શરમજનક ઘટના બની ગુજરાતના આ શહેરમાં, 3 યુવકોને બાકડાં સાથે બાંધીને માર્યો ઢોર માર, અને પછી શું થયુ તે જાણી લો તમે પણ

વેરાવળ ખાતે 3 યુવાનોને બાકડા સાથે બાંધીને ક્રૂરતા પૂર્વક માર મારવામા આવ્યો – સામસામા પક્ષે નોંધી ફરિયાદ

મોબાઈલ તેમજ સોશિયલ મિડિયાના ઉપયોગના કારણે દેશના ખૂણે ખૂણે શું ચાલી રહ્યું છે તેની જાણ તરત જ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી જાય છે. તાજેતરમાં એક વિડિયો સોશયિલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રણ યુવકોને બાકડા સાથે બાંધી દેવામાં આવ્યા છે અને પછી તેમની ક્રૂરતા પૂર્વક મારપીટ કરવામાં આવી છે. શરમજનક વાત એ છે કે આ ઘટના આપણા ગુજરાતના વેરાવળની છે.

image source

જ્યારે ઘટનાની છાણવટ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે. બે દિવસ પહેલાં વેરાવળ શહેરમાં ભાજપના આગેવાન અને નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના ચેરમેનને એક વ્યક્તિએ અપશબ્દો બોલ્યા હતા અને ત્યાર બાદ તેમને માર મારવામા આવ્યો હતો અને તેની ફરિયાદ તેમણે પોલીસમાં નોંધાવી હતી. તેમને આ ફરિયાદ પાછી ખેંચવા જણાવવામાં આવ્યું હતું.

image source

અહીંના ભીડિયા બંદર વિસ્તારમાં વિરેન્દ્ર ઉર્ફે વીકી તેમજ મુસ્તફા મજીદ અને કાનાભાઈ રાજુભાઈ બાવાજી ચા પિવા જઈ રહ્યા હતા. ત્યારે ત્યાં ચાર અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા હતા અને વીકી સાથે બોલાચાલી પણ થઈ હતી. અને ત્યાર બાદ ત્રણ જણને નજીકના સિમેન્ટના બાકડા સાથે બાંધી દેવામાં આવ્યા હતા અને ત્યટાર બાદ તેમની સાથે હાથ, લાત, મુક્કા તેમજ લાકડીના પ્રહાર કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી હતી. જે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

image source

એક પક્ષ એટેલ કે જેમાં વેરાવળ નગરપાલિકાના વોટર વર્ક્સના ચેરમેન અને ભાજપા તેમજ કોળી સમાજના આગેવાન વશરામભાઈ જીવાભાઈ સોલંકી છે તેમણે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે, ‘ભિડિયા વિસ્તારમાં સરસ્વતી કંપની સામે આવેલી જેન્તીભાઈના પાનના ગલ્લે તેઓ બેઠા હતા. ત્યારે વીરેન્દ્ર હેમંતરાય દવે એટલે કે વિકી તેમજ કાનો અને તેમની સાથે બીજા બે વ્યક્તિઓ કે જેઓ સીદી હતા તેઓ આવી ચડ્યા હતા, તેમણે મારી સાથે બોલાચાલી કરી હતી અને લોખંડના પાઈપથી ડાબા પગે ઘા કર્યો હતો અને છૂટ્ટો પથ્થરનો ઘા પણ કર્યો હતો.’ અને ત્યાર બાદ વશરામભાઈને 108 દ્વારા હોસ્પિટલમાં પણ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટના હેઠળ પોલીસે વિરેન્દ્ર ઉર્ફે વિકિ તેમજ કાના અને બીજા અજાણ્યા સિદ્દિ યુવાનો વિરુદ્ધ IPCની કલમ 324, 323, 504, 506(2), 337, 114 હેઠળ ગુનાની ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે.

image source

બીજો પક્ષ એટલે કે શબ્બીર ઉર્ફે સમીર રસુલભાઈ મજમુલે ફરિયાદ નોંધાવી છે તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે વિરેન્દ્ર એટલે કે વીકી તેમજ કાનાભાઈ રાજુભાઈ બાવાજી તેમજ મુસ્તફા મજીદ તે ચારે ભિડિયા બંદરમાં ચા પીવા જઈ રહ્યા હતા અને તે સમયે અજાણ્યા 4 વ્યક્તિઓએ તેમની સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી અને ત્યાર બાદ અહીંના કોળી સમાજના આગેવાન વશરામભાઈ તેમને મારવા ત્યાં આવી પહોંચ્યા હતા.

image source

આ દરમિયાન વિક્કી ભાગી જવામાં સફળ થઈ ગયો હતો પણ બાકીના ત્રણ સખ્સને પકડી લેવામા આવ્યા હતા અને તેમને સિમેન્ટના બાકડા સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ તે ત્રણેને વેરાવળની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે હાલ સુરેશ નામના વ્યક્તિ તેમજ બીજા ત્રણ વ્યક્તિઓ સામે અનુસુચિત જાતિ અને અનુ.જન જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની હાલ તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ