અજીબોગરીબ ઘટના… 2નો ઘડિયો ના આવડ્યો તો દુલ્હને માંડવેથી જાન પાછી કાઢી અને પછી…પૂરી ઘટના વાંચીને તમે પણ બોલી ઉઠશો OMG!

ગણિત ન આવડતા લગ્ન તૂટી જાય એવું ક્યારેય સાંભળ્યું છે? ગણિતની સમાન્ય ટેસ્ટ લગ્ન તૂટી જવાનું કારણ બની છે. યુપીના દેશમાં દુલ્હને જાનને પછી મોકલી દીધી, અને લગ્ન પણ તોડી નાખ્યા. તેનું કારણ એ હતું કે વરજાને બે નો ઘડીયો ન આવડતા કન્યાએ લગ્ન કરવાની ના પડી દીધી. આ ઘટના યુપીના દેશમાં જોવા મળી છે. ગણિત ન આવડવા પર દુલ્હને લગ્ન તોડી નાખ્યા.

image source

એક જાણકારી પ્રમાણે શનિવારના દિવસે યુપીના મહોબાના એક ગામમાં પરિવારના લોકોએ નક્કી કરેલા અરેન્જ મેરેજ થવાના હતા. વરરાજો સાંજે જાન લઈ તેના ગામમાં પોહ્ચ્યો અને કન્યાને ક્યાંકથી એવી જાણ થઈ કે વરરાજો ભણેલો નથી. તેથી દુલ્હને લગ્ન પહેલા વરરાજાની ટેસ્ટ લેવાનું વિચાર્યું. જેટલું તેના વિષે કહેવામાં આવ્યું તે મુજબ તેમાં કોઈપણ જાતના ગુણ નહોતા.

image source

લગ્ન સમયે જયારે વરમાળાનો સમય આવ્યો ત્યારે દુલ્હને વરરાજાને બે નો ઘડીયો બોલવાનું કહ્યું હતું. આ સાંભળીને વરરાજો એકદમ ચોકી ઉઠ્યો. ત્યારે દુલ્હને બીજી વખત તેને કીધું તો તે ના ન પડી શક્યો અને તેને બે નો ઘડીયો બોલવાની ટ્રાય કરી પરંતુ તેમ છતાં તેને બે નો ઘડીયો ન આવડતા તે દુલ્હને તેની સાથે લગ્ન કરવાની ના પડી દીધી.

image source

પનવારી સ્ટેશનના એસએચઓ વિનોદ કુમારે એવું કહ્યું કે આ મેરેજ એક અરેન્જ મેરેજ હતા. જે વરરાજો હતો તે મહોબા જિલ્લાના ધવાર ગામનો રહેવાસી હતો. દુલ્હન અને દુલ્હાના બંને પરિવારના લોકો ભેગા થયા હતા. પરંતુ જયારે બે નો ઘડીયો વરરાજાને પૂછવામાં આવ્યો અને તેને તે ન આવડવાથી દુલ્હન નારાજ થઈને આ લગ્નને તોડી નાખ્યા હતા.

image source

દુલ્હનનું કહેવું એવું છે કે તે કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરે જેને ગણિતનું સામાન્ય જ્ઞાન પણ આવડતું ન હોય. તેની સાથે તે ક્યારેય લગ્ન નહિ કરે. દુલ્હનના પિતરાઈ ભાઈ એવું કહ્યું કે તે પણ આ વાત જાણીને ચોકી ઉઠ્યા, કે વરરાજો આટલો અશિક્ષિત હશે. જેને સામાન્ય બે નો ઘડીયો પણ નથી આવડતો. તેને તેની શિક્ષા વિષે અમને બધાને અંધારામાં રાખ્યા હતા. તે કદાચ ક્યારેય સ્કુલે પણ નહિ ગયો હોય. મારી બહેને કોઈપણ મીડિયાના ડર વગર લગ્ન કરવાની ના પડી દીધી. જે મને ખુબ પસંદ આવ્યું.

image source

લગ્નની ના પડ્યા બાદ લગ્નમાં બંને પક્ષના લોકોએ ભેગા મળીને વાતચીત કરી સમજોતો કરી લીધો. તેમને કરેલી વાતચીતમાં એવું નક્કી કરવામાં આવ્યું કે બંને પક્ષના લોકોએ એક બીજાને આપેલી બધી ગીફ્ટ, સોનું, પૈસા જેવી બધી વસ્તુને એકબીજાની પાછી આપી દેશે. ત્યાર બાદ વરરાજો પાછો તેના ઘરે જતો રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!