કોરોના કાળમાં લોકોની મદદ કરી રહી છે આ બોલિવુડ અભિનેત્રીઓ, જાણો કોણ-કોણ સામેલ છે આ લિસ્ટમાં…

દેશમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. એવા સમયમાં સામાન્ય માણસથી લઈને ઘણા ટીવી અને બોલિવુડના સેલેબ્સ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. તો બોલીવુડમાં તો સેલેબ્સ બને એટલી મદદ કરી રહ્યા છે જેથી આ લોકડાઉનના દિવસોમાં એવા બધા જ વ્યક્તિઓની મદદ કરી શકાય જેમને જરૂર હોય. ઘણી બૉલીવુડ અભિનેત્રીઓ કોરોનાને માત આપ્યા પછી સામાન્ય લોકોની મદદ માટે આગળ આવી છે.

સુસ્મિતા સેન.

image source

ઘણા હોસ્પિટલ એવા છે જ્યાં કોરોનાના દર્દીઓનું ઓક્સિજનની કમીને કારણે મૃત્યુ થઈ રહ્યું છે. હાલ એ છે કે દર્દીઓનો જીવ બચાવવા માટે ડોકટર પોતાની જાતને લાચાર મહેસુસ કરી રહ્યા છે..બૉલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન પણ કોરોના વિરુદ્ધની જંગમાં સામેલ થઈ ગઈ છે અને પોતાના લેવલ પર લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એમને હાલમાં જ મુંબઇથી દિલ્લીના હોસ્પિટલમાં ઓક્સિજન સિલેન્ડર મોકલ્યા છે કારણ કે દિલ્લીમાં ઓક્સિજનની ઘણી જ કમી છે.

ભૂમિ પેડનેકર.

image source

ભૂમિ પેડનેકરે 18 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા દ્વારા ઘોષણા કરી હતી કે એમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે. એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા લોકોને મેડિકલ સાધનો સપ્લાય કરાવી રહી છે. એ જાતે પણ પહેલા વેરીફાઈ કરી રહી છે જેથી કરીને જે યોગ્ય જરૂરિયાતમંદને સુવિધાઓ મળી શકે.

આલિયા ભટ્ટ.

image source

આલિયા ભટ્ટ હાલમાં જ કોરોનાથી રિકિવર થઈ છે. એમને કોવિડ 19 સાથે જોડાયેલી જાણકારી ભેગી કરીને સોશિયલ મીડિયા પર શેર કરવાની યોજના બનાવી છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કોરોના પ્રત્યે લોકોને સતર્ક રહેવી સલાહ આપી છે અને સંસાધનોનો રસ્તો પણ બતાવ્યો છે. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે આ સમય જરૂરિયાતમંદ સુધી સંસાધનોની જાણકારી આપવાનો છે. આપણે લોકો સંસાધનો માટે સીમિત છે પણ આ જાણકારીને લોકો સુધી પહોંચાડીને એમની થોડી મદદ કરી શકીએ છીએ.

ટીસકા ચોપરા.

image source

તમને જણાવી દઈએ કે ટીસકા ચોપડા એ પહેલી અભિનેત્રી છે જે કોવિડ 19માં ફ્રન્ટ વોરિયરની મદદ માટે આગળ આવી. હવે એમને મુંબઈના કૂપર હોસ્પિટલમાં 300 ફ્રન્ટ વર્કર્સને બિરયાની પેકેટ વહેંચયા અને એમના ચહેરા પર સ્મિત લાવી દીધું. એમને લોકોને પ્રેરિત કર્યા.

અનુષ્કા શર્મા.

image source

અનુષ્કા શર્માએ હાલમાં જ પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે મળીને કોરોના પીડિતોને મદદ કરવા માટે 2 કરોડનું ડોનેશન આપ્યું છે અને આ ફંડ રેઇઝ કરવા લોકોને મદદનો હાથ લંબાવવા માટે અપીલ પણ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!