લગ્ન પછી ગોવા કે શિમલા જવાનું વિચારો છો? તો આ રહી તેનાથી પણ વધુ સુંદર અને અદ્ભૂત જગ્યાઓ..

શું હનિમૂન માટે તમે આ વખતે ગોવા કે શિમલા પર પસંદગી ઉતારી છે ? તો એ પહેલાં ભારતમાં જ આવેલા અન્ય ડસ્ટીનેશન્સ વિષે જાણી લો.

image source

થોડા ક જ સમયમાં લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. ઘણાના લગ્નો નક્કી પણ થઈ ગયા હશે હોલ્સ પણ બુક થઈ ગયા હશે અને લગભગ મહેમાનોને પિરસવાનું સ્વાદિષ્ટ મેનુ પણ નક્કી થઈ ગયું હશે. પણ જો હજુ તમે તમારા માટે હનીમૂન ડેસ્ટીનેસન નક્કી ન કર્યું હોય તો તે પહેલાં જરા આ લેખ ચોક્કસ વાંચી લો.

image source

લગ્નબાદની શરૂઆતના ત્રણ-ચાર વર્ષો ખુબ જ નાજુક હોય છે. સામસામા પક્ષે એકબીજા સાથે એડજસ્ટ થવાનું હોય છે એકબીજાની ટેવ-કુટેવ જાણવાની હોય છે અને તેનો સ્વિકાર પણ કરવાનો હોય છે પણ તે બધા પહેલાં જો નવપરિણિત જોડું જો એકબીજાને સારી રીતે સ્વતંત્ર રીતે જાણી લે એકબીજાની વધારે નજીક આવી જાય તો પછીનું જીવન પસાર કરવું ઘણું સરળ રહે છે અને તેના માટે લગ્ન બાદ માણવામાં આવતું હનીમૂન એક ઉત્તમ માધ્યમ છે. પણ જો આ વખતે તમે તમારા સગાવાહલા કે મિત્રોની જેમ ગોવા કે શિમલાની જ પસંદગી કરી હોય તો તે પહેલાં ભારતમાં જ આવેલા આ કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળો વિષે પણ જાણી લો.

image source

જો તમે ઉત્તરભારમતાં હિમાચ્છાદીત પહાડોમાં હનીમૂન એન્જોય કરવા માગતા હોવ તો તેના માટે પણ તમારી પાસે અઢળક ઓપ્શન્સ છે અને જો તમે દરિયા કીનારે રોમેન્ટિક હનીમૂન એન્જોય કરવા માગતા હોવ તો તેના માટે પણ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તો ચાલો જાણી લઈએ આ હનીમૂન ડેસ્ટીનેશન્સ વિષે.

કુર્ગ, કર્ણાટક

image source

મેંગલેરથી માત્ર160 કિલોમીટરના અંતરે આવેલું કુર્ગ અત્યંત હરિયાળી ધરાવે છે. કુર્ગને ભારતનું નાનકડું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. ભારતના ટોપ હનીમૂન ડેસ્ટીનેશનની યાદીમાં કુર્ગનું નામ ઉપરની તરફ આવે છે. આ જગ્યા ખુબ જ શાંત તેમજ મનોહર છે અને યુવાન જોડાઓ માટે તો એકદમ આદર્શ સ્થળ છે. અહીંના એકાંતમાં નવપરણિતિ જોડી એકબીજા સાથે ઘણો બધો સમય પસાર કરી શકે છે.

image source

અહીં તમે પાંચથી સાત દિવસ આરામથી પસાર કરી શકો તેટલા બધા જોવાલાયક સ્થળો છે. અહીં તમે સાઈટસીઈંગમાં, કોફીના હરિયાળા ખેતરો, સુંદર મજાના ઝરણાઓ, તેમજ જંગલમાં ટ્રેકીંગ કરીને પણ એકબીજા સાથે ક્વોલોટી ટાઈમ સ્પેન્ટ કરી શકો છો. અહીં તમે વર્ષમાં કોઈ પણ સમયે આવી શકો છો પણ ખાસ કરીને ઓક્ટોબરથી માર્ચ અને જાન્યુઆરીથી મેનો સમય ખુબ જ યોગ્ય છે.

મુન્નાર, કેરાલા

image source

મુન્નારનું સૌંદર્ય તમે શબ્દોમાં વ્યક્ત ન કરી શકો તેટલું સુંદર છે. અહીં તમે હરિયાળીના અગણિત શેડ્સ જોવા મળશે. અહીં તમે માઈલો સુધી જ્યાં નજર નાખશો ત્યાં તમને હરિયાળા ચાના બગિચા જોવા મળશે. અહીંના મુખ્ય આકર્ષણોમાં તમે ચાના બગીચા, વેસ્ટર્ન ઘાટ, વાઇલ્ડલાઈફ, હરિયાળી ટેકરીઓ, ઇરાવિકુલમ નેશનલ પાર્કની મુલાકાત લઈ શકશો. આ જગ્યા પર તમે પાંચથી છ દિવસ સમય પસાર કરી શકો છો. અહીંની મુલાકાત માટે ઓક્ટોબરથી માર્ચ તેમજ જાન્યુઆરીથી મે નો સમયગાળો યોગ્ય છે.

નઈનીતાલ, ઉત્તરાખંડ

image source

ઉત્તર ભારતમાં શિમલા સીવાય બીજા ઘણા બધા ડેસ્ટીનેશન છે જ્યાં તમે બરફને પણ એન્જેય કરી શકો છો અને હિમાલયના સૌંદર્યને પણ એન્જોય કરી શકો છો. તેમાંની જ એક જગ્યા છે નૈનીતાલ. નૈનીતાલ એક રોમેન્ટીક હીલ સ્ટેશન છે, આ સ્થળ ખાસ કરીને નવા જ પરણેલા યુગલો માટે સ્વર્ગ સમાન છે. અહીં સુંદર સુંદર રળિયામણા તળાવ આવેલા છે, ઉંચા લીલોતરીથી ભરપુર પહાડો અને પૌરાણીક મંદીરો પણ આવેલા છે. અને જો તમે બજેટમાં હનીમૂન કરવા માગતા હોવ તો તમારા માટે આથી સારું બીજું કોઈ સ્થળ હોઈ જ ન શકે.

image source

નૈનીતાલમાં તમે આરામથી ત્રણથી પાંચ દિવસ પસાર કરી શકો છો. અહીં આવવા માટે ઓક્ટોબરથી એપ્રિલનો સમય ઉત્તમ છે.

લક્ષદ્વિપ

image source

લક્ષદ્વિપ એ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીં એવા ઘણા બધા સમુદ્ર કિનારા આવેલા છે જ્યાં કોઈ જ નથી રહેતું ત્યાં માત્ર પ્રવાસીઓ જ જાય છે. અહીંના સમુદ્ર કિનારાનું પાણી ભૂરુ-લીલુ છે. તેમજ અહીંના સમુદ્ર કીનારાની રેતી પણ સફેદ અને મુલાયમ છે.

image source

જો તમારું બજેટ થોડું છૂટવાળુ હોય તો તમારે તમારા હનીમૂનના અનુભવને ઓર વધારે યાદગાર બનાવવા માટે અહીં આવેલા બીચ પરના કોટેજને બુક કરાવવું જોઈએ અને અહીં તમારા જીવનની નવી શરૂઆતને ઉજવવી જોઈએ.

image source

આ સ્થળ પર તમે 7થી 9 દિવસ પસાર કરી શકો છો. અહીં અગણિત સમુદ્ર કિનારાઓ આવેલા છે, તેમજ વોટર સ્પોર્ટ્સ, સ્કુબા ડાઈવીંગ, કોરલ રીફ વિગેરે પણ તમારા જીવનના યાદગાર અનુભવો બની શકે તેમ છે.

ઔલી

image source

જો તમે પતિ-પત્નીને એનડવેન્ચર અને કુદરતી સૌંદર્ય ખુબ ગમતા હોય તો ઔલી તમારા માટે ઉત્તમ હનીમૂન ડેસ્ટીનેશન સાબિત થઈ શકે છે. અહીં તમે કેબલ કારમાં સફર કરી શકો છો. ભલે સ્કીઈંગ આવડતું ન હોય તેમ છતાં એક વાર સ્કીઈંગનો પ્રયાસ કરી શકો છો.

image source

અહીં તમે ત્રણથી ચાર દિવસ બર્ફીલા પહાડોને એન્જોય કરી શકો છો. અહીં આવવા માટે ઉત્તમ સમય ઓક્ટોબરથી જુલાઈનો છે.

શિલોંગ

image source

આ શહેર સુંદર ઉંચાનીચા પહાડી રસ્તાથી ઘેરાયેલો છે, તેને પુર્વનું સ્કોટલેન્ડ પણ ગણવામાં આવે છે. તેમજ તેની આસપાસનું પહાડી સૌંદર્ય તેને એક રોમેન્ટીક સ્થળ બનાવે છે. અહીં અગણીત જળધોધો આવેલા છે, અહીંનું ફુડ પણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ ઉપરાંત તમે અહીંની વિવિધ ટેકરીઓ પર ટ્રેકીંગ કરી શકો છો.

image source

અહીં તમે ચારથી પાંચ દિવસ રોકાઈ શકો છો. અને વર્ષમાં ગમે ત્યારે તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો દરેક સિઝનમાં આ જગ્યા સૌંદર્યથી છલોછલ રહે છે. અહીં તમે ગુવાહાટી રેલ્વે સ્ટેશન અથવા તો ગુવાહાટીના એરપોર્ટ દ્વારા પહોંચી શકો છો.

જેસલમેર

image source

જો તમને કીલ્લાઓ, રાજારજવાડાઓ પસંદ હોય અને તમે તેમની જેમ તમારું હનીમૂન માણવા માગતા હોવ તો તમારે રાજસ્થાન પહોંચી જવું જોઈએ. રાજસ્થાનમાં આવેલા જેસલમેરમાં તમને અગણિત ઐતિહાસિક જગ્યાઓ, કીલ્લાઓ, હાથી તેમજ ઉંટની સવારી અને બીજું ઘણું બધું કરવા મળશે. જેસલમેર તેના માટીના ઢૂઆઓ માટે પણ ખુબ જ પ્રખ્યાત છે. આ જગ્યા તેની ટેન્ટ હોટેલો માટે ખુબ પ્રખ્યાત છે જ્યાં તમે રાજસ્થાની લોકનૃત્ય, લોક સંગીતને પણ માણી શકશો.

image source

જેસલમેરમાં તમે આરામથી છથી સાત દિવસ પસાર કરી શકો છો. અહીં આવવા માટે ઓક્ટોબરથી માર્ચનો સમય ઉત્તમ છે. અહીં તમે કેમલ સફારી, ડેઝર્ટ સફારી, કિલ્લા, તેમજ સ્થાનીક બનાવટની વસ્તુઓની ખરીદી કરી શકો છો અને રણમાંથી સુર્યાસ્તનો સુંદર નઝારો પણ જોઈ શકો છો. આ જગ્યા વિદેશી પ્રવાસીઓની પણ ફેવરીટ છે.

દાર્જીલીંગ

image source

દાર્જીલીંગનું મુખ્ય આકર્ષણ ત્યાંની ટોય ટ્રેન છે. જે માત્ર નાના બાળકોને જ નહીં પણ યુવાનોને પણ તેટલી જ આકર્ષે છે. જો કે તમે એમ સમજતા હોવ કે તે એક નાનકડી ટ્રેન હોવાથી લોકો તેને પસંદ કરે છે તો તેવું નથી તેનું મુખ્ય આકર્ષણ તો તેની જર્ની છે તે સુદંર મજાના હરિયાળા પહાડોમાંથી પસાર થાય છે.

image source

દાર્જીલીંગની ગણતરી ભારતમાંના સૌથી રોમેંટીક સ્થળોમાં થાય છે. અહીં તમે હરિયાળા તેમજ હીમાચ્છાદીત પહાડો, ચાના બગીચા, સ્થાનીક માર્કેટ, તેમજ ખળખળ વહેતા ઝરણાવાળા પહાડોમાં ટ્રેકીંગ તેમજ કાંચનઝંખા પર્વતમાળાની પણ એક ઝલક અહીંથી જોઈ શકો છો. અહીં તમે પાંચથી સાત દિવસ સુધી સમય પસાર કરી શકો છો અને મુલાકાત માટે સપ્ટેમ્બરથી એપ્રિલનો સમય ઉત્તમ માનવામાં આવે છે.

પોન્ડીચેરી

image source

પોન્ડીચેરીને ભારતનું નાનકડું પેરિસ માનવામાં આવે છે. તમે એ તો સારી રીતે જાણતા હશો કે દુનિયામાં પેરિસ એ સૌથી રોમેન્ટિક સ્થળ છે. અહીં પોન્ડીચેરીમાં પણ તમને પેરિસનો અનુભવ થઈ શકે છે. અહીં સદીઓ જુની ફ્રેન્ચ કેલોની આવેલી છે, પથરાળ દરિયા કિનારા છે, અને ત્યાનો ઓરબીન્દો આશ્રમ પણ ટુરિસ્ટમાં આકર્ષણનું સ્થળ છે. અહીં તમે સાતથી દસ દિવસ એન્જેય કરી શકો છો. અને અહીં આવવા માટે ઓક્ટોબરથી માર્ચનો સમય ઉત્તમ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ