના પતિ શશાંક મિશ્રા ઉજ્જૈનના કલેક્ટર છે.

તેઓએ જણાવ્યું કે તેઓ મહિલા ગુના અને ટ્રાફિકના આયોજન પર ભાર મૂકવામાં આવશે. પોતાના અંગત જીવન અને કામ વચ્ચે અદ્ભુત સંતુલન ઉભું કરનાર રુચિવર્ધન મિશ્રા, ત્યારે હેડલાઇન્સમાં આવ્યા હતાં, જ્યારે તે તેમની બે વર્ષની બાળકી સાથે નાઇટ પેટ્રોલિંગ પર નીકળ્યા હતા.

image source

રુચિવર્ધન મિશ્રા 2006 ના આઈપીએસ બેચના ટોપર રહી ચૂક્યા છે. આ સાથે, તે એક અચૂક નિશાનાબાજ (શૂટર) પણ છે. મૂળ મધ્યપ્રદેશના સતનાના રહેવાસી રૂચિવર્ધન મિશ્રા, પહેલા હોશંગાબાદમાં એસપી અને પછી ઈન્દોર ભોપાલમાં એએસપી રહી ચૂક્યા છે. તેમનું માનવું છે કે જીવનમાં કંઇપણ મુશ્કેલ નથી. જો તમે કંઈ પણ ખૂબ જ નિષ્ઠાપૂર્વક ઈચ્છતા હોવ, તો પછી તમને મંજિલ સુધી પહોંચતા કોઈ રોકી નહીં શકે.

રુચિવર્ધન મિશ્રા બે વર્ષની પુત્રીની માતા છે. તેઓને આઈએએસ અને આઈપીએસ બંનેમાં પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને જીવનમાં પડકારોનો સામનો કરવાનો અને કઈંક જુદું કરવાનો જુસ્સો હતો, તેથી તેમણે કારકિર્દી તરીકે આઈપીએસની પસંદગી કરી હતી. આઈપીએસ એક પડકારજનક કાર્યછે અને આ ક્ષેત્રમાં હંમેશા દેશ માટે કંઈક કરવાની તક હોય છે.

image source

રુચિવર્ધન મિશ્રાએ જેએનયુ યુનિવર્સિટીમાંથી એમએ અને એમફિલનો અભ્યાસ કર્યો છે. તાલીમ દરમ્યાન, તેમણે શૂટિંગ સ્પર્ધામાં દસમાંથી દસ નંબર મેળવીને અચૂક નિશાનાબાજ (શૂટર) તરીકેનું નામ પણ પ્રાપ્ત કર્યું છે. પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સારું કામ કરી રહેલા રુચિવર્ધન મિશ્રા કહે છે કે અંગત અને વ્યવસાયિક જીવનમાં સંતુલન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જો તમે વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને મિક્સ કરો છો, તો પછી તમે ફક્ત બંનેમાં ફસાઈ જશો અને પોતાની જાતને મુશ્કેલીમાં જ જોશો.

image source

તમને આ સ્થિતિ યોગ્ય રીતે સંભાળતા આવડવું જોઈએ. જેથી તમે તણાવમાં ન રહો. આ ઉપરાંત, તમારી જરૂરિયાત ક્યાં વધારે છે તેના પર ધ્યાન આપવું પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ