ઉત્તર પ્રદેશના આ વિસ્તારમાં છુપાયું છે આશરે 6 ટન સોનું, સોનુ બહાર કાઢવા..

આપણા ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા સોનભદ્ર ખાતે જમીન નીચે સોનાનો વિશાળ ભંડાર દટાયેલો હોવાની વાત સામે આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનભદ્ર જિલ્લાના એક ગામના પહાડી વિસ્તાર કે જે પડરક્ષ ગ્રામ પંચાયતની હરદી પહાડી વિસ્તાર કહેવાય છે તેની નીચે આશરે ત્રણ હજાર ટન જેટલું સોનુ હોવાનું અનુમાન થઇ રહ્યું છે. ભારતની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા GSI એટલે કે જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે આ વિસ્તારના પેટાળમાં સોનું હોવાની વાતને સમર્થન કર્યું હતું.

15 વર્ષથી મહેનત કરી હતી જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ

image source

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારમાં સોનું દટાયેલું હોવાની વાત બહાર આવી છે તે પહાડી વિસ્તારમાં જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ વર્ષ 2005 થી એટલે કે અંદાજિત 15 વર્ષથી સંશોધન અને અધ્યયન કરી રહી હતી.

છેલ્લે આજથી 8 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2012 માં GSI એ આ વિસ્તારના પેટાળમાં સોનું હોવાની વાત સ્વીકારી હતી. ત્યારબાદ હવે રાજ્ય સરકાર આ સોનાના ભંડારને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી શરુ કરી રહી છે અને તે અંગેની વિવિધ કાયદાકીય પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે.

ભારે માત્રામાં છે સોનું

સોનભદ્ર જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારમાં સોનુ છે તેની માત્રા નાની સુની નહિ પણ ભારે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ અહીં હરદી નામક વિસ્તારમાં 646.15 કિલોગ્રામ એટલે કે લગભગ 6 ટન જેટલું સોનુ હોવાનો અંદાજ છે. એટલું જ નહિ પણ સોન પહાડી તરીકે ઓળખાતા પહાડી વિસ્તારના પેટાળમાં તો એથીય વધુ સોનુ હોવાનું અનુમાન છે.

સરકારે પણ પેટાળમાં છુપાયેલું સોનુ બહાર કાઢવા દેખાડી સ્ફૂર્તિ

image source

નોંધનીય છે કે સોનભદ્ર જિલ્લામાં આવેલા આ સોનાના ભંડારને સલામત રીતે બહાર કાઢવા રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. રાજ્ય સરકારે આ માટે બ્લોકની ફાળવણી કરવા માટે તૈયારી દર્શાવી સાત સભ્યોની એક ટીમ બનાવી છે જે ઈ-ટેન્ડરિંગની પ્રક્રિયામાં દેખરેખ રાખશે. આ ટીમ નિર્દેશિત સમગ્ર વિસ્તારમાં જીઓ ટેગિંગ કરશે અને 22 ફેબ્રુઆરી સુધીમાં પોતાનો રિપોર્ટ લખનઉ ખાતે ઉચ્ચ અધિકારીઓને સોંપશે.

image source

ઉલ્લેખનીય છે કે સોનભદ્રના આ વિસ્તારની આજુબાજુના વિસ્તારોનો પણ છેલ્લા 15 દિવસથી હેલીકૉપટર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંગે એવું કહેવાય છે કે આ સર્વે દ્વારા આ વિસ્તારમાં યુરેનિયમ હોવાની પણ તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ