અનિંદ્રાથી આજે કોઈને કોઈ મિત્ર પરેશાન થતા હોય છે આજે જાણો તેનાથી શું પ્રોબ્લેમ થઇ શકે છે…

ઊંઘનાં વિષય પર અહીં જેન્તીલાલ.કોમ પર પ્રકાશિત થયેલા આ પહેલાનાં લેખમાં આપણે જાણ્યું કે એક દિવસ દરમિયાન નાના બાળકથી લઈને એક વયસ્ક વ્યક્તિ સુધી કોને કેટલી ઊંઘ આવશ્યક છે. સાથે એવી કેટલીક આદતો અને કાર્યશૈલી વિશે જાણ્યું કે જેના કારણે આપણને ઊંઘ ન આવવાની ફરિયાદ એટલે કે અનિંદ્રાની સમસ્યા રહે છે.

એ પછીના ઊંઘ સંબંધી આ લેખમાં આપણે અનિંદ્રા એટલે કે ગાઢ ઊંઘ લાવવાના ઘરેલુ ઉપચાર અને જો પૂરતી ઊંઘ લેવામાં ન આવે તો શરીર પર એની શું અસર પડે ? તે વિશે જાણીશું.

થાક, સુસ્તી અને ઓવરલોડ પેટ

આપણે સૌ જાણીએ છીએ કે શરીરને જો તેની જરૂરિયાત મુજબની ઊંઘ ન મળે એટલે આપણો બીજો દિવસ સુસ્તી અને થાકથી ભરેલો રહે. અને તેની સીધી અસર તમારા રોજિંદા કામકાજ, કાર્યક્ષમતા અને એકાગ્રતા પર પડે. અપૂરતી ઊંઘનો આ સૌથી પહેલો ગેરલાભ છે.એ સિવાય અપૂરતી ઊંઘ આપણા મસ્તિષ્કમાં ના હાઇપોથેલેમસમાં સક્રિય રહેતા ન્યુરોન્સનાં એક ચોક્કસ ભાગની નિયમિત કામગીરીમાં વિક્ષેપ પાડે છે. અને અહીં જ ઓરેકસીન નામક હાર્મોન સક્રિય હોય છે જે આપણી ખાનપાન સંબંધી વ્યવહારને નિયંત્રિત કરે છે. હવે સીધું ક છે કે આ કામગીરી અટવાય એટલે ખાઉધરો સ્વભાવ થવાની સમસ્યા પણ ઉભી થશે જ.

મગજ પર પણ અસર

ઓછી અને અપૂરતી ઉંઘનો પ્રભાવ મગજની કાર્યશૈલી પર પડે છે જેના કારણે કામકાજમાં એકાગ્રતા ન રહેવી, યાદશક્તિ નબળી પડવી તથા નિર્ણય લેવામાં વિલંબ થવા જેવી સમસ્યાઓ રહે છે.

હૃદય પર પ્રભાવ

આપણાં શરીરમાં સતત કાર્યશીલ એવા હૃદયને પણ અપૂરતી ઊંઘ નુકશાનકર્તા છે. હૃદય નબળું પડવા ઉપરાંત થોડું ચાલવાથી હાંફી જવું, શ્વાસ લેવામાં સામાન્યથી વધુ પરિશ્રમ લાગવો જેવી તકલીફ રહે છે.

અપૂરતી ઊંઘના શરીર પર પડતા આ પ્રાથમિક પ્રભાવ વિશે જાણ્યા પછી હવે એવી ટિપ્સ વિશે પણ જાણી લઈએ જેના કારણે આપણે ગાઢ નિંદ્રા માણી શકીએ.

નવશેકા પાણીથી નહાવું

રાત્રે સૂતા પહેલા નવશેકા ગરમ પાણીથી નાહી લેવું સારી ઊંઘ માટે લાભદાયી છે. નવશેકા પાણીને કારણે આપણા શરીરની માંસપેશીઓને આરામ મળવા ઉપરાંત શરીરનું આંતરિક તાપમાન પણ નીચું જાય છે. નાહી લીધા બાદ ચુસ્ત અને જાડાં વસ્ત્રો ને બદલે હલકા અને ઢીલા કપડાં પહેરવા જોઈએ.

રાત્રિનું હળવું ભોજન

રાત્રીના ભોજનમાં ભારેખમ ખોરાકને બદલે ઊંઘવાના બે કલાક પહેલાં ખીચડી જેવો હલકો ખોરાક લેવો જોઈએ. એક તો આવો ખોરાક પચવો સરળ છે જેના કારણે પેટમાં ગેસ, એસીડીટી અને બળતરા જેવી સમસ્યા નથી રહેતી. રાત્રે સૂતા પહેલા નવશેકું ગરમ દૂધ પીવું પણ સારી ઊંઘ માટે ઉપયોગી છે.

કસરત વધુ નહીં

કસરત કરવી શરીર માટે જરૂરી છે પણ સૂતાં પહેલા 30 મિનિટની કસરત તો ઘણી કહેવાય. સતત કલાક કે એથી વધુ સમય સુધી ચાલવા જવું કે એવી હળવી કસરત ગાઢ નિંદ્રા માટે બાધારૂપ બની શકે.

કેફીન અને નિકોટીનનું સેવન ન કરવું

ચા, કોફી, કોલા કે ચોકલેટ જેવા ખોરાકમાં વત્તા-ઓછા પ્રમાણમાં કેફીનનું તત્વ હોય છે જે શરીરમાં આઠ કલાક સુધી સક્રિય રહી શકે. બપોર બાદ એક કપ ચા કે કોફી વહેલાસર ઊંઘવામાં નડતરરૂપ છે. એ સિવાય નિકોટીન તત્વ પણ એટલું જ નુકશાનકર્તા છે અને તેનો મુખ્ય સ્ત્રોત બીડી-સિગરેટ છે. રાત્રે સૂતા પહેલા ધુમ્રપાન કરવાથી ઊંઘ ઊડી જવા જેવી સમસ્યા રહે છે.

દિવસ દરમિયાન ઊંઘવું

દિવસ દરમિયાન ઘડીક ઊંઘની જપકી લઈ લેવાથી ઊંઘની કમી તો પુરી થઈ જાય છે પરંતુ એક થી બે કલાકની ઊંઘ તમારી રાત્રિની ઊંઘ ગાયબ કરી શકે છે. માટે દિવસ દરમિયાન બને તેટલું ઓછું ઊંઘવું રાત્રિની ગાઢ નિંદ્રા માટે લાભકારક છે.

દૂધ – મધનું સેવન

આમ તો રાત્રે કોઈ મીઠો ખોરાક કે મીઠું પીણું પીવાથી પ. સારી ઊંઘ આવે છે. પણ અનિંદ્રાની સમસ્યા નિવારવા દૂધ અને મધનો ઉપયોગ બહુ જૂનો અને કારગર કીમિયો છે. એ સિવાય વરિયાળીનું સેવન પણ ઉપયોગી છે. ખાસ કરીને વરિયાળીનું શરબત પીવું પણ સારી ઊંઘ માટે લાભદાયી છે.

વાંચન – પ્રેરક પ્રવચન સાંભળવું

ઊંઘવાના નિશ્ચિત સમય પહેલા સારા પુસ્તકો વાંચવા પણ લાભદાયી છે. જો કે તે દરમિયાન પાછળથી પ્રકાશ આવે તે રીતે બેસીને પુસ્તકો વાંચવાનો આગ્રહ રાખવો. એ સિવાય સુતા પહેલા હળવા વોલ્યુમ પર પ્રેરક સુવિચાર અને પોઝીટીવ સ્પીચ સાંભળવાથી પણ ચિતનાં ઉદ્વેગો શાંત થાય છે અને ઉદ્વેગો શાંત થાય એટલે ઊંઘ પણ જલ્દી અને સારી આવે છે.

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ મેળવો ફક્ત અમારા પેજ પર.. તમે લાઇક કર્યું કે નહિ…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ