ક્રુર લોકોએ ગર્ભવતી ગાયને ખવડાવ્યો વિસ્ફોટક, ગાયના જડબામાંથી એક ધાર્યુ પડવા લાગ્યુ લોહી, વિડીયો જોઇને આંખમાં આવી જશે આસું

માનવતા ફરી એકવાર મુકાઈ નેવે, હથિણી પછી હવે ગર્ભવતી ગાયને ખવડાવ્યો વિસ્ફોટક, ગાયનું જડબું ઉડી ગયું.

હજી તો કેરળમાં ગર્ભવતી હથિણી વાળી ઘટનાથી માનવજાતનું માથું શરમમાં જુક્યું જ હતું કે ફરી એકવાર હવે ગાયને વિસ્ફોટક ખવડાવવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના હિમાચલ પ્રદેશના બિલાસપુરની છે. જ્યાં જંડુતા વિસ્તારમાં એક ગર્ભવતી ગાયને વિસ્ફોટક ખવડાવવાની એક ઘટના સામે આવી છે. આ ઘટના પછી ગાય ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ હતી અને એનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

image source

વીડિયોમાં એક ગર્ભવતી ગાયના જડબામાંથી લોહી વહેતુ દેખાઈ રહ્યું છે. અને એનો આ ઝખમ જોઈ એવું લાગે છે કે ગાય હવે પછીના ઘણા દિવસો સુધી કાંઈ જ ખાઈ શકે એવી સ્થિતિમાં નથી. આ સમગ્ર ઘટના 10 દિવસ પહેલા બનેલો છે.

image source

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો એ પછી હિમાચલ પોલીસે કેસ નોંધી લીધો છે અને એની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે.

image source

ગાયના મલિક ગુરદયલ સિંગે આ અંગે અધિકારીઓ પાસે મદદ માંગી છે અને આરોપીઓને આકરામાં આકરી સજા કરવાની વિનંતી કરી છે.આ સમગ્ર ઘટના સામે આવતા જ આસપાસ રહેતા લોકોમાં ઉગ્ર આક્રોશ દેખાઈ રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા મલ્લપુરમમાં આવી એક ઘટના સામે આવી હતી જેમાં એક ગર્ભવતી હથિણીને ફટકડાથી ભરેલું અનાનસ ખવડાવી દેવામાં આવ્યું હતું. આ અંતર્ગત પોલીસે એક વિલ્સન નામના આરોપીને પકડી લીધો છે અને બીજા બે આરોપીની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયા પર લોકોનો ભારે રોષ દેખાઈ રહ્યો છે. અબોલ જીવ પર માણસની આ પ્રકારની ક્રુરતાને સૌકોઈ વખોડી રહ્યા છે. અને આરોપીઓને સખત સજાની માંગણી કરી રહ્યા છે.

image source

કોરોનાના કહેરથી બચવા આજનો માણસ ભગવાન સામે બે હાથ જોડી દયા દાખવવાની ભીખ માંગી રહ્યો છે પણ આવા નિર્દોષ જીવને પોતાની મજાક મસ્તીનો ભોગ બનાવી એમના જીવને જોખમમાં મૂકતી વખતે એને જરા સરખી પણ દયા નથી આવતી. જેમ માણસ પ્રકૃતિનું સંતાન છે એમ અન્ય પ્રાણીઓ પણ પ્રકૃતિના સંતાનો છે. અને પોતાના આ સંતાનો પર માણસ દ્વારા થતા દયાવિહીન કર્યો જોઈ પ્રકૃતિ માણસને સજા રૂપે કોરોના જેવી મહામારી, દરિયા કિનારે ઉઠેલું સાયકલોન, જમીન ધસી જવી જેવા બનાવો, તીડનું આક્રમણ ન આપે તો શું કરે?

હજી સમય છે માણસજાતને ચેતી જવાની જરૂર છે, નહિ તો જો આમ જ બધા પ્રાણીઓમાં સર્વોપરી બનવાની લ્હાયમાં કુદરત માણસને સાવ નેસ્ત નાબૂત ન કરી નાખે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ