રેલવે યાત્રીઓ ખાસ વાંચજો, હવે મોંઘુ થવા જઈ રહ્યું છે રેલવેનું ભાડું, યાત્રીઓને આપવા પડશે વધારે આટલા રૂપિયા

રેલવે યાત્રીઓ ખાસ વાંચજો, હવે મોંઘુ થવા જઈ રહ્યું છે રેલવેનું ભાડું, યાત્રીઓને આપવા પડશે વધારે આટલા રૂપિયા

આમ તો કોરોના આવ્યો ત્યારથી ઘણા સમય સુધી રેલવે બંધ હતી. પરંતુ હવે ધીરે ધીરે ન્યૂ નોર્મ થયેલા દેશમાં ટ્રેન પણ શરૂ થઈ છે. પરંતુ એ સાથે જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારા દિવસોમાં રેલવે ટિકિટ 35 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે. આ વધારા પર બહુ જ જલદી સરકાર મહોર મારશે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

image source

આવ વિશે સૂત્રોએ જણાવ્યું કે, સ્ટેશનોના પૂન:વિકાસ માટે રેલયાત્રીઓએ 10 રૂપિયાથી લઇને 35 રૂપિયા સુધી વધારે ભાડું આપવું પડી શકે છે. આ પ્રસ્તાવને રેલવે અંતિમ રૂપ આપવા માટે જઇ રહ્યું છે જેને મંજૂરી આપવા માટે જલદી કેબિનેટ પાસે મોકલવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે ભાડું યૂઝર ચાર્જ ના કારણે વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રેલવેએ પહેલા સ્પષ્ટ કર્યું હતુ કે યૂઝર ચાર્જ ફક્ત એ સ્ટેશનો માટે લેવામાં આવશે જેનો પુન:વિકાસ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં યાત્રીઓની સંખ્યા વધારે હોય છે.

image source

આ પહેલાં રેલવે તરફથી કહેવામાં આવ્યું કે દેશભરમાં કુલ 7 હજાર સ્ટેશનોમાંથી લગભગ 700થી 1000 સ્ટેશન આ શ્રેણીમાં આવે છે.ઉલ્લેખનીય છે કે યૂઝર ચાર્જ સુવિધાના બદલામાં લગાવવામાં આવે છે. અત્યારે આ એરપોર્ટ લાગે છે. એરપોર્ટ પર લાગનારા આ ચાર્જને એર ટિકિટમાં જોડી દેવામાં આવે છે. કહેવાનો મતલબ એ છે કે એર ટિકિટની જે કિંમત તમે આપો છો તેમાં યૂઝર ચાર્જ સામેલ થાય છે.

રેલવે વિભાગ થયું કંગાળ

image source

જૂલાઈ 2020માં રિપોર્ટ આવ્યો હતો કે રેલ્વેની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તેની પાસે પેન્શન ચૂકવવા પૈસા પણ નથી. રેલવે મંત્રાલયે કેન્દ્રીય નાણાં મંત્રાલયને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ, પૈસા આપવાની માંગ કરી છે. જેથી તમામ નિવૃત્ત વ્યક્તિઓને ચાલુ નાણાકીય વર્ષમાં પેન્શન મળી શકે. સરકાર પાસે સહાય તો માંગી છે પણ કેન્દ્રની મોદી સરકારની પણ એવી જ હાલત છે. રેલ્વેમાં હાલમાં લગભગ 15 લાખ અધિકારીઓ અને કર્મચારીઓ છે, તેટલા જ પેન્શનરોની સંખ્યા છે.

image source

રેલ્વે એક સંપૂર્ણ સત્તાવાર વિભાગ છે, તેને તેના પોતાના ભંડોળમાંથી પેન્શન ચૂકવવું પડે છે. તેનો અંદાજ છે કે વર્ષ 2020-21 દરમિયાન તેનો કુલ પેન્શન ખર્ચ 53,000 કરોડ રૂપિયાની નજીક હશે. રેલવેએ નોર્થ બ્લોકને ચાલુ વર્ષ દરમિયાન સમાન બોજ સહન કરવા તાકીદ કરી છે. ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછીથી, દેશભરમાં ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ છે. જો કે તે કેટલીક વિશેષ ટ્રેનો અને નૂર ટ્રેનોનું સંચાલન કરી રહી છે, તે પહેલા જેટલી આવક કરતી નથી. આ આર્થિક અવરોધોને કારણે છે કે જો આ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો પછી તે બધા કર્મચારીઓને સમયસર પગાર આપી શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ