મુંબઈ ફેમસ વડાપાવ – અસલી મુંબઈ મળે છે એવા જ વડાપાવ હવે બનાવી આપો તમારા પરિવારને…

હેલો ફ્રેન્ડઝ, મુંબઈ મા બારેમાસ ખવાતી વાનગી એટલે વડાપાવ, આ વડાપાવ એટલે મુંબઈ ગરા ની જાન…

ઠેર ઠેર અને ગલી મહોલ્લામાં મા તમને વડાપાવ વાળા ની લારી અને દુકાનો જોવા મળશે દરેક જગ્યાએ તમને વિવિધ પ્રકારના વડાપાવ જોવા અને ખાવા મળશે આજે હું તમને એ ઓરજીનલ ટેસ્ટના વડાપાવ કેવી રીતે બનેતેશીખવાડીશ.

આવી ગયુ ને મોઢા મા પાણી… તો ચાલો નોંધી લો સામગ્રી અને બનાવો આ સ્વાદિષ્ટ અને ઓરિજિનલ મુંબઈ સ્ટાઈલ ના ફૈમસ વડાપાવ.

* સામગ્રી –


* 1 કિલો બટાકા

* 250ગ્રામ ચણા નો લોટ અથવા વેસણ

*4-5 નંગ લીલા તીખા મરચાં

*1/2 કપ કોથમીર સમારેલી

*10-15 તાજા લીમડાના પાન

*8-10 કળી લસણની

*1/2 ટીસ્પૂન હળદર

*1 ટીસ્પૂન રાઇ

*1ટેબલસ્પુન અડદ ની દાળ

*2 ટેબલસ્પૂન તેલ વઘાર કરવા માટે

*સ્વાદ અનુસાર મીઠું

* 15 નંગ લાદી પાવ

*રીત —


સૌ પ્રથમ બટાકાને પ્રેશરકુકર મા બાફી લો ઠંડા પડે એટલે છાલ ઉતારી ને તેનો માવો તૈયાર કરી લો મરચાં અને વઘાર કરવા માટે.

1– એક વઘારીયા મા 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં સૌ પ્રથમ 1tsp રાઇ નાખો ,રાઈ તતડી જાય એટલે તેમાં અડદ ની દાળ નાખો અને તે સંતળાઈ જાય એટલે તેમાં મરચા અને લસણની પેસ્ટ ઉમેરો.

અને છેલ્લે બારીક સમારેલો લીમડો નાખી ચપટી હીંગ નાખી ને આ વઘાર ને બટાકા ના માવા પર રેડી દો. સાથે જ સ્વાદ અનુસાર મીઠું અને બારીક સમારેલી કોથમીર પણ નાંખી દો.


2– ત્યાર બાદ આ બધુ મિકસ કરી લો અને માવો તૈયાર કરી લો.


3– ત્યાર બાદ તેના મિડિયમ સાઈઝ ના ગોળા વાળી ને તૈયાર કરી લો. અને તેને સાઇડ પર મૂકી દો.


4–ચણા ના લોટ નુ બેટર (ખીરું) બનાવવા ની રીત –

સૌ પ્રથમ એક વાસણ મા બધો લોટ ચાળી લેવો, ત્યારબાદ તેમા સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર નાખો. તેમા જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો, ખીરું બહુ પાતળુ કે બહુ ઘટ્ટ ના થવુ જોઇએ તે ખાસ ધ્યાન રાખવું.


5–હવે એક કડાઈ મા વડા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાંથી એક ચમચો ગરમ તેલ ખીરા મા નાખી તેને ખુબ ફીણી લો, આમ કરવાથી વડા સરસ ફુલશે. કોઇ પણ પ્રકારનાં ભજીયા બનાવતી વખતે તેમા જો ગરમ તેલ ઉમેરવા મા આવે તો તે એકદમ સરસ ફુલશે અને તેમા સોડા નાખવા ની જરૂરત નહીં પડે, આમ પણ જો ખાવા નો સોડા નાખીએ તો ભજીયા ફુલશે પણ સાથે તે તેલ પણ ખૂબ શોષી લે છે.


6–વડા તળવા ની રીત –હવે તૈયાર કરેલા વડા માથી 3-4 વડા લઇ ખીરા મા નાખી તેને ચમચી વડે ખીરા થી કવર અને ચમચી વડે જ તે વડા ને હળવે થી તેલ મા મૂકી દો અને તેને સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.


7– તળેલા વડા ને એક થાળી મા ટિશ્યૂ પેપર પર કાઢી લો જેથી તેમા રહેલૂ તેલ નીકળી જાય.


8– પાવ ને વચ્ચે થી કાપી ને તેમા લસણ ની સુકી ચટણી લગાવી ને તેના ઉપર એક વડુ મુકો.


લો તૈયાર છે મુંબઈ ફેમસ વડાપાવ તેને ગરમા ગરમ જ ખાવા મા આવે તો જ તેનો અનેરો આનંદ આવે છે. સાથે સાથે તળેલા મરચાં અને મસાલા વાળી ચા હોય તો બસ બીજુ કાંઇ ના જોઈએ….

ટીપ —


*મે સૂકી ચટણી નો ઉપયોગ કર્યો છે તમને લીલી ચટણી ને ગળી ચટણી નો ઉપયોગ પણ કરી શકો છો.

* વડા થોડા તીખા જ સારા લાગે છે પણ તમે જો તીખુ ના ખાઈ શકતા હોય તો મરચા નુ પ્રમાણ ઓછું નાખવુ. તમે જો બટાકા ના ખાતા હોય તો આ બટાકા ની બદલે કાચા કેળા ને બાફી ને તેનો ઉપયોગ કરી શકાય છે

* લસણ પણ ન ખાતા હોય તો તેનો ઉપયોગ ન કરવો.

સૂકી ચટણી બનાવવાની રીત —

*10-15 સુકા મરચા

*15-20 લસણની કળીઓ

*1/2 વાટી સુકા કોપરા ની ચીરીઓ

2- ટેબલસ્પૂન લાલ મરચાંનો પાઉડર

સ્વાદ અનુસાર મીઠું

*રીત —

ઉપર જણાવ્યા મુજબ ની બધી સામગ્રી મિક્સ કરી ને મિકસર મા પીસી લો તૈયાર છે સુકી ચટણી આ ચટણી ને તમે એરટાઇટ ડબામાં પેક કરીને ને ફ્રીઝર મા સ્ટોર કરી શકો છો.

તો ચાલો મે તો બનાવી લીધા આ સ્વાદિષ્ટ વડાપાવ તમે પણ આ જરૂર બનાવજો અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી હો ફરી એકવાર હાજર થઈશ એક નવી રેસીપી લઇ ને ત્યાં સુધી બાય…

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ