શું તમે મેકઅપ કરવા અને બીજી હેલ્પ માટે યુટ્યુબ પર વિડિઓ જુઓ છો? તો આ વિડિઓ તમારે જોવા જોઈએ…

એકદમ ખરાબ રીતે મેકઅપ કરતા આ યુટ્યુબ આર્ટિસ્ટ્ના વીડિયો લોકો ખૂબ મજાથી જુએ છે. તમે પણ હસીહસીને થાકી જશો… આ યુટ્યુબ મેકઅપ આર્ટિસ્ટને પણ જુઓ કેવી કોમેન્ટ્સ મળે છે. તમે પણ હસ્યા વિના નહીં રહી શકો…

image source

શું તમે પણ યુટ્યુબ ઉપરથી જોઈને મેકઅપ કરવાનું શીખો છો? તો ચેતી જાઓ. યુટ્યુબ ઉપર મેકઅપ આર્ટિસ્ટ હંમેશા સારું અને સાચું જ શીખવતા હોય એવું નથી. આ વીડિયો જોશો તો તમને પણ નવાઈ લાગશે કે કેવીરીતે અને કેવાકેવા વીડિયોઝ શેર કરે છે લોકો. અને તેને વીઝીટર્સ પણ મળી રહે છે સારી સંખ્યામાં એ પણ એક નવાઈની વાત છે.

image source

જેમને ખરેખર સરસ રીતે મેકઅપ કરવો હોય એમણે જાણીતા મેકઅપ આર્ટિસ્ટ કે સલૂનનમાં જઈને તેમની સલાહ લેવી જોઈએ. પરંતુ એવી પણ કેટલીક માનૂનીઓ હોય છે, જેમને જીવનમાં જાતજાતના અખતરા કરીને ચિત્રવિચિત્ર રીતે જોખમ ખડું કરી લેવાનો શોખ હોય છે.

image source

કેટલીક તો એટલી બધી શોખીન હોય છે કે પોતાના જ ચહેરા ઉપર અજીબ ગરીબ રીતે મેકઅપ કરીને તેનો વીડિયો કે ફોટો શૂટ કરાવવાની ઘેલછા લાગે છે. આને જોઈને તેમના સોશિયલ મીડિયા પ્રોફાઈલ ઉપર આવતા વીઝીટર્સ એવી કોમેન્ટ્સ કરતાં હોય છે, જે જોઈને હસીહસીને પેટ દુખી આવે છે.

image source

સોશિયલ મીડિયા દરરોજ અગણિત સંખ્યામાં ઉભરતા પ્રતિભાશાળી લોકોથી છલકાઇ ગયું છે, આમાં મેકઅપ આર્ટિસ્ટની પણ સંખ્યા એટલી જ વધતી જાય છે. તેમાં જે 30 સેકંડથી ઓછા સમયમાં આઇલિનર વડે બંને આંખોમાં એકસરખી રીતે કાજળ તાણી લઈ શકે, એ શીખવાડતા વીડિયો ખૂબ જોવાય છે. પરંતુ જેમ જેમ દરેક બાબતો ફ્લિપ્સાઇડ એડિત થયેલ હોય છે, તેમ આ ઘટના પણ એજ રીતે થતી હોય છે.

image source

જ્યારે આવા લોકો તેમની અવનવી રમતો અને નીતનવી વસ્તુઓ બનાવતાં શીખવાના ટ્યુટોરિયલ સાથે બનાવેલ ટ્રીકી વીડિયોઝને વાઈરલ કરાવવા ગમે તે નવાનવા પેંતરા અજમાવતા હોય છે. ત્યારે તેની અસર આપણા જેવા દર્શકો ઉપર પણ પડે છે જોવા જઈએ તો આવા વીડિયોઝ ખૂબ મજા આવે એવા પણ હોય છે, તેટલે તો ભલેને સરસ ન હોય મેકઅપ પણ એકવાર જોઈ લેવાનું તો જરૂર મન થઈ આવે છે, હેં ને?

image source

લોકોમાં તેમનામાં રહેલ કળાને ગમે તે રીતે દુનિયાને બતાવવાનું એટલું તો ઘેલું લાગ્યું છે, કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ લોકો હાસ્યાસ્પદ વીડિયો બનાવી લે છે. માનવામાં નથી આવતું ને? તો જુઓ અહીં અમે આપીએ છીએ કેટલાક સબૂત…

યુટ્યુબ પર નવી એક ચેલેન્જ..

છેલ્લા કેટલાક મહિનાઓથી, યુટ્યૂબ ઉપર એક નવી અને ખાસપ પ્રકારની ચેલેન્જ આવી છે. જ્યાં બ્યૂટી બ્લોગર્સ અને ટેલેન્ટેડ મેકઅપ આર્ટિસ્ટ તેમની આસપાસ વસતા સૌથી લો રેટેડ મેકઅપ કલાકારો પાસે જાય છે. હમણાં, અહીં અને પશ્ચિમમાં બંને એવા હજારો લોકોએ પડકાર ઝીલ્યો છે, અને જ્યાં સુધી તમે નીચેનો વીડિયો નહીં જોઈને બંધ નહીં કરો ત્યાં સુધી તેમના અનુભવો ગાલ દુખી જાય તેટલું હસાવશે.

વળી, આ ચેલેન્જ એકદમ ગુપ્તતા જાળવીને બનાવડાવ્યા છે. આ ચેલેન્જમાં જ્યારે જે આર્ટિસ્ટનો વીડિયો પબ્લિશ થાય તે એમને માટેજ એક સરપ્રાઈઝ બની રહે એવી ગોઠવણ કરાઈ છે.

૧ નિલંજના ધારઃ કોલકાતાના સૌથી ખરાબ સમીક્ષા પામેલ બ્રાઈડલ મેકઅપ આર્ટિસ્ટની મુલાકાત લીધી.

પાઉડરનો થથેડો કરી દેવો એટલે ચહેરો રૂપાળો અને સુંદર થઈ જાય એવું દરવખતે નથી હોતું. આ વીડિયો જોશો તો તમને હસવું તો આવશે જ અને સાથે આ ભયંકર ચહેરો જોઈને ડરી પણ જશો. ડાર્ક નિયોન પીંક અને પર્પલ આઈશેડો અને આંગળીઓના ટેરવેથી લાગેવેલો રૂઝ પાઉડર કરતાં જોશો, તેની સાથે ઓરેન્જ રંગની લીપગ્લોઝ કરી રહેલી આ દુલ્હન ખરેખર જોવા લાયક છે…

૨ અકાંશા કોમિરેલ: હૈદરાબાદના સૌથી વિચિત્ર મેકઅપ આર્ટીસ્ટની મુલાકાત પણ જુઓ…

અકાંક્ષાએ એક એવા કલાકારની મુલાકાત લીધી જેને ગૂગલ પર માત્ર 1.5 સ્ટાર્સ મળ્યા હતા, અને તે કોઈ બીજી વ્યક્તિ દ્વારા તેનું મેકઅપ પહેલી જ વાર કરાવવાની હતી. તેનું પહેલું જ રિએક્શન જોશો? મેકઅપ આર્ટિસ્ટ એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હતા જે તેમની એક્સપાયરી ડેટ તો પસાર થઈ હતી. અરેરે! ભગવાન…

૩ આફરીન, કોલકાતામાં બીજા એક મેકઅપની આર્ટિસ્ટની મુલાકાત કરીએ…

કોલકત્તામાં તો જાણે ખરાબમાં ખરાબ મેકઅપ આર્ટિસ્ટના જ ક્લાસિસ શરૂ થયા હોય એવું લાગે છે. પહેલાં નિલાંજના અને હવે આ આફરીનનો વીડિયો જુઓ… એવું લાગશે કે શું અહીં સર્કસ શરૂ થઈ રહ્યું છે?

ચાલો, અહીં બીજા મેકઅપના વિચિત્ર વીડિયોઝ જુઓ, તમારું મગજ ચકરાઈ જશે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ