આખરે વિજય નેહરાની મહેનત રંગ લાવી, ગુજરાતના જે જિલ્લાની જવાબદારી IAS વિજય નેહરાને સોંપાઈ ત્યાં વેક્સિનેશનનો બન્યો રેકોર્ડ, દેશભરમાં થઇ રહ્યા છે વખાણ

કોરોના મહામારી સામે લડવા હાલમાં સમગ્ર વિશ્વમાં વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો ઘણા સેન્ટરો પર રસીકરણ ચાલી રહ્યું છે. જો કે પુરતો સ્ટોક ન હોવાને કારણે લોકો હેરાન પણ થઈ રહ્યા છે. તો બીજી તરફ રાજ્યનો એક જિલ્લો એવો પણ છે જે રસીકરણ કરણમાં ટોપ પર છે. આ જિલ્લો છે બનાસકાંઠા. તમને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લો દેશમાં 98 ટકા લોકોના રસીકરણ સાથે મોખરે છે.

image source

નોંધનિય છે કે, બનાસકાંઠા જિલ્લામાં હાલ 45થી વધુ ઉંમરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે અને એક જ મહિનામાં અધિકારીઓની મહેનત અને યોગ્ય આયોજનના કારણે 6.17 લાખની વસતિ સામે 6.04 લાખ કરતાં વધુ લોકોને ઓછામાં ઓછો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

image source

આ સફળતા અંગે જ્યારે બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યુ કે, અમે આ માટે અમારા જિલ્લાના પ્રભારી સચિવ વિજય નેહરાના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા. તેમણે આગળ કહ્યું કે, જે દિવસથી રસીકરણ શરૂ થાય એ જ દિવસથી મહત્તમ લોકોને આવરી લેવા જોઈએ. આના કારણે જ અમે દરરોજ 50થી 55 હજારની સરેરાશથી રસીકરણ થાય તે લક્ષ્યાંક પાર પાડ્યું.

image source

નોંધનિય છે કે, રસીકરણની માટે બે પ્રકારનું આયોજન જવાબદાર રહ્યું. એક તો રસીકરણ કેન્દ્રો પર સ્વયંભૂ આવે તેમનું રસીકરણ કરવું. આ ઉપરાંત ગામેગામ ફરીને આરોગ્યકર્મીઓ જેમ બાળરોગો માટે રસી અપાય છે તેમ રસી આપતા હતા, જેથી આખું કામ સરળતાથી પાર પડ્યું. તેમણે વધુમાં કહ્યું કે, હજુ આગામી સમયમાં 18થી 45 વર્ષના લોકોને રસી આપવાની થશે ત્યારે આ જ રીતે ઝડપથી કાર્ય થશે.

image source

આગળ તેમણે કહ્યું કે, જિલ્લામાં વધુમાં વધુ રસીકરણ થાય તે માટે અમે, ધાર્મિક ગુરુઓ, દૂધ મંડળીઓ, પંચાયત સભ્યો, સખીમંડળ, વ્યાપારી, એપીએમસી સહિતના લોકોને વિશ્વાસમાં લીધા અને સૌના સાથ સહકારથી આ મિશન પુરુ કર્યુ. જો સમગ્ર દેશની વાત કરીએ તો હાલમાં દેશમાં માત્ર 40 ટકા અને ગુજરાતમાં 55 ટકાને રસી અપાઈ છે.

image source

તમને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં હાલ રસીકરણ ચાલી રહ્યું છે એમાં 45થી વધુ વયના લોકોની કુલ વસતિના માત્ર 40 ટકા, તો બીજી તર ગુજરાતમાં આ જ વયજૂથના 55 ટકા લોકોને પહેલા ડોઝની રસી અપાઇ છે. એની સામે બનાસકાંઠામાં આ લક્ષ્યાંક 98 ટકા પ્રાપ્ત કર્યો છે. આમ બનાસકાંઠા જિલ્લાએ રસીકરણ અંગે અન્ય જિલ્લાને નવી રાહ બતાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!