પ્રસ્તાવ – વર્ષો જુના માતાના પ્રેમને આખરે દિકરાએ પૂરો કરાવ્યો…

“પ્રસ્તાવ”

આજે ચૌદ મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન દિવસ.આજે વિશાલ એની પ્રેમિકા ની આગળ લગ્ન નો પ્રસ્તાવ મૂકે અને બસ એ સ્વીકારી લે એટલે એની જવાબદારી માંથી એ મુક્ત .પતિ વિનાજ પોતે નોકરી કરી એણે વિશાલ ને ભણાવ્યો ,ઊચ્ચ શિક્ષણ અપાવ્યું અને સરસ નોકરી મળે એ માટે અથાક દોડાદોડી કરી. હવે બસ એની ગમતી જીવન સાથી મળી જાય,વિશાળ એનું કૌટુંબિક જીવન આરંભે એટલે એની બધીજ મેહનત ફળી જાય.એકલા હાથે દીકરા ને ઊછેરતા એ માં કરતા વધુ એની મિત્રજ હતી અને તેથીજ આજે હોટેલ ના ટેબલ થી લઇ બૂકે સુધી ની બધીજ વ્યવસ્થા એણે જાતેજ કરી હતી.બસ વિશાળ કોલ કરી શુભ સમાચાર આપે એ આશા એ નીતિ મોબાઇલ ને તાકી રહી હતી.ત્યાંજ મોબાઇલ રણક્યો:

“હેલો મમી જલ્દી હોટેલ આવતી રહે” “શું થયું વિશાલ સૌ ઠીક તો છે?”એનું હ્ય્યુ ધડકી ઉઠ્યું.

“તું પલીઝ અહીં આવ પછી વાત કરીએ”કેહતા વિશાલે કોલ કાપ્યો. એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ એ ભાગી.રીક્ષા માં આખા રસ્તે એના મગજ માં સો વિચારો ઊઠ્યા.બસ એના દીકરા ની લાગણી ના દુભાવી જોઈએ.આખું જીવન એને ખુશ જોવા એ બધુજ કરી છૂટી હતી. હોટેલ આવતાજ એ સીધી બુક કરાવેલ ટેબલ પર પોહચી.વિશાલ અને એની ગર્લફ્રેન્ડ સાથેજ બેઠા હતા.એણે સીધુજ વિશાલ ની આંખો માં જોયું.વિશાલે ખુશી થી માથું હલાવ્યું અને અંકીતા ના હાથ માં પહેરાવેલ વીંટી દેખાડી.નીતિ આગળ વધી બંને ને વળગી પડી.આંખો માં આંસુ સાથે બોલી:

“હું તો ડરી જ ગઈ.પણ આમ કબાબ માં હડ્ડી થવા શું કરવા બોલાવ્યું? એન્જોય યોર ઇવનિંગ માઇ કિડ્સ .હું નીકળું”વિશાલ એ એનો હાથ પકડી અટકાવી:

“તને કોઈ મળવા આવ્યું છે” કેહતા એણે દૂર ના ટેબલ તરફ ઈશારો કર્યો. સોહમ ??? આટલા વર્ષો પછી પણ એને જોતા હજી એનું હૃદય એવુજ ધબક્યું જેવું એને છેલ્લી વાર મળતા સમયે ધબક્યું હતું. એ એમજ ઉભી રહી સ્થિર.શું કરે શું ના કરે? વર્ષો એના વિના વિતાવ્યા પથ્થર બની.નિર્ણય પણ તો એનોજ હતો.પોતાના સ્વાભિમાન ને સાચવવા એને કેટલી સજાઓ આપતી ગઈ.એક પછી એક.એ સ્વીકારતો ગયો. માતા પિતા ની મરજી થી લગ્ન થયા ત્યારે પણ એ એને સમજ્યો. પોતે દૂર પરદેશ જતો રહ્યો.લગ્ન ના કર્યા .જયારે પણ દેશ આવે મિત્રો થી એની ખબરઅંતર પૂછતો રહે.પતિ ની નબળી આર્થિક પરિસ્થિતિ ,શિક્ષક ની નોકરી અને નાના બાળક ની જવાબદારી વચ્ચે એ પીસાઈ રહી હતી. આડકતરી રીતે એને સહાય કરવા સોહમ જયારે પણ પ્રયાસ કરતો નીતિ નું સ્વાભિમાન એના પ્રયાસ ને હડસેલી દેતું. સોહમ એના જીવન નો ભગવાન બને એ એને ક્યારેય મંજૂર ના હતું.પોતાનું જીવન તો સંઘર્ષ પણ પોતાનોજ. એક વાર તો સોહમ એ સીધોજ લગ્ન નો પ્રસ્તાવ મૂકી દીધો.શાળા ની બહાર રસ્તા માંજ:

“ડિવોર્સ હિમ નીતિ. હું તારો અને વિશાલ નો પૂરો ખ્યાલ રાખીશ.આ વખતે હું તમને સાથેજ કેનેડા લઇ જઈશ.બધું ઠીક થઇ જશે.વિશ્વાસ રાખ મારી ઉપર”અને એની જિદ્દી અને સ્વાભિમાની નીતિ કેવી ભડકી ઉઠી હતી:

“તું મહાન બની શું સાબિત કરવા ઈચ્છે છે? હું મારા વિશાલ નું ખ્યાલ નથી રાખી શકતી ? લોકો એમ જ કહેશે ને કે અમીર મિત્ર સાથે લગ્ન કરી ખુશી નું શોર્ટ કટ લીધું?તું જતો રહે મારા જીવન માં ઝાંખવા નું બંધ કર ને જા તારું નવું જીવન વસાવ”આ શબ્દો એ સોહમ ને અંદર થી તોડી જ નાખ્યો.એ કદી દેશ પરત જ ના થયો.કામ માં પોતાને એવો ડુબાવ્યો કે પોતાના મન નો અવાજ પોતાના મગજ સુધી ના પોહંચી શકે. નીતિ ના પતિ ના મૃત્યુ ના સમાચાર મળ્યા ત્યારે એણે સંપર્ક સાધવા પ્રયાસ કર્યો પણ કદાચ નીતિ ના બદલાયેલા જીવન સાથે એનો ફૉન નંબર પણ બદલાઈ ચુક્યો હતો.એ એની નીતિ ને બરાબર જાણતો હતો.એની જીદ્દ અને એનું સ્વાભિમાન.અને જેટલું સ્વાભિમાન એ રાખતી એટલોજ પ્રેમ એના માટે વધતો જતો.એ દેશ ગયો.ફરી નીતિ ને મળ્યો.

“નીતિ જીદ્દ છોડ. આવતી રે મારી જોડે. તને કદાચ મારી જરૂર ના હોઈ. પણ વિશાલ ને એક પિતા ની જરૂર છે.હું એક શ્રેષ્ઠ પિતા બનવા બધું કરી છૂટીશ.માની જા નીતિ ” “આવી ગયો ફરી ઈશ્વર બનવા. બિચારી નીતિ. તારા વિના એ કશુંજ ના કરી શકીશ .” “જો નીતિ તું વાત ને અન્ય દિશા એ ના ફેરવ” “સોહમ પરિસ્થિતિ નો ફાયદો ઉઠાવતા તો કોઈ તારા થીજ શીખે” “નીતિ હવે તું મારા પ્રેમ નુ અપમાન કરી રહી છે”

“પ્રેમ ? જો તુ મને સાચો પ્રેમ કરતો હોઈ તો મને ને વિશાલ ને શાંતિ થી જીવવા દે.કરવા દે મને મારી ફરજ પુરી.મને કોઈ ની દયા કે ભીખ ના જોઈએ. વિશાલ નો પ્રેમ હું કોઈ ની જોડે ના વહેંચીશ. સમજ્યો? ” “હું તો સમજ્યો પણ અફસોસ તું મારા પ્રેમ ને સમજીજ નહિ.ઠીક છે.હું જાઉં છું.જ્યારે પણ તારો નિર્ણય બદલાઈ મને કહેજે” એને પોતાનો બીઝ્નેસ્સ કાર્ડ આપતા કહ્યું.નીતિ એ કાર્ડ ના ટુકડેટુકડા કરી નાખ્યા.

“જસ્ટ લિવ મી અલોન” “પણ હું તારી રાહ જોઇશ.” “હું પણ તો જોઉં તારો પ્રેમ મારી કેટલી પ્રતિક્ષા વેઠી શકે?”

એ દિવસે એણે અંતિમ વાર એને જોઈ હતી.ગુસ્સા વાળી ,જિદ્દી, આત્મનિર્ભર એની નીતિ .વર્ષો પસાર થતા ગયા એના વિનાજ છતાં એની સાથેજ.એની યાદો ને એણે પોતાની કમજોરી નહિ પોતાની શક્તિ બનાવી..એની હર સફળતા નીતિ ને નામ . એની દરેક કામયાબી નીતિ ને સમર્પિત.એની ઢાળ ,એની છાયા, એનું સમ્માન એની નીતિ. આવાજ વીતતા વર્ષો ની કોઈ ક્ષણ મા એની નજર ફેસબુક ના વિશાલ ના પ્રોફાઈલ પર પડી.બિલકુલ નીતિ નોજ ચેહરો. એજ .આત્મવિશ્વાસ એજ સ્વાભિમાન.એણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાવી અને વિશાલે સ્વીકારી.પોતાનાજ શહેર અને વિસ્તારના એ વ્યક્તિ એને શું કરવા એટલા ગમવા માંડ્યા એ વિશાલ સમજી ના શક્યો.એમના વિચારો, એમની જીવનશૈલી થી એ ઘણો પ્રભાવિત થતો ગયો.ઔપચારિકતા થી શરુ થયેલ આ સંબંધ એક અનેરી મૈત્રી માંજ ફેરવાઈ ગયો.


વિશાલ એ પિતા ના ખાલી પાના ઉપર જાણે સોહમ નું ચિત્ર દોરવા માંડ્યું.તો સોહમ ને તો જાણે નીતિ ફરી મળી ગઈ. એક દિવસ અનાયાસે જ જ્યારે વિશાલે અંકીતા ની વાત છેડી ત્યારે સોહમ ને વિશાલે પોતાના પર રાખેલ આ વિશ્વાસ નું ઋણ ચૂકવવા નું જ યોગ્ય લાગ્યું.એણે પોતાના અને નીતિ ના સંબંધ ની બધી જ હકીકત સંપૂર્ણ પારદર્શિતા સાથે વિશાલ સામે મૂકી દીધી. વિશાલ ને આઘાત લાગ્યો.આ સંબંધ થી નહિ પણ એની નિષ્ફળતા થી.માં ની મહેનત,ત્યાગ ,હિમ્મત, આત્મનિર્ભરતા થી તો એ વાકેફ હતો.

પણ એની સહનશક્તિ ની પરાકાષ્ઠા જાણી એ નિશબ્દ બન્યો .મારા પ્રેમ ના ભાગ ના પડે એ માટે એણે પોતાના સાચા પ્રેમ ને હડસેલ્યો. સોહમ ને જેટલી પંણ વાર એણે પોતાનાથી દૂર કર્યો હશે તેટલાજ ટૂકડાઓ માં એ અંદર થી વિખેરાય હશે!? તો બીજી તરફ સોહમ માં એને એ વ્યક્તિ દેખાયો જે સાથે ના હોવા છતાં દરેક કદમ એની માં સાથેજ ચાલ્યો.એની દરેક જીદ્દ એના દરેક સ્વાભિમાન સાથે એને વધુ ને વધુ ચાહતો ગયો. વિશાલ એ એને ભારત આવી માં ને મળવા રાજી કર્યો.બધુજ પ્લાન મુજબ બંધબેસતું થયું અને પરિણામ સ્વરૂપ આજે વર્ષો પછી બન્ને સામસામે .વિશાલ મા નો હાથ પકડી બોલ્યો:

“હું સૌ જાણું છું .માં કોઈ ને પ્રેમ કરવું,કોઈ ની અથાક પ્રતિક્ષા કરવું ,સ્વાર્થ વિના તેને સ્વીકારતા જવું,બસ એજ એમનો વાંક? આ કેવી સજા ? આ કેવી જીદ્દ? તારા સ્વાભિમાન ને તારો અભિમાન નાં બનાવ” નીતિ હજી પણ સ્તબ્ધ મૂર્તિ જેમ વિશાલ ના શબ્દ સાંભળી રહી : “આવ માં કહેતા વિશાલ એને સોહમ ની નજીક લઇ ગયો. એક વડીલ ની માફક એણે પ્રસ્તાવ મુક્યો:

“વિલ યુ મેરી માઇ મોમ?” નીતિ કઈ કહે એ પહેલાજ સોહમ નીચે બેસી એક હાથ આગળ ધરી પૂછી રહ્યો: “મારી જિદ્દી સ્વાભિમાની નીતિ વિલ યુ બી માઇ વેલેન્ટાઇન ? જો નહિ તો પણ હજી મારો પ્રેમ તારી પ્રતીક્ષા કરવા સક્ષમ છે અને આજીવન રહેશે.”

નીતિ સોહમ ને વળગી પડી . એના પ્રેમ અને ધીરજ એ આજે એની જીદ્દ ને પીઘળાવી દીધીજ. આજે આ પ્રેમ ના ધૈર્ય થી એને સ્વાભિમાન અને ગર્વ સોહમ ના રૂપ માં આજીવન મળી ગયા .એ દિલ ખોલી ને રડી .આજે વર્ષોં પછી એ હળવી થઈ . આજે સોહમ નો પ્રસ્તાવ સ્વીકારી એનો પરિવાર સંપૂર્ણ થયો .બમણો પ્રેમ , બમણો પ્રસ્તાવ અને આજે ઉજવાયો બમણો વેલેન્ટાઈન !!!!!

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ