વિદ્યાદાન સંસ્થા – બાળકોને સારું ભણતર મળે તેના માટે કરે છે અનોખા ગરબાનું આયોજન…

પોતાના શોખ અને મજા માટે તો તમે ગરબા ગાતા જ હશો પણ જો તમારા મોજ અને શોખના ગરબાથી બીજાના જીવનમાં ખુશીઓ આવે તો? હા આવું જ  અનોખું કામ કરી રહી છે આપણા અમદાવાદના વાસણાની એક સંસ્થા.

વિદ્યાદાન સંસ્થા છેલ્લા 6 વર્ષ થી વાસણા વિસ્તાર ના 500 જેટલા તકવંચિત અને ગરીબ બાળકો ને શિક્ષકીય મદદ પુરી પાડે છે.

આ બાળકો માટે જરૂરી સવલતો , ઉપરાંત ભણી શકે એવા બાળકો જેમના માતા પિતા ભણાવી ના શકે , તેમનો ભણવા ખાતર થનાર બધો જ ખર્ચ આ સંસ્થા ઉપાડે છે.

આ સંસ્થા દર વર્ષે અમુક બાળકો ને દત્તક લે છે.

દર વર્ષે યોજાતા આ ગરબા બાળકો પાર્ટી પ્લોટ ના ગરબા જોઈ શકે એ માટે રાખે છે. ઉપરાંત બીજા લોકો માટે નજીવી કિંમત ના પાસ રાખે છે

ભેગું થયેલું ભંડોળ આ તમામ બાળકો ના ભણતર પાછળ ઉપયોગ માં લેવાય છે.

નોંધ: આ વર્ષે બાળકો ને સાંજે 5-7 માં ગરબા કરવા લાવશે. અને બીજા લોકો માટે ગરબા રાત ના 8:30-12 વાગ્યા સુધી રહેશે.

આ કાર્યક્રમ ના ઉપક્રમે આ બાળકો ને મળવા 6-7 માં આવી શકો છો , ઉપરાંત તમારા ગ્રુપ સાથે એક પાસ ખરીદી ને પણ આવી શકો છો.

ગરબા શનિવાર રાતે , નવરાત્રિ ની સાતમ એ , વાસણા વિસ્તાર ના જલતરંગ પાર્ટી પ્લોટ ખાતે , સાંજે રાખેલ છે.

પાસ book my show પર મળશે. ઉપરાંત તમે અમને ફોન પણ કરી શકો છો.

આ ગરબા પાછળ કોઈ કોમર્શિયલ હેતુ નથી.

Facebook Page : fb.me/vidhyadaan

Tickets available on BookMyShow : https://in.bookmyshow.com/activities/gyan-sathe-garba-6/ET00111529

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ