દિલ્હીમાં આ વેજ.રેસ્ટોરન્ટમાં તમને જમવાની આવશે જોરદાર મજા

દીલ્લી ફરવા જાઓ તો જમવાની ચિંતા જરા પણ ના કરતા, જાણીલો દીલ્લીની બેસ્ટ રેસ્ટોરન્ટ્સ વિષે

image source

ભારતમાં લગભગ 40 ટકા કરતા પણ વધારે લોકો શાકાહારી છે અને તેમાં ઘટાડો થવાની જગ્યાએ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં સૌથી વધારે વેજીટેરિયન ભારતમાં વસે છે. એમ પણ વેજીટેરીયન હોવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે જે ઘણા બધા સંશોધનો દ્વારા સાબિત થઈ ગયું છે.

પણ જ્યારે તમે ગુજરાતમાં હોવ ત્યારે તમારા માટે વેજીટેરિયન રેસ્ટોરન્ટ શોધવામાં કોઈ જ મુશ્કેલી નથી પડતી. પણ જ્યારે તમે ગુજરાત બહાર જાઓ અને ખાસ કરીને દીલ્લી જેવા મોટા શહેરમાં જાઓ ત્યાં તમને વેજીટેરિયન રેસ્ટોરન્ટ શોધવામાં મુશ્કેલી થાય છે.

image source

જો તમારે અવારનાર દીલ્લી જવાનું થતું હોય અને તમે વેજીટેરીયન હોવ અથવા જો તમે નજીકના ભવિષ્યમાં દીલ્લી જવાના હોવ અને તમારે ત્યાં વેજીટેરીયન ખોરાક ખાવો હોય તો આજનો આ લેખ તમારા માટે જ છે.

દીલ્લીના વિવિધ રેસ્ટોરન્ટમાં તમને ગુજરાતી વાનગીથી, મુઘલાઈ, પંજાબી તેમજ વિવિધ સ્વાદિષ્ટ નોર્થ ઇન્ડિયન વ્યંજનો પણ મળી રહેશે, અહીં તમને દરેક પ્રકારનું વેજીટેરિયન સ્વાદિષ્ટ ભોજન મળી રહેશે. તો ચાલો તમને જણાવીએ દીલ્લીના જાણીતા વેજીટેરિયન રેસ્ટોરન્ટ્સ વિષે.

રાજધાની થાલી

image source

રાજધાની થાલી દીલ્લીની સૌથી જાણીતી રેસ્ટોરન્ટ્સમાની એક છે. અહીંનું ભરેલું ભાણું તમારા દરેક પ્રકારના સ્વાદની તરસને તૃપ્ત કરશે. આ રેસ્ટોરન્ટ સુંદર એમ્બિયન્સ ધરાવે છે તેમજ તમે અહીં કન્ફર્ટેબલ પણ ફીલ કરશો. દીલ્લીના કોનોટ પ્લેસ આગળ આ રેસ્ટોરન્ટ આવેલી છે. અહીં તમને પરંપરાગત ભારતીય થાળી જમાડવામાં આવશે અને તેની સાથે તમને સુંદર પીણા પણ પીરસવામાં આવશે.

નિવેદ્યમ

image source

જે લોકોને સાઉથ ઇન્ડિયન ભોજન ખુબ પસંદ હોય તેમના માટે આ રેસ્ટોરન્ટ સ્વર્ગથી ઓછું નથી. અહીં તમને પ્યોર સાઉથ ઇન્ડિયન ભોજન પીસવામાં આવે છે. અહીંનું બધું જ ભોજન ઘીમાં બનાવામાં આવે છે અહીં તમે સ્વાદિષ્ટ ભોજન તો માણી જ શકો છો પણ સાથે સાથે તના સુંદર એમ્બિયન્સમાં તમે તમારા સાથી સાથે ક્વોલીટી ટાઈમ પણ પસાર કરી શકો છો.

આ જગ્યા ઘણી વ્યાજબી છે અને અહીં જમવાનો અનુભવ એટલો અદ્ભુત રહેશે કે તેની સામે તમે ખર્ચેલા રૂપિયા તમને વ્યાજબી લાગશે. આ રેસ્ટોરન્ટ દીલ્લી-એનસીઆરમાં સાત શાખાઓ ધરાવે છે.

વેજ ગુલાટી

image source

દીલ્લીની જાણીતી રેસ્ટોરન્ટ ગુલાટીની આ એક વેજીટેરિયન શાખા છે. વેજ ગુલાટી અહીંના વેજીટેરિયન કબાબ, દાલ મખના અને પનીરની વેરાયટીઝ માટે જાણીતી છે. અહીં તમને ઉત્તમોત્તમ શાકાહારી ભોજન પીરસવામાં આવે છે. દીલ્લીમાં આવો તો તમારે એકવાર તો વેજ ગુલાટીમાં જમવું જ જોઈએ.

સાત્વિક

image source

જો તમે દાળ તેમજ પનીર વગરનું કોઈ ભોજન જમવા માગતા હોવ તો આ રેસ્ટોરન્ટની મુલાકાત તમારે ચોક્કસ કરવી જોઈએ. દીલ્લીના સંકેત વિસ્તારમાં આવેલું આ ફાઈન ડાઇનીંગ રેસ્ટોરન્ટ તમે કન્ફર્ટની સાથે સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસશે. અહીં તમને ખરા અર્થમાં સાત્વિક ભોજનનો અનુભવ થશે.

કઠપુતલી

image source

આ રેસ્ટોરન્ટ દીલ્લીની ડીફેન્સ કોલોની માર્કેટમાં આવેલી છે. અહીં તમને પરંપરાગત રાજસ્થાની ભોજન પીરસવામાં આવે છે અહીંનું એમ્બિયન્સ પણ તમને રાજસ્થાની સંસ્કૃતિનો અનુભવ કરાવે તેવો છે. જો તમને શાકાહારી ભોજન ખૂબ પ્રિય હોય તો તમારે અહીંની દાલ બાટી ચુરમા તેમજ ગટ્ટા કરી ચોક્કસ ટ્રાઈ કરવી જોઈએ.

બર્મા બર્મા

image source

રેસ્ટોરન્ટનું નામ સાંભળીને તમે ચોક્કસ તેની તરફ આકર્ષાશો. અહીં તમે ક્યારેય નહીં ખાધું હોય તેવું બર્મીસ વેજિટેરીયન ફુડ જમાડવામાં આવે છે. આધુનિક શાકાહારીઓ માટે આ એક ઉત્તમ જગ્યા છે. દીલ્લી-એનસીઆરમાં આ રેસ્ટોરન્ટની કુલ ત્રણ શાખાઓ આવેલી છે. અહીં તમને જૈન ફુડ પણ પિરસવામાં આવશે જે દિલ્લીમાં ઘણી ઓછી જગ્યાઓએ પીરસવામાં આવે છે.

કુનાફા

image source

તમે તુર્કસ્તાન એટલે કે તુર્કીના ભોજન વિષે ઘણું સાંભળ્યું હોય પણ ક્યારેય તેને ચાખવાનો મોકો ન મળ્યો હોય તો દીલ્લીમાં આવેલા આ રેસ્ટોરન્ટની મુલાકાત તમારે લેવી જ જોઈએ. આ રેસ્ટોરન્ટ દીલ્લીના મહેર ચાંદ માર્કેટમાં આવેલું છે. અહીં તમને ઓથેન્ટિક મધ્ય પૂર્વ ભોજન પીરસવામાં આવશે તે પણ શાકાહારી. અહીં તમને સર્વશ્રેષ્ઠ મીષ્ઠાન પીરસવામાં આવે છે. આ રેસ્ટોરન્ટનું નામ એક મધ્ય-પૂર્વી મીઠાઈ કુનાફા પરથી પાડવામાં આવ્યું છે જે આ રેસ્ટોરન્ટની ખાસિયત પણ છે.

કર્નાટીક કાફે

image source

સાઉથ ઇન્ડિયન ફૂડના પ્રેમીઓ માટે બીજું એક રેસ્ટોરન્ટ દીલ્લીમાં છે જે તેના ઓથેન્ટીક સાઉથ ઇન્ડિય ફૂડ માટે જાણીતુ છે. આ રેસ્ટોરન્ટમાં તમને ખુબ જ રીઝનેબલ ભાવે ભોજન પીરસવામાં આવે છે. જે લોકો સુંદર સ્થળની વચ્ચે શાકાહારી ભોજન જમવા માગતા હોય તેમના માટે આ એક ઉત્તમ રેસ્ટોરન્ટ છે. અહીં તમને કેટલાક સ્પેશિયલ ઢોંસા પણ પીરસવામાં આવે છે.

કાકેદી હાટ્ટી

image source

આ રેસ્ટોરન્ટ દીલ્લીના મશહૂર વિસ્તાર ચાંદની ચોકમાં આવેલું છે. જો તમે દીલ્લી જાઓ અને ચાંદની ચોક જાઓ તો આ રેસ્ટોરન્ટમાં ભોજન કરવું જોઈએ. જો તમને ધાબા ટાઈપ રેસ્ટોરન્ટમાં જમવું ગમતુ હોય તો અહીં પણ તમને ગમશે. જે લોકોને વેજીટેરિયન ફૂડ ખૂબ પસંદ છે તેમણે આ રેસ્ટોરન્ટના સોયા ચાપ અને દૂધીનું રાઈતું ચોક્કસ ટ્રાઈ કરવું જોઈએ.

સર્વાના ભવન

image source

અહીં તમને સાઉથ ઇન્ડિયન ફુડ પીરસવામાં આવે છે. સર્વાના ભવન દીલ્લીના કોનોટ પ્લેસની એક માત્ર રેસ્ટોરન્ટ છે જેને કોઈ જ ઓળખ આપવાની જરૂર નથી. અહીં તમને શુદ્ધ શાકાહારી ભોજન તે પણ તમારા બજેટમાં પીરસવામાં આવે છે. અહીં દીલ્લીનું ઉત્તમોત્તમ સાઉથ ઇન્ડિયન ફુડ પીરસવામાં આવે છે. અહીં જમવા માટે લોકો લાઈન લગાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ