વાલીઓ-વિદ્યાર્થીઓ ખાસ વાંચે, જાણી લો સરકાર ક્યારથી વિચારી રહી છે શાળા-કોલેજો ખોલવાની, શરૂઆત ધોરણ 10 અને 12થી થશે

શાળા – કોલેજો હવે દિવાળી પછી જ ખુલશે, સરકાર કરી રહી છે વિચારણા – શરૂઆત ધોરણ 10 અને 12થી થશે

કોરોનાની મહામારીના કારણે આ વર્ષની શરૂઆતથી જ શાળાઓ તેમજ કોલેજો બંધ છે. અને વિદ્યાર્થીઓને શાળાઓ તેમજ કોલેજ દ્વારા ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા તેમજ કોલેજો ખોલવા માટેની મંજુરી તો આપવામા આવી છે અને તે બાબતેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામા આવી છે પણ ગુજરાત સરકાર હાલ શાળાઓ ખોલવા વિષે નથી વિચારી રહી કારણ કે ગુજરામાં ઉત્તરોત્તર કોરોનાના કેસ વધી રહ્યા છે. માટે સંક્રમણનું જોખમ પણ વધી રહ્યું છે. માટે આ દિશામાં ગુજરાત સરકાર દિવાળી પછી જ કોઈ નિર્ણય લઈ શકે તેમ છે અને એવા અહેવાલ મળી રહ્યા છે કે શાળાઓ તેમજ કોલેજ પોતાનું શૈક્ષણિક કાર્ય દિવાળી બાદ શરૂ કરી શકે છે.

image source

આ બાબતે મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી જેમાં આ બાબતે ચર્ચા શરૂ કરવામાં આવી છે. જો કે પ્રાર્થમિક શાળાઓ ખોલવા વિષે હાલ તો સરકાર કોઈ જ નિર્ણય નથી લઈ રહી.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને નવરાત્રિથી લઈને દિવાળીના તહેવારોની ઉજવણી બાબતે કેટલાક નિયમો બહાર પાડ્યા છે અને નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધપણ મુકવામાં આવ્યો છે. આ વચ્ચે સરકાર શાળાઓ તેમજ કોલેજો પણ શરૂ કરવા નથી માગતી, માટે હવે દિવાળી બાદ જ શાળાઓ તેમજ કોલેજો ખુલી શકશે.

image source

ઓક્ટોબરની શરૂઆતમાં કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ને લઈને કેટલીક જાહેરાત કરી છે જે પ્રમાણે શાળાઓ તેમજ કોલેજોને તબક્કાવાર ખોલવાની છૂટ આપવામાં આવી છે. જો કે તે અંગે છેલ્લો નિર્ણય રાજ્ય સરકારે જ લેવાનો રહેશે. અને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે હાલ કોરોનાના કારણે જે સ્થિતિ ઉભી થઈ છે તેને ધ્યાનમાં રાખતા 15મી ઓક્ટોબરથી તો શાળા તેમજ કોલેજો ખોલવામાં નહીં આવે. પણ દિવાળી બાદ જ માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોને ખોલવા વિષે વિચારણા ચાલી રહી છે. અને પ્રાથમિક શાળાઓ વિષે કોઈ જ નિર્ણય લેવાની વિચારણા નથી ચાલી રહી. આ બાબતે કેટલીક બેઠકો યોજ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે અને તે નિર્ણયને આધારે ગુજરાત સરકાર દ્વારા શાળા તેમજ કોલેજોને ખોલવા અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

image source

બુધવારના રોજ મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી જેમાં શાળા – કોલેજો ખોલવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં તો ઓનલાઈન અભ્યાસ કેટલાક અંશે યોગ્ય ચાલી રહ્યો છે પણ ગામડા તેમજ રાજ્યના કેટલાક અંતરિયાળ ગામોમાં ઓનલાઈન અભ્યાસમાં ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે માટે શરૂઆતના તબક્કામાં ગામડાની શાળાઓ ખોલવા બાબતે ચર્ચા શરૂ કરવામા આવી છે.

image source

મળેલી માહિતી પ્રમાણે આ બેઠકમાં સ્કૂલ સંચાલકો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી, અને તેમણે પણ દિવાળી પછી જ શાળાઓ ખોલવાનું જણાવ્યું છે. શરૂઆતના તબક્કે તો માત્ર ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખોલવાનું જ વિચારવામાં આવશે અને તેનો સમય પહેલાની જેમ લાંબો નહીં હોય પણ ઓછો રાખવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કામાં માધ્યમિક શાળાઓ ખોલવાનું વિચારવામાં આવશે અને તેમાં પણ બધા જ પ્રકારની તકેદારીની જોગવાઈ કરવામાં આવશે. બીજી બાજુ હાલ કોઈ જ વિચારણા પ્રાથમિક શાળાઓ ખોલવાની કરવામાં નથી આવી. પ્રાથમિક શાળાઓ ત્યારે જ ખોલવામાં આવશે જ્યારે કોરોનાની મહામારી સંપુર્ણ કાબુમાં આવી જશે.

image source

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે અનલોક 4ની માર્ગદર્શિકામાં શિક્ષણ તેમજ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને જો કોઈ સમસ્યા હોય તો તેના માટે તેઓ પોતાની શાળાના શિક્ષકોને શાળાએ જઈને મળી શકે તેવી છૂટ આપવામાં આવી હતી. જો કે તેના માટે વિદ્યાર્થીઓએ પોતાના વાલીની લેખીત મંજૂરી લેવાની રહેશે. અને માત્ર 9માથી 12મા ધોરણના વિદ્યાર્થીઓ જ શાળાએ જઈ શકશે તેવું સૂચન હતું. જોકે ગુજરાત સરકારે આવી કોઈ છૂટ આપી નથી. હાલ તો સરકાર માત્ર શાળાના સંચાલકો, શિક્ષણ નિષ્ણાતો તેમજ વાલી મંડળો સાથે તે બાબતે ચર્ચા જ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ