મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: ફાઈવસ્ટાર હોટલમાંથી 2 ટીવી એક્ટ્રેસ અને એક બેલે ડાન્સર થઇ અરેસ્ટ, જાણો કેટલા લાખમાં થઇ હતી ડિલ

મુંબઈમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો ભાંડો ફૂડ્યો – ટેલીવીઝન અભિનેત્રી અને બેલી ડાન્સરની સંડોવણી

તાજેતરમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી 5 સ્ટાર હોટેલમાં ચાલતા હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ભાંડો પોલીસે ફોડ્યો છે. આ મામલામાં પોલીસે એક બોલીવૂડ અભિનેત્રી તેમજ અન્ય છોકરીઓને પકડી છે, હાલ આ મામલાના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ ચાલી રહી છે.

મળેલા અહેવાલ પ્રમાણે આ હાઇ પ્રોફાઇટ સેક્સ રેકેટ ક્રાઇમ બ્રાંચ દ્વારા એક 5 સ્ટાર હોટેલમાં દરોડો પાડ્યા બાદ સામે આવ્યું છે. પોલીસ દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આ દેહવ્યાપારના ધંધાનો પરદાફાશ થયો હતો. પોલીસના કેટલાક લોકોએ ગ્રાહકો હોવાનો ડોળ કર્યો હતો અને તેઓ દેહ વેપારનો ધંધો ચલાવતા ડીલરને મળ્યા હતા. ત્યાર બાદ માહિતીના આધારે પોલીસે હોટેલ પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી ત્રણ મહિલાઓને છોડવવામાં આવી હતી.

image source

એક માહિતી પ્રમાણે પોલીસ દ્વારા છોડાવવામાં આવેલી આ ત્રણ મહિલાઓમાંની એક બોલીવૂડ અભિનેત્રી છે. અને તેના પર આવી જ ફાઇવસ્ટાર હોટેલોમાં દેહ વેપાર કરવાનો આરોપ પણ રહેલો છે, અને તેણી પર એવો આરોપ પણ મુકવામાં આવ્યો છે કે તેણી ટેલીવીઝન સાથે જડાયેલી મહિલાઓને પણ અહીં લાવે છે.

આ દરોડામાં બોલીવૂડ અભિનેત્રીની સાથે સાથે એક ઇન્ટરનેશનલ બેલી ડાન્સર તેમજ બે ટેલીવિઝન આર્ટિસ્ટને પણ હોટેલમાંથી પકડવામાં આવી હતી. અને તેના માટે 10 લાખ રૂપિયામાં ડીલરે ડીલ ફિક્સ કરી હતી. હાલ પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે.

image source

મુંબઈ ઉપરાંત ભારતના મહાનગરોની સાથે સાથે દેશના નાના-નાના શહેરોમાં પણ આ પ્રકારના સેક્સ રેકેટ અવારનવાર બહાર આવતા રહેતા હોય છે. અને કડક કાયદા હોવા છતાં પણ તે અવિરત રીતે ચાલ્યા જ કરે છે. ક્યાંક સ્પાની આડશમાં તો ક્યાંક નાઇટ પાર્ટીની આડશમાં આ પ્રકારના દેહ વેપારના ધંધા ચાલ્યા કરે છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં જ આવું સેક્સ રેકેટ ખુલ્લું પડ્યું હતું. ક્યાંક કોઈ મહિલા પોતાની મરજીથી આ ધંધામાં શામેલ થાય છે તો વળી ક્યાંક કોઈ મજબુરીથી પ્રવેશે છો વળી ક્યાંક કોઈને બળજબરી તેમાં ધકેલવામાં આવે છે.

image source

હજુ થોડા દિવસ પહેલાં પણ મુંબઈમાંથી જ આવું એક સેક્સ રેકેટ પકડાયું હતું. અને પોલીસે એક વ્યક્તિની તે બાબતે ધરપકડ પણ કરી હતી. જેમાં પોલીસે ચાર છોકરીઓને છોડાવી હતી, તેમને લોકડાઉન પહેલાં દેશના વિવિધ વિસ્તારોમાંથી અહીં લાવવામાં આવી હતી અને આ ગંદા ધંધામાં ધકેલવામા આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ગયા મંગળવારે ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીને એક ટીપ મળી હતી કે જે એક ખાસ મોબાઈલ નંબરની હતી. આ મોબાઈલ નંબર એક વેબસાઇટ પર મુકવામાં આવ્યો હતો જે એક એસ્કોર્ટ સર્વિસ માટે હતી.

image source

જ્યારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે તે નંબર પર ફોન લગાવ્યો અને તેમણે જણાવ્યું કે તેઓ તેમાં રસ ધરાવે છે ત્યારે રનજીત નામના એક વ્યક્તિએ તેમને જવાબ આપ્યો ત્રણ સ્ત્રીઓની તસ્વીરો તેણે તે અધિકારીને મોકલી. અને છેવટે 5000 રૂપિયામાં ડીલ ફાઇનલ કરીને કાન્દીવલી ખાતેની એક હોટેલ બહાર પૈસા ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું. અને તે છટકામાં પોલીસે રનજીત નામના પુરુષની ધરપકડ કરી લીધી. તે તે જગ્યા પર એક છોકરી સાથે આવ્યો હતો.

image source

આગળ તપાસ કરતાં રનજીતે બીજી ત્રણ છોકરીઓને ક્યાં રાખવામા આવી છે તે જણાવ્યું હતું અ બીજા ત્રણ પુરુષોની પણ તેણે જાણકારી આપી હતી. જેમની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. આમ હવે સોશિયલ મિડિયા, વિવિધ વેબસાઇટ્સ વિગેરે માધ્યમથી પણ આ પ્રકારના દેહ વ્યાપારના ધંધા ચાલી રહ્યા છે. પણ પોલીસની સતર્કતાના કારણે કેટલાક પકડાય છે તો વળી કેટલાક હજુ પણ બચી જવા પામ્યા છે. જો કે આ બાબતે પોલીસ સતત સતર્ક રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ