વિદેશ જવાના શોખીનો ખાસ વાંચી લે ઓસ્ટ્રેલિયાના ગુજરાતીની આ વ્યથા, છોડી દેશો વિદેશ જવાનો મોહ

લાખો ખર્ચી વિદેશની ઘેલછા રાખતાં સાવધાન, એકવાર સાંભળી લો ઓસ્ટ્રેલિયાના ગુજરાતીની વ્યથા.

હાલ અનેક ગુજરાતી વિદેશ જવાની ઘેલછાં રાખે છે. અને વિદેશ જવા પાછળ તે લાખો રૂપિયા એમ ને એમ ખર્ચી નાખે છે. વિદેશમાં જઈ લાઈફ સેટ થઈ જશે તેનાં સોનેરી સપનાં જોતાં લોકો માટે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઓસ્ટ્રેલિયામાં રહેતાં એક ગુજરાતીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં આ યુવાન લોકોને પૈસા ખર્ચી મજૂરી કરવા ન આવવા અપીલ કરી રહ્યા છે.

image source

વિદેશ જવાની ઘેલછા ધરાવતા ગુજરાતીઓ ચેતી જજો, કેમ કે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બદામ એકઠી કરતાં કરતાં આ યુવાન ગુજરાતીઓને અપીલ કરી રહ્યો છે. વીડિયોમાં આ યુવાન ડોલર નહીં પણ મજૂરી કરીને તૂટી જતાં હોવાની વાત કરી રહ્યો છે.

સાથે જ યુવાન રૂ.20થી 25 લાખ ખર્ચી મજૂરી કરવા ન આવવા પણ અપીલ કરી રહ્યો છે.

image source

સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધડાધડ શેર થઈ રહ્યો છે. મહેસાણાના વસાઈ, ડાભલા, પુનધરા,જસલપુરના યુવકોએ આ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો જોઈને વિદેશનાં સપનાં જોતાં અનેક લોકોને આઘાત પહોંચશે, પણ આ જ સત્ય હકીકત છે. જો તમારામાં મજૂરી કરવાની હિંમત હોય તો જ તમે વિદેશમાં સેટ થઈ શકો છો. બાકી લાખો રૂપિયા ખર્ચીને તે જ પૈસા પાછા કમાવવામાં આંખે પાણી આવી જાય છે.

image source

આ વિડિઓ પહેલા પણ એક કેનેડાના યુવાનના વિડિઓ વાયરલ થયા હતા. અને ત્યારે તેણે પણ આ વાત કરી હતી કે તમે વિદેશમાં રૂપિયા ખર્ચીને જાવ અને સપના જોતા હોય તો ચેતી જજો કેમકે વિદેશમાં જઈ ને ખાલી મજૂરી જ કરવી પડશે. આવા તો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડિઓ શેર થાય છે. પણ છતાં લોકોને વિદેશમાં જઈ ને ડોલરમાં કમાવવાની લાલચ છૂટતી નથી અને ત્યારબાદ ત્યાં જઈને મજૂરી કરે ત્યારે ખ્યાલ આવે છે કે આના કરતાં તો આપણા દેશમાં રહીને મહેનત કરવી સારી.

image source

હાલ આ વિડિઓ જે સામે આવ્યો છે એ મહેસાણાના એક યુવકનો છે જે ઓસ્ટ્રેલિયામાં નોકરી કરીને વધારે રૂપિયા કમાવવાના સપના જોતો હતો પણ ત્યાં જઈને મજૂરી કરત તેને ખ્યાલ આવ્યો કે રૂપિયા કમાવવા માટે દેશ નહીં પણ વિચારોમાં નવીનીકરણ કરીએ તો ગમે ત્યાં રૂપિયા કમાઈ શકીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ