બાઇક પાછળ દોરડાથી બાંધી દીધુ કૂતરુ, અને પછી જે કરે છે તે આ વિડીયોમાં જોઇને તમને પણ આવી જશે ગુ્સ્સો

કેરલમાં હાથી બાદ હવે કૂતરા પણ માણસે આચરી ક્રૂરતા – વિડિયો જોઈ તમે પણ થઈ જશો ગુસ્સાથી ધૂંઆપૂંઆ

છેલ્લા બે-ત્રણ દિવસથી કેરલમાં જે ક્રૂરતાથી એક ગર્ભવતિ હાથણને વિસ્ફોટક ભરેલું અનાનસ ખવડાવીને મારી નાખવામાં આવી છે તેનો કિસ્સો હજુ શાંત નથી પડ્યો ત્યાં તો એક બીજી બર્બરતા મૂક નિર્દોશ પ્રાણી પર આચરવામાં આવી છે. આ આખીએ ઘટના માનવજાતિ માટે એક અત્યંત શરમજનક છે. હાલ આ વિડિયો સમગ્ર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના યુપીના પીલીભીત વિસ્તારની છે. અહીં એક કૂતરાને દોરડા વડે બાંધીને બાઈકથી ઘસડવામાં આવ્યો છે.

image source

આ ઘટનાને ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિએ વિડિયોમાં ઉતારી છે. કેટલાક લોકો બાઈક સાથે બાંધવામાં આવેલા આ કૂતરાને મૃત જણાવી રહ્યા છે. તો વળી કેટલાક એવું કહી રહ્યા છે કે કૂતરું મરી ગયો હોય તો પણ આ રીતે તેને ઘસડી જવું એ નરી ક્રૂરતા છે. આ વિડિયો વાયરલ થતાં પીલીભીત જિલ્લા અધિકારી વૈભવ શ્રીવાસ્તવે આ મામલાની તપાસ શરૂ કરી છે.

image source

સોશિયલ મિડયા પર લોકો આ બાબતને લઈને ભારે ગુસ્સે ભરાયા છે. આ પહેલાં કેરલમાં હાથીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી તેનાથી તો તે કૃત્ય કરનાર વિરુદ્ધ પગલાં લેવા માટે આખાએ દેશના ખૂણે ખૂણેથી અવાજ ઉભો થયો છે. બોલીવૂડ સેબ્રીટીથી માંડીને અન્ય ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ પણ તે બાબતે વિરોધ પ્રદર્શિત કર્યો છે.

આ ઘટનામાં એક 15 વર્ષિય હાથણને ફટાકડાથી ભરેલું પાઈનેપલ ખવડાવી દેવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તે ફટાકડા તેણીના મોઢામાં ફાટ્યા હતા જેના કારણે તેણીનું ઝડબુ ખરાબ રીતે ઘવાયું હતું. ત્યાર બાદ તે હાથણ ત્યાંથી ભાગીને નજીકની વેલિયાર નદીમાં જતી રહી હતી. અને ત્યાં સતત ત્રણ દિવસ તે પાણીમાં પિડા ભોગવતી ઉભી રહી હતી અને તડપી તડપીને તેણીનું મૃત્યુ થયું હતું. આ હાથણના પેટમાં તેનું બચ્ચું પણ હતું. આ ઘટનાને લઈને કેન્દ્ર સરકારે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને હાલ તે બાબતે ગંભીર તપાસ ચાલી રહી છે.

image source

દેશના પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે વિસ્ફોટક ખવડાવીને હત્યા કરવી તે ભારતની સંસ્કૃતિમાં નથી આવતું અને સરકાર દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કેરલના મલપ્પુરમમાં હાથીના મૃત્યુની કેન્દ્રએ ગંભીર નોંધ લીધી છે.

image source

હાથણની આવી ક્રૂર હત્યા બાબતે સોશિયલ મિડિયાના દરેક પ્લેટફોર્મ પર તે બાબતે ગુસ્સો તેમજ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું જેમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓનો પણ સમાવેશ થતો હતો. અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાઓ, રણદીપ હૂડા, અથિયા શેટ્ટી તેમજ ટેલીવીઝનની જાણીતી હસ્તતીઓ જેમ કે દીપિકા કકર, સયાંતની ઘોષ, રોહીત રોય, રવિ દૂબેએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. સામાન્ય જનતાએ પણ પોતાના ફેસબુક તેમજ વ્હોટ્સ એપ સ્ટેટસ પર હાથણીને શ્રદ્ધાંજલી આપતી તસ્વીરો મૂકી હતી.

Sosurce : Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ