વિદેશી વિદ્યાર્થીઓ, વેપારીઓને ભારત આવવાની છૂટ, જલદી વાંચી લો GOOD NEWS તમે પણ

ટુરિસ્ટસ સિવાય બધા વિદેશી નાગરિકોને ભારત આવવાની છૂટ આપવામાં આવી, ભારત સરકાર દ્વારા વિઝા પરના પ્રતિબંધ હટાવવામાં આવ્યા. સરકારે બધા પ્રકારના વિઝાને મંજુર કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, ઈલેક્ટ્રોનિક, ટુરિસ્ટ અને મેડીકલ વિઝા પર હજી પણ પ્રતિબંધ યથાવત રહેશે.

image source

-કેન્દ્ર સરકારે બધા વિદેશી નાગરિકોને આવવાની છૂટ, ફક્ત ટુરિસ્ટ જ નહી આવી શકે.

-ટ્રીટમેન્ટ કરાવવા માટે આવનાર મેડીકલ વિઝા માટે અપ્લાઈ કરવાનું રહેશે.

-OCI અને PIO કાર્ડધારકોને પણ મળી છૂટ, હવે કરી શકશે ભારતની યાત્રા.

-હવા અને પાણીના માર્ગે પ્રવેશની મંજુરી, લોકડાઉનના સમયથી રોક લગાવવામાં આવી હતી.

image source

કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજુરી આપી દીધી છે. ટુરિસ્ટ વિઝાને છોડીને કોઇપણ અન્ય ઉદ્દેશથી વિદેશી વ્યક્તિઓ ભારત આવી શકશે. બધા OCI અને PIO કાર્ડ હોલ્ડર્સને પણ પ્રવેશ કરવાની મંજુરી મળી ગઈ છે. ગૃહ મંત્રાલયએ ગુરુવારના રોજ અનલોક- ૫ની હેઠળ બધા પ્રકારના વિઝા (ઈલેક્ટ્રોનિક વિઝા, ટુરિસ્ટ વિઝા અને મેડીકલ વિઝા)ને મંજુરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રીટમેન્ટ માટે ભારત આવનાર વિદેશી વ્યક્તિઓને મેડીકલ વિઝા માટે અપ્લાય કરી શકે છે. ભારતમાં વિદેશી નાગરિકોના પ્રવેશ માર્ચ મહિનામાં લોકડાઉનની ઘોષણાની સાથે જ બંધ કરી દેવામાં આવી હતી.

કોરોના વાયરસએ વિદેશીઓના પ્રવેશ પર કેવી રીતે લગાવી બ્રેક?

-તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦: ચીનની યાત્રાથી બચાવવા માટે લાગુ કરવામાં આવી એડવાઈઝરી.

-તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૦: ચીન અને હોંગકોંગના મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ શરુ કરવામાં આવી.

-તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦: ચીનની યાત્રા કરવાથી બચવા માટે મજબુત એડવાઇઝરી લાગુ કરવામાં આવી.

-તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૦: ઈ- વિઝાની સુવિધા ચીનના નાગરિકો માટે નિલંબિત કરવામાં આવી.

image source

-તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦: સિંગાપુરની યાત્રા કરવાથી બચવા માટે એડવાઇઝરી લાગુ કરવામાં આવી. કાઠમંડુ, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને મલેશિયાથી ફ્લાઈટ માટે યુનિવર્સલ સ્ક્રીનિંગ.

-તા. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૦: ઈરાન, ઈટલી અને કોરિયા ગણરાજ્યની મુસાફરી કરવાથી બચવા માટે એડવાઇઝરી લાગુ કરવામાં આવી. આ દેશોમાંથી આવનાર મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. સ્ક્રીનીંગ અને સંદિગ્ધોનું મૂલ્યાંકનના આધારે તેમને આઇસોલેશનમાં રાખવામાં આવશે.

-તા. ૩ માર્ચ, ૨૦૨૦: ઇટલી, ઈરાન, દક્ષિણ કોરિયા, જાપાન અને ચીન માટે બધા વિઝા નિલંબિત કરવામાં આવ્યા છે. ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, ઈરાન, ઇટલી, હોંગકોંગ, મકાઉ, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, નેપાલ, થાઈલેંડ, સિંગાપુર અને તાઈવાન સાથે પ્રત્યક્ષ કે પછી અપ્રત્યક્ષ રીતે આવનાર યાત્રીઓ માટે અનિવાર્ય સ્વાસ્થ્ય તપાસના આદેશ લાગુ કરવામાં આવ્યા.

-તા. ૪ માર્ચ, ૨૦૨૦: બધી આંતરરાષ્ટ્રીય વિમાનોની યુનિવર્સલ સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ અને સંદિગ્ધોના આધારે તેમને હોમ આઇસોલેશન કે પછી હોસ્પિટલ મોકલવામાં આવશે.

image source

-૫ માર્ચ, ૨૦૨૦: ઈટલી કે પછી કોરિયા ગણરાજ્યના યાત્રીઓના પ્રવેશ કરતા પહેલા મેડીકલ સર્ટીફીકેટ મેળવીને બતાવવું જરૂરી છે.

-તા. ૧૦ માર્ચ, ૨૦૨૦: હોમ આઈસોલેશન, આવનાર આંતરરાષ્ટ્રીય યાત્રીઓને પોતાના જ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે અને સરકાર દ્વારા આપવામાં આવેલ, ‘શું કરવું’ ‘શું ના કરવું’નું પાલન કરવું જોઈએ. સંક્રમિત દેશો માંથી આવનાર યાત્રીઓને ચીન, હોંગકોંગ, કોરિયા ગણરાજ્ય, જાપાન, ઈટલી, થાઈલેન્ડ, સિંગાપુર, ઈરાન, મલેશિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મની તમેના આગમનની તારીખથી ૧૪ દિવસના સમયગાળા માટે ‘હોમ આઈસોલેશન’માં રહેવાનું થશે.

image source

-તા. ૧૧ માર્ચ, ૨૦૨૦: જરૂરી આઈસોલેશન- આવનાર યાત્રીઓ (ભારતીઓ સહિત) તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ પછી ચીન, ઈટલી, ઈરાન, કોરિયા ગણરાજ્ય, ફ્રાંસ, સ્પેન અને જર્મનીની મુસાફરી કરનાર કે પછી આવનાર યાત્રીઓને ઓછામાં ઓછા ૧૪ દિવસ સુધી ‘હોમ આઈસોલેશન’માં રહેશે.

-તા. ૧૬ માર્ચ, ૨૦૨૦: યુએઈ, કતાર, ઓમાન અને કુવૈતના માધ્યમથી આવનાર યાત્રીઓને ઓછામાં ઓછા ૧૪ દિવસ સુધી જરૂરી રીતે ‘હોમ આઈસોલેશન’માં રહેશે. યુરોપીય સંઘ, યુરોપીય મુક્ત વ્યાપાર સંઘ, તુર્કી અને યુનાઈટેડ કિંગડmના સભ્ય દેશોના યાત્રીઓની ભારતમાં યાત્રા કરવી પૂરી રીતે પ્રતિબંધિત કરવામાં આવી.

image source

-તા. ૧૭ માર્ચ, ૨૦૨૦: અફઘાનિસ્તાન, ફિલીપીંસ, મલેશિયા જવાનું યાત્રીઓ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

-તા. ૧૯ માર્ચ, ૨૦૨૦: બધી જ આવનાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને તા. ૨૨ માર્ચ, ૨૦૨૦થી સ્થગિત કરવામાં આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ